સરસ્વતી નદીના જળથી આદિવાસી લોકોએ કોટેશ્વર મહાદેવને પાણીમાં ડુબાડ્યા
અહેવાલ--શકિતસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો અંબાજી શક્તિપીઠમાં મા અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. અંબાજી શક્તિપીઠ થી સાત કિલોમીટર...
01:06 PM Sep 04, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ--શકિતસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો અંબાજી શક્તિપીઠમાં મા અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. અંબાજી શક્તિપીઠ થી સાત કિલોમીટર દૂર પહાડોમાં કોટેશ્વર મહાદેવ નો પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે.આ મંદિર પાસે હજારો વર્ષોથી સરસ્વતી નદી નીકળે છે અને આ નદીના જળથી મા અંબાના મંદિરમાં પૂજા વિધિ થાય છે અને કોટેશ્વર મહાદેવ ખાતે પણ પૂજા માટે આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. કોટેશ્વર આસપાસ અરવલ્લી પર્વતમાળામાં આદિવાસી પરિવાર મોટી સંખ્યામાં વસવાટ કરે છે. હાલમાં છેલ્લા એક મહિનાથી વરસાદના આવતા આદિવાસી પરિવાર કોટેશ્વર ખાતે એકઠા થઈને વર્ષો જૂની પરંપરા નિભાવી હતી અને આ કારણે મેઘરાજા વરસાદ આપે છે તેવું તેમનું માનવું છે.
સરસ્વતી નદીના જળથી મહાદેવને ડુબાડવામાં આવ્યા
સરસ્વતી નદીના કિનારે આદિવાસી પરિવાર પહાડમાં વર્ષોથી વસવાટ કરે છે.કોટેશ્વર ગામ પહાડોમાં આવેલું મહાદેવના મંદિર તરીકે જાણીતું છે. આ નદીનું પાણી આદી અનાદિકાળથી ચાલી આવે છે. કોટેશ્વર ખાતે વાલ્મિકી ઋષિનો આશ્રમ પણ આવેલો છે. હાલમાં શ્રાવણ માસ ચાલે છે અને મોટી સંખ્યામાં શિવ ભક્તો મહાદેવના દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે કોટેશ્વર આસપાસ વસવાટ કરતા આદિવાસી લોકો વરસાદના આવતા અને ખેતી ન બગડે તે માટે મહાદેવને ખુશ કરવા માટે કોટેશ્વર ખાતે આજે સવારે એકઠા થયા હતા અને સરસ્વતી નદીના જળથી મહાદેવને ડુબાડવામાં આવ્યા હતા. આવું કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને મેઘરાજા મહેરબાન થાય છે તેવું તેમનું માનવું છે.
સરસ્વતી નદી કુંડમાં નહાવાનું વિશેષ મહત્વ છે
અંબાજી નજીક આવેલા કોટેશ્વર મહાદેવ ખાતે સરસ્વતી કુંડ આવેલા છે, અહીંના પાણીથી સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. કોટેશ્વર મહાદેવના પૂજારી વિષ્ણુભાઈ એ જણાવ્યુ હતું કે અગિયારસ, અમાવસ અને બીજા આવતા ધાર્મિક તહેવારોના દિવસે અહીંના સ્નાનું વિશેષ મહત્વ છે. આ નદીનું પાણી બગડતું નથી.
Next Article