Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji : અમૂલના માર્કા હેઠળ નકલી ઘી પેક્ કરીને વાપરવાથી અમૂલની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું હીન કૃત્ય 

અંબાજીમાં ભાદરવી પૂનમના  મેળા દરમિયાન પ્રસાદી બનાવનાર મે. મોહિની કેટરર્સની તપાસ કરતા રૂ. ૮ લાખની કિંમતનો ૨૮૨૦ કિ.ગ્રા ભેળસેળયુક્ત ઘીનો જથ્થો તા.૨૮મી સપ્ટેમ્બરના રોજ જપ્ત કરાયો છે. આ બાબતે જીસીએમએમએફ દ્વારા જણાવાયું છે કે મોહિની કેટરર્સ દ્વારા અમૂલના માર્કા હેઠળ...
ambaji   અમૂલના માર્કા હેઠળ નકલી ઘી પેક્ કરીને વાપરવાથી અમૂલની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું હીન કૃત્ય 
Advertisement
અંબાજીમાં ભાદરવી પૂનમના  મેળા દરમિયાન પ્રસાદી બનાવનાર મે. મોહિની કેટરર્સની તપાસ કરતા રૂ. ૮ લાખની કિંમતનો ૨૮૨૦ કિ.ગ્રા ભેળસેળયુક્ત ઘીનો જથ્થો તા.૨૮મી સપ્ટેમ્બરના રોજ જપ્ત કરાયો છે. આ બાબતે જીસીએમએમએફ દ્વારા જણાવાયું છે કે મોહિની કેટરર્સ દ્વારા અમૂલના માર્કા હેઠળ નકલી ઘી પેક્ કરીને વાપરવાથી અમૂલની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું હીન કૃત્ય કરવામાં આવ્યું છે
 અમૂલની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું હીન કૃત્ય
જીસીએમએમએફ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે  અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવા માટે ઉતરતી કક્ષાના ઘીનો પુરવઠો પૂરો પડાતો હોવા અંગેના અહેવાલો અમારા ધ્યાનમાં આવ્યાં છે. આ ગંભીર બાબત અંગે હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ નિમ્ન કક્ષાના ઘીનો પુરવઠો મોહિની કેટરર્સ દ્વારા પૂરો પાડવામાં આવતો હતો. મોહિની કેટરર્સ દ્વારા મંદિરના ટ્રસ્ટને પૂરા પાડવામાં આવતા 15 કિલોના ઘીના ડબ્બા પર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન (સાબર ડેરી)ના બનાવટી લેબલ લગાવાયા હતાં. ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ ડબ્બાઓ ઉપર છાપવામાં આવેલ બેચ નંબર, ડબ્બાઓના સ્પેસિફિકેશન, ડબ્બાઓ ઉપર ચોટાડવામાં આવતા લેબલ અમૂલ ફેડરેશન દ્વારા નક્કી કરવામાં આવતા ધારા ધોરણો મુજબ નથી. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈને એ સાબિત થાય છે કે મોહિની કેટરર્સ દ્વારા અમૂલના માર્કા હેઠળ નકલી ઘી પેક્ કરીને વાપરવાથી અમૂલની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું હીન કૃત્ય કરવામાં આવેલ છે.
અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વધુમાં જણાવાયું છે કે  અમે આપને જણાવવા માંગીએ છીએ કે સાબર ડેરીએ 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી પોલીસ સ્ટેશનમાં, મોહિની કેટરર્સ અને અન્ય અજાણ્યા શખ્સો સામે હલકી ગુણવત્તાવાળા ઘીના પુરવઠો પૂરો પાડવા તથા તેને અમૂલ ઘી તરીકે ખોટી રીતે રજૂ  કરવાના મામલે એફઆઈઆર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી દીધી છે.
બજારમાં મળતું અમૂલ ઘી અસલી તથા ઉચ્ચ ગુણવત્તા વાળું જ છે
અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે મંદિરને ઉતરતી ગુણવત્તાયુક્ત ઘીનો પુરવઠો પાડવાના મામલે જીસીએમએમએફની કોઈ પણ પ્રકારે સંડોવણી નથી. આ બાબતે અમૂલ ફેડરેશનના એમડી  જયેન મહેતાએ જણાવ્યું હતું કે અમૂલનો કોઈ પણ સંધ આવા પ્રકારના કાર્યમાં સામેલ નથી તથા બજારમાં મળતું અમૂલ ઘી અસલી તથા ઉચ્ચ ગુણવત્તા વાળું જ છે.
Tags :
Advertisement

.

×