Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભુજમાં નગરપતિ પર હુમલો કરનાર ઝડપાયો

અહેવાલ - કૌશિક છાયા ભુજ નગરપાલિકામાં ગાયોના મોત મામલે આક્રોશપૂર્વક રજુઆત માટે પહોંચેલા ગૌ સેવકો પૈકી એક યુવાને ભુજ પાલિકાના પ્રમુખ ધનશ્યામ ઠક્કરને લાફા મારી દેવાના ચકચારી મામલામાં યુવક સામે ભુજ શહેર એ ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી છે. મળી રહેલી...
ભુજમાં નગરપતિ પર હુમલો કરનાર ઝડપાયો
Advertisement

અહેવાલ - કૌશિક છાયા

ભુજ નગરપાલિકામાં ગાયોના મોત મામલે આક્રોશપૂર્વક રજુઆત માટે પહોંચેલા ગૌ સેવકો પૈકી એક યુવાને ભુજ પાલિકાના પ્રમુખ ધનશ્યામ ઠક્કરને લાફા મારી દેવાના ચકચારી મામલામાં યુવક સામે ભુજ શહેર એ ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી છે.

Advertisement

મળી રહેલી માહિતી અનુસાર, તારીખ 6 ના નાગોર ડમ્પીંગ સાઇડ પર વિજશોકથી ગાયના મોત મામલે ઉગ્ર રજુઆત માટે પહોંચેલા ગૌ સેવકોએ પહેલા ઉગ્ર રજુઆત કરી હતી. ત્યારબાદ તે પૈકીના એક યુવાને ઉશ્કેરાઇ નગરપતિ ધનશ્યામ ઠક્કરને થપ્પડ માર્યા હતા. જે મામલે સમાજના વિરોધ અને વિવિધ માંગણીઓ વચ્ચે કોઇ ફરીયાદ માટે આગળ ન આવ્યુ નથી. પરંતુ પોલીસે જાહેરહિતમાં CRPC-151 હેઠળ મહિપતસિંહ ઉર્ફે લાલો જખુભા સોઢા ઉ.21 રહે સુખપરની અટકાયત કરી છે. યુવાન સુખપરમાં વેલ્ડીંગના ધંધા સાથે સંકડાયેલો છે.

Advertisement

ઉશ્કેરાટમાં કાયદાનુ ભાન ભુલેલો યુવાન ફરીવાર આવુ કૃત્ય ન કરે તથા કાયદાના ભાન સાથે અન્ય પણ આવુ કરતા અટકે તે માટે ભુજ શહેર એ ડીવીઝન પોલિસ દ્વારા આ યુવાન સામે અટકાયતી પગલા લઇ જરૂરી કાર્યવાહી કરાઇ છે. સાથે ભોગ બનનાર નગરપાલિકા પ્રમખુને ફરીયાદ માટે પણ પોલિસ દ્વારા સુચીત કરાયા છે. પરંતુ હજુ સુધી પાલિકા પ્રમુખે કોઇ ફરીયાદ નોંધાવી નથી. આજે પ્રમુખની ઉપસ્થિતમાં સામાન્ય સભા પણ યોજાઇ હતી. તો બીજી તરફ પાલિકાના કામદારાઓ કામથી અળગા રહી ઘટનાને વખોડી હતી. જોકે, જોવુ એ અગત્યનુ રહેશે. ભુજ એ ડીવીઝન પોલીસે તો કાયદો હાથમા લેનાર યુવાન સામે કાર્યવાહી કરી છે, પરંતુ ભોગ બનનાર જવાબદાર ક્યારે ફરીયાદ માટે આગળ આવે છે. તે જોવાનું રહે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×