Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તસ્કરોએ ફ્રિજમાં રહેલા ખજુરની મિજબાની માણી ચોરીને આપ્યો અંજામ

અહેવાલઃ વિજય માલી, વડોદરા  વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે અને છેલ્લા કેટલા સમય થી પોલીસને પડકાર ફેંકતા હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાઓએ અંજામ આપી રહ્યા છે તો બીજી બાજુ પોલીસના પણ હાથ તસ્કરોની સામે ટૂંકા...
તસ્કરોએ ફ્રિજમાં રહેલા ખજુરની મિજબાની માણી ચોરીને આપ્યો અંજામ
Advertisement

અહેવાલઃ વિજય માલી, વડોદરા 

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે અને છેલ્લા કેટલા સમય થી પોલીસને પડકાર ફેંકતા હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાઓએ અંજામ આપી રહ્યા છે તો બીજી બાજુ પોલીસના પણ હાથ તસ્કરોની સામે ટૂંકા પડતા હોય તેમ તસ્કરોએ ફ્રીજ માં મુકેલા ખજૂરની મિજાબાની માણી અને ત્યાર બાદ ઘરમાં પડેલી રોકડ તેમજ સોના ચાંદીના કિંમતી સામાન ની તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા

Advertisement

પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો 

Advertisement

અજયસિંહ વાઘેલા ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી ગામના લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે હાજરી આપવા ગયા હતા અને મોડી રાત્રીના લગ્ન પ્રસંગમાંથી પરત ફરી કાળઝાળ ગરમીના કારણે ઘરના તમામ સભ્યો ઘરની બહાર સુઈ ગયા હતા તે દરમિયાન તસ્કરોએ મકાનના પાછળના ભાગે આવેલ બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો

ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો

જોકે મકાનની પાછળના ભાગે રહેતો ભાઈ વહેલી સવારે ઉઠી પોતાના ભાઈને મળવા આવી રહ્યો હતો ત્યારે તેની નજર ભાઈના ઘરની પાછળના ભાગની તૂટેલી બારી પર પડી અને તરત આ અંગે તેને તેના ભાઈને જાણ કરતા ચોકી ઉઠેલા ભાઈ એ ઘરમાં જઈ તપાસ કરતા ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો અને સોના ચાંદીના ઘરેણાં સહીત રોકડ રકમ મુકેલ તિજોરી પણ ખુલ્લી હતી જેથી ચોરી થઇ હોવાનો અંદાજ આવી જતા સમગ્ર મામલે પાદરા પોલીસ ને જાણ કરી હતી

તસ્કરી બાદ ફેંકી દેવામાં આવેલ થેલાઓ મળી આવ્યા

પાદરા ના જાસપુર ગામ ના હરિપુરા વિસ્તારમાં ચોરી થઇ હોવાની જાણકારી પોલીસને મળતા પાદરા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી જેમાં અજયસિંહ વાઘેલાના ઘર નજીક આવેલા ખેતરમાં તસ્કરોએ કરેલ તસ્કરી બાદ ફેંકી દેવામાં આવેલ થેલાઓ મળી આવ્યા હતા

30 તોલા સોનુ અને 30 હજાર રોકડા ની ચોરી

ફરિયાદી અજયસિંહ વાઘેલા સમગ્ર મામલે જાણહતું કે,જાસપુર ના હરિપુરા વિસ્તાર માં લગ્ન હોવાથી પરિવાર સાથે લગ્ન માં જઈ ને રાતે ઘરે આવી ને ઘર ની બહાર તમામ સભ્યો સાથે સુઈ ગયા હતા ત્યારે તસ્કરો એ મોડી રાતે મકાન ની પાછળના ભાગે આવેલ બારી તોડી તેમાં થી ઘર માં પ્રવેશ કરી મકાનની રૂમ માં મુકેલ તિજોરી માંથી 30 તોલા સોનુ અને 30 હજાર રોકડા ની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા અને મકાન માંથી અન્ય થેલાઓ અને બેગ ની ઉઠાંતરી કરી નજીક ના ખેતર માં ફેંકી દીધા હતા સાથે ફ્રીજ માં મુકેલા ઠડા પાણી ના બોટલ અને ખજૂર ની મિજાબાની પણ તસ્કરો એ માણી

Tags :
Advertisement

.

×