બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ફળ ફણસની અંકલેશ્વરમાં પ્રથમ વખત ખેતી
- અંકલેશ્વરમાં ફણસની સફળ ખેતીનો પહેલો પ્રયાસ
- ફણસ ખેતીથી ખેડૂતનો આત્મનિર્ભર પ્રયાસ
- ડાયાબિટીસ અને આરોગ્ય માટે ફણસનું મહત્ત્વ
- ફણસ: ઓછી મહેનત, વધુ આવક અને આરોગ્યનું ભંડાર
- ખેતીમાં નવી દિશા: અંકલેશ્વરના ખેતરમાં સુપર ફૂડ
Bharuch : બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ફળ ફણસની ખેતી અંકલેશ્વરમાં સૌ પ્રથમ વખત કરી ખેડૂતો અન્ય ખેડૂત માટે નવી દિશા ચીંધી છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં પ્રથમ વખત ખેડૂત દ્વારા પરંપરાગત ખેતી સાથે બીજો પાક રૂપે ખેતરના શેઢા પર ખેતી કરી રહ્યા છે. ફણસ ડાયાબિટીસ રોકવામાં અકસીર હોવાનું સાબિત થયું છે. કોરોનાકાળમાં આરોગ્ય જાળવવા માટે તેની ડિમાન્ડમાં વધારો થયો હતો. દુનિયા સુપર ફૂડ ની શોધ કરી રહી છે, અને ફણસમાં (જેકફ્રૂટ ) તેમને સંભવિત સુપર ફુડના ઘણા લક્ષણો દેખાઈ રહ્યાં છે.
અંકલેશ્વરમાં ફણસની સફળ ખેતીનો નવતર પ્રયાસ
ખેતી કરવા ઈચ્છતા વર્ગ માટે ઓછી મજૂરી, નહીંવત ખર્ચ અને લાંબા સમય સુધી આવક રળી આપતા આ ફણસની ખેતી તેમને ફાયદાકારક નીવડી શકે છે. ફણસને ભેજવાળું અને ગરમ હવામાન માફક આવે છે. ગુજરાતમાં ફણસ (જેકફ્રૂટ)ની ખેતી ઓછી થાય છે, માટે આ ફળ બધા માટે જાણીતું નથી. આ વચ્ચે અંકલેશ્વર ના જુના કાંસીયા ખાતે અંકુર ભાઈ વસાવા દ્વારા પ્રથમ વખત જોખમ ખેડી વન વિભાગ પાસે થી 10 જેટલા રોપા મેળવ્યા હતા. અને આ રોપા 4 વર્ષ પૂર્વે પોતાના ખેતર અન્ય પાક સાથે બીજા પાક સ્વરૂપે ખેતર ના શેઢા પર વાવેતર કર્યું હતું. આજે ચાર વર્ષ બાદ તેના પર ફળ લાગવા ની શરૂઆત થઇ ચુકી છે.તેના પર મબલખ પાક લાગ્યો છે. ઝાડ પર 5 થી 15 કિલો વજન ના વજનદાર ફળ લાગ્યા છે. 80 ફૂટ ઉંચા જતા ફણસ ના ઝાડ પર 30 થી 35 જેટલા ફળ લાગે છે. આજે બજાર માં 20 કિલો ફણસ ની કિંમત 800 થી 1000 રૂપિયા છે. કોઈપણ જાત ના માવજત કે દવા ની જરૂરિયાત વગર પ્રાકૃતિક વાતાવરણ માં ખેતી કરી જુના અંકુરભાઈ એ કાઠું કાઢી અન્ય ખેડૂતો માટે પરંપરાગત ખેતી સાથે શેઢા તેમજ અન્ય જમીન પર બીજા પાક તરીકે ખેતી તરફ દિશા ચિન્હ કરી છે.
કોરોના કાળમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યું હતું ફણસ
કોરોના મહામારીમાં આ ફળ ચર્ચાસ્પદ બન્યું છે. ચર્ચાસ્પદ બનવાનું કારણ તેમાં રહેલા અઢળક ગુણો છે. ફણસ ( જેક ફ્રુટ )નું એક જાણીતું મહત્વ ડાયાબિટીસ ના મારક તરીકેનું છે. લોહીમાં રહેલી શર્કરાનું પ્રમાણ માપ માં રાખવાનું મહત્ત્વનું કામ ફણસ કરે છે. આ ફૂડ ને ખરેખર સુપર ફૂડ સાબિત કરવાના દુનિયા લાગી પડયા છે. ફણસ ના ફળ, પ્રોટીન, ફાઈબર, વિટામીન એ, વિટામીન બી, વિટામીન સી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, કુલ શર્કરા, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, પોટેશિયમ,સોડિયમ, આર્યન વગેરે તત્વો પૂરા પાડે છે. આરોગ્ય માટે ગુણકારી એવા ફણસ ની ચર્ચા હવે દેશ વિદેશ માં થવા લાગી છે.
ફણસ કેરળ અને તમિલનાડુ એ સ્ટેટ ફૂડ જાહેર કર્યું છે
આ ફળના મૂળ ભારતમાં કે દક્ષિણ એશિયાના અન્ય દેશમાં એ અંગે મતમતાંતર છે. વ્યાપક માન્યતા પ્રમાણે કેરળ જ તેનું વતન છે. પાંચ સદી પહેલા જ્યારે યુરોપિયનો કેરળના કાંઠે ઉતર્યા ત્યારે તેનો ભેટો આ કદાવર ફળ સાથે થયો હતો. પોર્ટુગીઝોએ નોંધ્યા મુજબ સ્થાનિક લોકો તેને 'ચક્કા પઝમ' તરીકે ઓળખતા હતા, જેનો ઉચ્ચાર ટૂંકાવીને 'જકા' થયો અને પછી લાંબે ગાળે 'જેક ફ્રૂટ' કહેવાય. પ્રદેશ પ્રમાણે અલગ અલગ નામ છે અને ગુજરાતમાં ફણસ તરીકે ઓળખાય છે. ફણસ કેરળ અને તમિલનાડુ ના સૌથી વ્યાપક પ્રમાણમાં ખેતી થાય છે.
ફળને પડતું મુકીએ તો તેનું લાકડું પણ બહુ કામનું
ભારતમાં તો વર્ષોથી આ ફળ ખવાય છે. આ ફળ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં ઉપયોગી થાય એમ છે. કેમ કે દુનિયાના અનેક મોટા શહેરના તેની ડિમાન્ડ હવે માંસ ના પર્યાય તરીકે થઇ રહી છે. આરોગ્ય માટે ગુણકારી ફણસ નું ફળ તેમજ તેનું લાકડું પણ અતિ કિંમતી મનાઈ છે. ફળને પડતું મુકીએ તો તેનું લાકડું પણ બહુ કામનું છે. કેમ કે ફણસના ઝાડનું લાકડું ફૂગ-ઉધઈથી મુક્ત રહે છે. એટલે ફર્નિચરમાં પણ તેની ખાસ્સી ડિમાન્ડ રહે છે.
છેલ્લા 5-7 વર્ષથી ફણસની ડિમાન્ડ વૈશ્વિક ધોરણે વધી
દક્ષિણ ભારતના રાજ્યોમાં અને ખાસ તો કેરળ-તમિલનાડુમાં તે મોટે પાયે ખેતી થાય છે. છેલ્લા પાંચ-સાત વર્ષથી ફણસની ડિમાન્ડ વૈશ્વિક ધોરણે વધી રહી છે. કેમ કે માંસાહાર પર નિર્ભર પશ્ચિમના દેશોમાં શાકાહાર નું મહત્વ વધી રહ્યું છે. જ્યાં માંસનો ઉપયોગ કરવો પડે એવા ઘણા ફૂડ, ખોરાક ની બનાવટમાં ફણસ વિકલ્પ તરીકે વપરાતું થયું છે. જેમ કે પિઝા પર લગાવાતુ ટોપિંગ ફણસમાંથી બનવા લાગ્યું છે. તો ફણસ ના ફળ નો લોટ તરીકે તેમજ અનેક પ્રકારે ઉપયોગ વધ્યો છે.
અહેવાલ - દિનેશ મકવાણા
આ પણ વાંચો : Dahod MGNREGA scam case : મંત્રી બચુભાઈ ખાબડના ફરાર થયેલા બીજા પુત્રની પણ ધરપકડ