ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક શિક્ષકની વાર્તા જેણે યોગ કરી શરીર સ્વસ્થ કર્યું

યોગ એજ જીવન, યોગથી રહો સ્વસ્થ્ય. આજે એક એવા શિક્ષકની વાત કરીશું જે એક શિક્ષકથી યોગ શિક્ષક બન્યા. શરીર નિરોગી અને સાથ નહોતું આપતું ત્યારે નોકરી છોડી માત્ર શરીરનું ધ્યાન રાખી સંપૂર્ણ સ્વસ્થ્ય થયા બાદ બાકીનું જીવન યોગ શિક્ષક બની...
03:29 PM Jun 18, 2024 IST | Hardik Shah
યોગ એજ જીવન, યોગથી રહો સ્વસ્થ્ય. આજે એક એવા શિક્ષકની વાત કરીશું જે એક શિક્ષકથી યોગ શિક્ષક બન્યા. શરીર નિરોગી અને સાથ નહોતું આપતું ત્યારે નોકરી છોડી માત્ર શરીરનું ધ્યાન રાખી સંપૂર્ણ સ્વસ્થ્ય થયા બાદ બાકીનું જીવન યોગ શિક્ષક બની...
Yoga Teahcher

યોગ એજ જીવન, યોગથી રહો સ્વસ્થ્ય. આજે એક એવા શિક્ષકની વાત કરીશું જે એક શિક્ષકથી યોગ શિક્ષક બન્યા. શરીર નિરોગી અને સાથ નહોતું આપતું ત્યારે નોકરી છોડી માત્ર શરીરનું ધ્યાન રાખી સંપૂર્ણ સ્વસ્થ્ય થયા બાદ બાકીનું જીવન યોગ શિક્ષક બની લોકોના જીવનને સાર્થક કરવા શરૂ કર્યા યોગ.

બિહારના ભાગલપુર ના શિક્ષક ભરતજી શાળાના શિક્ષક હતા અને તેમને નાનપણથી શિક્ષક બનવાની ઈચ્છાઓ હતી. તેમની આ ઇચ્છા પૂરી થઈ અને ધ્યેય પ્રાપ્તિ માટે સતત મહેનત અને સતત કામ કરવું તે તેમનો સ્વભાવ હતો. ખૂબ મેહનત કરતા ખૂબ કાર્ય કરતા વધુ પડતો શ્રમના કારણે તેઓ સમયસર જમવા પણ નહોતા બેસી શકતા અને નહોતા પૂરો આરામ કરી શકતા. તેમની આ આદતથી ધીમે ધીમે તેમના સ્વાથ્ય પર અસર થવા લાગી. તેમને પેટને લગતી સમસ્યાઓ થવા લાગી ખૂબ દવાઓ કરી તેમ છતાં કોઈ જ ફરક ન પડ્યો. આખરે સ્વસ્થ શરીર હવે સાથ નહોતું આપતું. તેમને વિવિધ ટેસ્ટ કરાવ્યા ત્યારે ખ્યાલ આવ્યો જે તેમને અલસર થઈ ગયો શરીર ઓગળવા માંડ્યું. તેમના વજનના અડધા પ્રમાણમાં તેમનું શરીર ઝડપથી પીગળવા માંડ્યું. આખરે તેમને જાનનું જોખમ થાય તે સુધીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું. આખરે તેમણે આનું નિરાકરણ ન આવતાં તેમણે સારા થવાનું નક્કી કર્યું અને તેમને રિસર્ચ કરતા ખ્યાલ આવ્યો કે યોગ જ માત્ર એક એવો ઉપાય છે કે જેનાથી આ રોગ મટી શકે છે અને તેમને એક ચેનલ મારફતે યોગ ગુરુ ધીરજ ચેનલ, યોગ ગુરુ અમદાવાદ બોપલ ઘુમા આશ્રમની મુલાકાત લઈ વિચાર્યું જાન હે તો જહાં હે. આ સમજીને પોતાના પત્ની બાળક માટે જીવવું જરૂરી હોય શિક્ષકની નોકરી છોડી અને યોગા ચાલુ કર્યા ધીરે ધીરે તેમનું શરીર સ્વસ્થ થઈ ગયું અને આજે શરીર સંપૂર્ણ 90 % સારું થઈ ગયું છે.

આખરે ભરતજીએ નક્કી કર્યું જે નોકરી શિક્ષકની કર્યા કરતા હતા તે જ હવે અહી યોગ ટ્રેનર ગુરુ તરીકે તેમના ગુરુજીની દેખરેખ અને આશ્રમમાં જ યોગ ટ્રેનર માટે લોકોને સેવા આપે અને કહે છે રોગ મટાડવા હોય તો અવશ્ય યોગ જરૂરી છે. એક સમયે ભરતજીને શરીરના અલસરથી દવાઓથી લીવર પણ ખરાબ થઈ ગયું હતું અને આજે આવી ફાસ્ટ લાઇફ માં અનિંદ્રા, સ્ટ્રેસ ,નિરોગી શારીરિક માનસિકતા બીમારી સાથે સ્વાસ્થ્ય થવું હોય અને જે કામ કરતા 12 કલાક થાય તે કામ તેમને 8 કલાકમાં કરી શકો તેવા સ્વાથ્ય રહેવું હોય તો યોગનો આશરો લેવો ખૂબ જરૂરી છે. આજે યોગ દિવસ ભરતજી બોપલ ઘુમામાં વશિષ્ટ યોગા આશ્રમમાં અનેક લોકોને યોગનું સાચું જ્ઞાન અને યોગ શીખવાડી રહ્યા છે ભરતજી. આજે લોકો ભાગદોડ ભરેલી જિંદગીમાં માત્ર 20 જ મિનિટ પણ પોતાના સ્વાસ્થ્ય માટે નીકળી શકે તો પણ શરીર સ્વસ્થ્ય રહી શકે છે તેવું તેમને લોકોને આજના દિવસે સંદેશ આપ્યો છે.

અહેવાલ - સચિન કડિયા

આ પણ વાંચો - VADODARA : યોગ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન, વાંચો વિગતવાર

Tags :
GujaratGujarat FirstGujarat NewsTeacherYogaYoga NewsYoga TeacherYoga Teacher News
Next Article