ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભુજના ઐતિહાસિક રાણીવાસનો કાટમાળ 22 વર્ષ પછી કરાયો દૂર

શહેરના દરબાર ગઢમાં પ્રાગમહેલના પરિસરમાં વર્ષો જુના રાણીવાસનું 2001 ના ભૂકંપ પછી પ્રથમ વખત આવતા મહિનાથી રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવશે. જે રીપેરીંગ થયા પછી પ્રજાને જોવા માટે અર્પણ કરવામાં આવશે. ભૂજનો પ્રાગ મહેલ રાજા પ્રાગમલજીએ ઇ.સ.1860 માં તૈયાર કરાવ્યો...
11:24 PM Jul 17, 2023 IST | Hardik Shah
શહેરના દરબાર ગઢમાં પ્રાગમહેલના પરિસરમાં વર્ષો જુના રાણીવાસનું 2001 ના ભૂકંપ પછી પ્રથમ વખત આવતા મહિનાથી રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવશે. જે રીપેરીંગ થયા પછી પ્રજાને જોવા માટે અર્પણ કરવામાં આવશે. ભૂજનો પ્રાગ મહેલ રાજા પ્રાગમલજીએ ઇ.સ.1860 માં તૈયાર કરાવ્યો...

શહેરના દરબાર ગઢમાં પ્રાગમહેલના પરિસરમાં વર્ષો જુના રાણીવાસનું 2001 ના ભૂકંપ પછી પ્રથમ વખત આવતા મહિનાથી રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવશે. જે રીપેરીંગ થયા પછી પ્રજાને જોવા માટે અર્પણ કરવામાં આવશે.

ભૂજનો પ્રાગ મહેલ રાજા પ્રાગમલજીએ ઇ.સ.1860 માં તૈયાર કરાવ્યો હતો. તેની ડીઝાઇન કર્નલ હેન્રી સેઇટ વિલ્કિન્સે ઇટાલીની ગોથિક શૈલીમાં તૈયાર કરી હતી. મહેલ પર 45 મીટર ઊંચા ઘંટ સુધી જવા માટેની સીડીઓની રચના અદભુત છે. 26 જાન્યુઆરી 2001ના ભૂકંપમાં આ મહેલને ભારે નુકસાન થયું હતું. રીનોવેશન બાદ હાલ મહેલના અમુક ભાગને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા. અહીં આવેલ રાણીવાસ કે જે 450 વર્ષ જૂનું છે. રાજવી પરિવાર વર્ષો સુધી અહીં રહેતું હતું. 2001ના ભૂકંપમાં ભારે નુકશાની પહોંચી હતી. વખતો વખત રીપેરીંગ કરવાની વાત હતી. જેનો નિર્ણય આવી જતા ભૂકંપનો કાટમાળ 22 વર્ષ પછી દૂર કરવામાં આવ્યો છે.

પ્રાગમહેલના ક્યુરેટર મહેશભાઈ ગોરના જણાવ્યા પ્રમાણે આવતા મહિનાથી રાણીવાસનું રીપેરીંગ કરવામાં આવશે. જેમાં ખાસ આર્કિટેકની ટીમ દ્વારા અગાઉ જે રીતનો રાણીવાસ હતો. તે રીતે જ તૈયાર કરવાનું આયોજન છે. ઐતિહાસિક કલા વારસો જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવશે. અગાઉ નિષ્ણાતોની ટીમ દ્વારા ચર્ચા વિચારણા કર્યા પછી રિપેરીંગનો નિર્ણય લેવાયો હતો. વર્ષો પૂર્વેનું જે રાણીવાસ હતું તે જ રીતે તૈયાર કરાશે. જેમાં કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવે. આ કામગીરી 8 મહિના સુધી ચાલશે. રાણીવાસ તૈયાર થયા બાદ પ્રજાને નિહાળવા માટે ખુલ્લું મુકાશે. જ્યાં પ્રવાસીઓ જે તે સમયનો આ વારસો નિહાળી શકશે.

આ પણ વાંચો - Junagadh માં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનું કૌભાંડ, 12 સંસ્થાઓએ સરકારને કરોડોનો ધૂંબો માર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - કૌશિક છાયા

Tags :
BhujBhuj's historic Ranivashistoric Ranivasremoved after 22 years
Next Article