Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ramchandra Vachhani : વકીલથી હાઇકોર્ટનાં જજ સુધીની રામચંદ્ર વચ્છાનીની સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયી કહાની

પ્રથમ સરકારી પ્રાથમિક શાળા અને ત્યારબાદ અંબાજી ગ્રામ પંચાયત માધ્યમિક શાળામાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો.
ramchandra vachhani   વકીલથી હાઇકોર્ટનાં જજ સુધીની રામચંદ્ર વચ્છાનીની સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયી કહાની
Advertisement
  1. હાઇકોર્ટનાં જજ રામચંદ્ર વચ્છાનીની સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયી કહાની (Ramchandra Vachhani)
  2. રામચંદ્ર વચ્છાની બાળપણથી જ તેજસ્વી હતા, પ્રભુ ભક્તિમાં મન લગાવતા
  3. કૈલાશ ટેકરી અને યોગાશ્રમનાં અલગ-અલગ ઝાડ નીચે બેસીને એકાંતમાં અભ્યાસ કર્યો
  4. અંબાજીથી પાલનપુર કોર્ટમાં વકીલ તરીકે સતત 2 વર્ષ સુધી લોકલ બસમાં અપ-ડાઉન કર્યું
  5. બનાસકાંઠાની વિવિધ કોર્ટમાં તેમને વકીલ તરીકે પ્રેક્ટિસ કરી હતી

હાઇકોર્ટનાં જજ રામચંદ્ર વચ્છાનીનો (Ramchandra Vachhani) જન્મ અંબાજી ખાતે વેપારી પરિવારમાં થયો હતો. તેમના પિતા સ્વ. ઠાકુરદાસ પ્રિતમદાસ વચ્છાની. 4 પુત્ર પૈકી 3 નંબરનાં પુત્ર રામચંદ્ર વચ્છાની છે. અંબાજી ખાતે તેમના પરિવારના ભાઈઓ અને નજીકનાં મિત્રોનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેઓ બાળપણમાં જ્યારથી સમજતા થયા, ત્યારથી પિતાની સાથે રોજ સવારે કૈલાશ ટેકરી મહાદેવ જતા અને આરતી કર્યા બાદ શાળાએ ભણવા જતા. પ્રથમ સરકારી પ્રાથમિક શાળા અને ત્યારબાદ અંબાજી ગ્રામ પંચાયત માધ્યમિક શાળામાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો. ધોરણ 12 માં ટોપ કર્યા બાદ અમદાવાદ ગુજરાત કોલેજ અને પછી સેંટ મેરીસ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું, લો તેમને સર એલ.એ. શાહ કોલેજથી કર્યું હતું.

ગુજરાત હાઈકોર્ટ (Gujarat HighCourt) અને બનાસકાંઠાની વિવિધ કોર્ટમાં તેમને વકીલ તરીકે પ્રેક્ટિસ કરી હતી પણ જીવનમાં કંઈક આગળ વધવાનાં ઉદેશ્ય સાથે પોતાની મહેનત ચાલું રાખી. પોતાનાં માતા-પિતાને આદર્શ ગણનારા રામચંદ્ર વચ્છાની બાળપણથી જ ભક્તિભાવમાં અને પ્રભુ ભક્તિમાં જોડાયા છે. ભગવાન રામ અને હનુમાનજીની વિશેષ ભક્તિ-આરાધના તેઓ કરતા હોય છે. વર્ષ 2011 માં તેઓ ડિસ્ટ્રક્ટ જજ બન્યા. અંબાજીથી પાલનપુર કોર્ટમાં વકીલ તરીકે સતત 2 વર્ષ સુધી લોકલ બસમાં અપ-ડાઉન કર્યું. ઘણી વખત અંબાજીથી પાલનપુર સુધી ઊભા પણ રહેવું પડતું હતું.

Advertisement

Advertisement

અલગ-અલગ કોર્ટમાં ફરજ બજાવી, હાઈકોર્ટનાં જજ બન્યા

બનાસકાંઠા જિલ્લા (Banaskantha) માટે ગૌરવભરી ક્ષણ કે પ્રથમ વખત તેમને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે પોસ્ટિંગ મળ્યું. અમદાવાદ (Ahmedabad) બાદ સુરત અને પછી જોઈન્ટ સેક્રેટરી તરીકે ગાંધીનગર લીગલ ડિપાર્ટમેન્ટ કોમર્શિયલ કોર્ટમાં ફરજ નિભાવી હતી. અમદાવાદ બાદ વડોદરા ખાતે ફરજ બજાવી. છોટાઉદેપુર ખાતે પ્રિન્સિપાલ જજ પછી ભાવનગર, અમરેલી, રાજકોટ અને સુરત ખાતે ફરજ બજાવી હતી. ત્યારબાદ 5 મે 2025 થી તેમની નિમણૂક ભારતનાં રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટનાં કોલેજિયમ પ્રમાણે ગુજરાત હાઇકોર્ટ જજ તરીકે નિમણૂક કરાઈ.

અભ્યાસ માટે ખૂબ જ મહેનત કરી :

અંબાજી (Ambaji) ખાતે રહેતા તેમના ભાઈ અને નજીકનાં મિત્રોએ જણાવ્યું કે, તેઓએ ભાટવાસ પોતાનાં ઘરેથી સાઇકલ લઈને શાળાએ જતા ધોરણ 10 થી 12 સુધી અભ્યાસ કર્યો. કૈલાશ ટેકરી અને યોગાશ્રમનાં અલગ-અલગ ઝાડ નીચે બેસીને એકાંતમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ વધુ અભ્યાસ માટે અમદાવાદ ગયા હતા.

પોતાની સફળતાનાં શ્રેયમાં પરિવાર, મિત્રોનો ફાળો :

રામચંદ્ર વચ્છાની (Ramchandra Vachhani) પોતાની સફળતામાં સૌથી મોટો ફાળો તેમના સ્વ. માતા-પિતા, પરિવાર, મિત્રો અને અંબાજીનાં સાધુ-સંતોનો હોવાનો માને છે. રોજ સવારે કોર્ટ જતા પહેલા તેઓ પોતાનાં માતા-પિતાની તસવીરને હાથ જોડીને અને ભગવાનની ભક્તિ કરીને જવાનો તેમનો નિત્યક્રમ છે.

આ પણ વાંચો - Gandhinagar : રાજ્યનાં 4 IAS અધિકારીની કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ, જુઓ લિસ્ટ

અંબાજી આવે ત્યારે મિત્રો અને ગામનાં બાળકોને ખાસ મળે :

જજ બન્યા બાદ અવારનવાર તેઓ અંબાજી આવતા હોય છે. ત્યારે તેઓ તેમના મિત્રોને અને ગામનાં બાળકોને ખાસ મળે છે અને કહે છે કે, 'તમે પણ ભણો અને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચો અને અંબાજીનું નામ રોશન કરો. કોઈને કંઈપણ માહિતી જોઈતી હોય તો મારી સલાહ લો.'

'અંબાજીનાં બાળકો ભણીગણીને ગામ-પરિવારનું નામ રોશન કરે'

અંબાજીનાં પનોતા પુત્ર અને ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચેલા જજ રામચંદ્ર વચ્છાની (Ramchandra Vachhani) કહે છે કે, 'અંબાજીનાં ઘણા યુવાઓ અલગ-અલગ ફિલ્ડમાં ભણીગણીને ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચે અને પોતાનાં માતા-પિતા અને પોતાનાં ગામનું નામ રોશન કરે. અંબાજી જે દાંતા તાલુકામાં આવે છે તે તાલુકાની ગણના સમગ્ર ગુજરાતનાં પછાત તાલુકા તરીકે થાય છે. આ તાલુકામાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું છે અને ઘણા બાળકો ધોરણ 10-12 પછી ભણવાનું છોડી દેતા હોય છે, ત્યારે આવનારા સમયમાં બાળકો અને યુવાઓ ખૂબ જ ભણી-ગણીને આગળ વધે અને પોતાનાં તાલુકાનું અને અંબાજીનું નામ રોશન કરે.'

આ પણ વાંચો - Big Breaking : આવતીકાલ યોજાનાર 'ઓપરેશન શિલ્ડ' Mock Drill મોકૂફ રખાઈ

હાઇકોર્ટ જજ બનીને આવતા રામચંદ્ર વચ્છાનીનું સ્વાગત કરાયું

અંબાજીનાં પનોતા પુત્ર સામાન્ય વકીલથી હાઇકોર્ટ જજ સુધી પહોંચતા સમગ્ર અંબાજીનાં (Ambaji) લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી. અંબાજી ખાતે રામચંદ્ર વચ્છાની જજ બનીને પોતાનાં ઘરે આવતા મોટી સંખ્યામાં લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. અંબાજીનાં તેમના મિત્રો, પરિવારજનો, પરશુરામ પરિવાર અને અલગ-અલગ સમાજ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.

તેમની સાથે ભણેલા મિત્ર રાજુ પંચાલે જણાવી મુલાકાતની વાત

'હું ભૈરવજી મંદિરની પાછળની બાજું ઊભેલો હતો. રસ્તો ક્રોસ કરવો હતો પણ ત્યાંથી કોઈ VIP ની ગાડી નીકળવાની હતી માટે ટ્રાફિક રોકી રાખ્યું હતું, ત્યાં VIP ગાડી આવી પણ મારા બાજુમાં આવતા ગાડી ધીમી પડી. હું ગાડીમાં જોતો હતો કોણ VIP છે ને ત્યાતો ગાડીનો કાચ ખુલ્યોને ગાડીમાંથી અવાજ આવ્યો રાજુભાઈ પંચાલ.. મેં જોયું તો આપણો પરમ મિત્ર રામ.. હું નજીક ગયોને બન્ને ખૂબ ખુશ થયા ઘણા વર્ષો પછી એક બીજાને જોયા. રામે મારો ચેહરો યાદ રાખ્યો મારા માટે બહું મોટી વાત હતી, પછી તેને સાથે જમવાનું આમંત્રણ આપ્યું. મેં બીજા મિત્રોને પણ ફોન કર્યો. દેવેન્દ્ર અગ્રવાલ, દેવો ભાટિયા, હરીશ પંચાલ, ભરત લખવારા બધા ભેગા થઈને મળવા આવ્યા. રામે અમને ખૂબ પ્રેમથી આવકાર્યા. આટલી મોટી પદવી છતાં સંપૂર્ણ મિત્ર ભાવ રામ પાસેથી જાણ્યું. ત્યારબાદ અમે મિત્રો ઘણા કલાક સુધી બેઠાને સાથે ભોજન કર્યું છે.

અહેવાલ : શક્તિસિંહ રાજપુત, અંબાજી

આ પણ વાંચો - Kajal Maheriya : કાજલ મહેરિયા હવે ચૂંટણી મેદાને! લોકગાયિકાએ માંગી ટિકિટ

Tags :
Advertisement

.

×