Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતના બિલ્ડરે યુવતીને લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

અહેવાલ---રાહિયા સાલેહ, સુરત પરપ્રાંતિય યુવતી બની દુષ્કર્મનો ભોગ સુરતના બિલ્ડરે યુવતી ને લગ્ન લાલચ આપી દુષ્કર્મ કર્યું  બિલ્ડર મિલન વિરાણી વિરૂદ્ધ ૨૪ વર્ષીય યુવતી એ સતત પાંચ વર્ષ સુધી વિવિધ જગ્યાઓએ લઈ જઈ તેનું યૌનશોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી પોતાના...
સુરતના બિલ્ડરે યુવતીને લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ
Advertisement
અહેવાલ---રાહિયા સાલેહ, સુરત
પરપ્રાંતિય યુવતી બની દુષ્કર્મનો ભોગ
સુરતના બિલ્ડરે યુવતી ને લગ્ન લાલચ આપી દુષ્કર્મ કર્યું 
બિલ્ડર મિલન વિરાણી વિરૂદ્ધ ૨૪ વર્ષીય યુવતી એ સતત પાંચ વર્ષ સુધી વિવિધ જગ્યાઓએ લઈ જઈ તેનું યૌનશોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી
પોતાના વિરૂદ્ધની ફરિયાદ થઈ હોવાની જાણ થતાં મિલન ફરાર 
સુરત શહેરના ઉધના વિસ્તાર ખાતે રહેતી યુવતીને વરાછામાં રહેતા અને વેસુમાં ઓફિસ ધરાવતા બિલ્ડર સાથે સબંધ રાખવું ભારે પડ્યું છે. બિલ્ડર યુવતીને માર મારતા મામલો વેસુ પોલીસ મથકે પહોંચ્યો હતો. વરાછા વિસ્તારનો બિલ્ડર યુવતીને લગ્નની લાલચ આપી પાંચ વર્ષ  સુધી તેની સાથે સંબંધ રાખ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.
બિલ્ડર મિલન વિરાણી સામે વેસુ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ
સુરતના પ્રખ્યાત બિલ્ડર મિલન વિરાણી સામે વેસુ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. સુરત શહેરના વેસુ વિસ્તાર ખાતે SNS અરિસ્તામાં ઓફિસ ધરાવતા વરાછાના બિલ્ડર મિલન વિરાણીએ ૨૪ વર્ષીય યુવતીનું સતત પાંચ વર્ષ સુધી વિવિધ જગ્યાઓએ લઈ જઈ તેનું યૌનશોષણ કરી તેને અનેક વાર ફટકારી હોવાનું યુવતીએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
લગ્નની વાત કરે ત્યારે બિલ્ડર તેને માર મારતો
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ ઉધનામાં રહેતી યુવતી સાથે બિલ્ડરે ઈન્સ્ટાગ્રામથી મિત્રતા કેળવી સંબંધો વિક્સાવ્યા હતાં. ત્યાર બાદ તેને વિવિધ સ્થળો ઉપરાંત પોતાની ઓફિસ લઈ જઈ વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બિલ્ડરે યુવતીને લગ્નની લાલચ આપી હતી. જો કે પાંચ વર્ષથી સતત પિંખાતી યુવતી જ્યારે પણ લગ્નની વાત કરે ત્યારે બિલ્ડર તેને માર મારતો હોવાનું યુવતીએ પોલીસને જણાવ્યું હતું,
ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો હતો
પરપ્રાંતિય યુવતીનો ૪૭ વર્ષીય મિલન હસમુખ વિરાની સાથે પાંચ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો હતો.ત્યાર બાદ બંને સારા મિત્રો બન્યા, બાદમાં મિલને યુવતીને લગ્નની લાલચ આપી તેને સાચો પ્રેમ કરી તેની સાથે જીવન જીવવા માંગુ છું કહી પાંચ વર્ષ સુધી તેની સાથે શારિરીક શોષણ કર્યું હતું.  પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ મિલન કોઈ વાર તેને લોન્ગ ડ્રાઈવ ઉપર લઇ જતો તો ક્યારે કોઇ સ્થળે ફરવા લઈ જતો અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધતો એટલુ જ નહિ યુવતીના ઇનકાર કરવા છતાં બિલ્ડરે તેને પોતાની ઓફિસ લઈ જઈ બળજબરી પૂર્વકશરીર સબંધ બાંધતો હતો. વારંવાર દુષ્કર્મ થી કંટાળેલી યુવતીએ લગ્નનું પુછતા મિલન તેને માર મારતો હતો.
ફરિયાદ નોંધાતા મિલન ફરાર
પાંચ વર્ષથી પોતાના પર થયેલા અત્યાચારથી ત્રસ્ત થઈ યુવતીએ હિંમત દાખવી રવિવારે ની મોડી રાતે પોતાની બહેન સાથે વેસુ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ બાદ પોલીસે આરોપી મિલન શોધખોળ હાથ ધરી છે. હાલ મિલન પોલીસ થી બચવા ફરાર થઈ ગયો હોવાની પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
Tags :
Advertisement

.

×