જામકંડોરણામાં યોજાયા શાહી સમૂહ લગ્ન, MLA જયેશ રાદડિયાએ આપ્યું નિવેદન
MLA Jayesh Radadiya: જયેશ રાદડિયા પોતાના વિસ્તારમાં ખુબ જ સારી પ્રતિષ્ઠા ધરાવે છે. પોતાના મતવિસ્તારમાં તેઓ અવારનવાર સેવાના કાર્યો કરતા જોવા મળતા હોય છે. અત્યારે પણ તેમના નેતૃત્વમાં જામકંડોરણામાં શાહી સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ શાહી સમૂહ લગ્નમાં લાખો લોકોની જનમેદની ઉમટી હતી. આ સમૂહ લગ્ન સ્વ.વિઠલભાઈની સ્મૃતિમાં યોજવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સ્વ.વિઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્રના સાવજની ઉપમા ધરાવે છે.
સૌરાષ્ટ્રમાં પણ લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ
આગામી ટૂંક સમયમાં 2024ની લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. શાહી લગ્ન સમાહરોની વચ્ચે લોકસભાની ચૂંટણીના મુરતિયાઓ પણ જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી લડવા મુરતિયાઓ જાજા અને ટિકિટ ઓછી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આથી પોતાનું નિવેદન આપતા ધારાસભ્ય જયેશ રાદડિયાએ કહ્યું કે, લોકસભા લડવા માંગતા ઇચ્છુક ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, ‘લોકસભા માટે પાર્ટી જે આદેશ કરે તેનું અમે પાલન કરીશું.’
ધારાસભ્ય જયેશ રાદડિયાએ કહ્યું કે, ‘આજનો દિવસ મારા માટે ગૌરવપૂર્ણ છે. અમારા પરિવારને 351 દીકરીઓનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. કોઈના ભાગમાં એક દીકરીનું કન્યાદાન પણ નસીબમાં નથી હોતું અને અમને 351 દીકરીઓનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ દિવસને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતીં.’
સમાજ અને રાજકારણ બન્ને જૂદો ભાગઃ જયેશ રાદડિયા
વધુમાં લોકસભાની ચૂંટણીને લઈને તેમણે કહ્યું હતું કે, ‘મે સમાજને ક્યારેય રાજકારણ સાથે નથી જોડ્યો. સમાજ અને રાજકારણ બન્ને જૂદો ભાગ છે. ભારતીય જનતા પાર્ટીએ મને જે પણ કાર્યકર તરીકે જવાબદારી આપી છે તે મે સ્વીકારી છે. અને સ્વાભાવિક હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. પોરબંદર હોય કે,જામકંડોરણા દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીતે તેના માટે કાર્ય કરી રહ્યો છું.’
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ