Valsad : પારડીની ખાતે આવેલ કંપનીમાં થયેલ લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો, બિહારથી એકની ધરપકડ
- પારડીની પી.ડી.લાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં લાખો રૂપિયાની ચોરી
- 6.36 લાખના પ્રમોશનલ QR કોડ ટોકનોની ચોરીનો બનાવ બન્યો
- પોલીસે સ્થળ પર પહોંચી કંપનીમાં લાગેલા CCTV ચેક કર્યા
- CCTVના આધારે પોલીસે બે આરોપીઓ પૈકી એકની ધરપકડ કરી
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરીયાગાઆ આવેલી જાણીતી પી.ડી.લાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં નામની એક મોટી કંપની માં લાખો રૂપિયાની ચોરી થયા ચકચાર મચી ગઇ હતી..10 દિવસ અગાઉ કંપનીની પ્રોડક્શન ઓફિસમાંથી 4,219 વેચાણ ના અંદાજે 6.36 લાખ રૂપિયા ની કિંમત ના પ્રમોશનલ QR કોડ એમ્બેડેડ ટોકનો ની ચોરીનો બનાવ બન્યો હતો . ચુસ્ત સિક્યુરિટી ધરાવતી આ મોટી કંપનીમાં ચોરી ની જાણ થતાં જ કંપની માં દોડધામ મચી ગઈ હતી. અને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
લાખોની ચોરી થઈ હોવાથી આ મામલે કંપનીના યુનિટ હેડે પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. .લાખો ની ચોરી ની ફરિયાદ દાખલ થતા જ પોલીસે મામલા ને ગંભીરતા થી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ ની ટીમે સ્થળ પર પહોંચી કંપનીમાં લાગેલા CCTV કેમેરા ચેક કર્યા હતા..અને પ્રાથમિક તપાસમાં જ બે વ્યક્તિઓ ચોરી કરી જતાં નજરે પડ્યા હતા. અતિ સીસીટી ફૂટેજ ના આધારે પોલીસે તપાસ કરતાં ગણતરીના સમયમાં જ ચોરીમાં સામેલ બે આરોપીઓ પૈકી એક આરોપી ક્રિષ્ના કુમાર શાહની ની વતન બિહારમાંથી જ ધરપકડ કરી તેને દબોચી પારડી લાવવામાં આવ્યો હતો ..અને ચોરીમાં સામેલ અન્ય એક આરોપીને પણ ઝડપવા પ્રયાસો હાથ ધર્યા હતા..
પીડીલાઈટ કંપનીમાં ચોરીની ઘટનામાં સામેલ ધરપકડ કરાયેલા આરોપીની પોલીસે આગવી ડબે પૂછપરછ કરતા ચોંકાવનારી હકિકત બહાર આવી હતી કે.. આરોપી કૃષ્ણકુમાર શાહની અને તેનો સહ આરોપી બંને આ કંપનીમાં ચોરી કરી તેના બે દિવસ અગાઉ જ કામે લાગ્યા હતા. જોકે કંપનીમાં કામ પર હાજર થવાના પ્રથમ દિવસે જ તેઓએ આ કંપનીમાં હાથ ફેરો કર્યો અને લાખોની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. પરંતુ આ કંપની માં કામદારોને રાખવા પહેલા કોન્ટ્રાક્ટરે બંને ના આધાર કાર્ડ લીધા હતા.આથી ચોરી કરી ફરાર થયા બાદ પોલીસે આરોપી ઓ ના આધારકાર્ડ ના આધારે કામદારના બિહારના અડ્રેસ પર પારડી પોલીસ તાબડતોબ રવાના થઈ હતી.
આ પણ વાંચોઃ Ahmedabad: AMTSની બસમાં વિદ્યાર્થીઓ અને વિધવા મહિલાઓને મળશે રાહત
અને ત્યાંથી જ ક્રીષ્નકુમાર વિનોદ શાહની ને તેના ઘરેથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે અન્ય એક આરોપી હજી ફરાર છે. પારડી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત બહાર આવી કે કંપનીમાં નોકરી લાગ્યાના પ્રથમ દિવસે જ લાખોની ચોરી કરનાર આ બંને આરોપીઓ સંબંધે સાળા બનેવી છે. બનેવી પોલીસ ના હાથે ઝડપાઇ ગયો છે જ્યારે સાળો હજી ફરાર છે.
આ પણ વાંચોઃ Rajkot : કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાનું નિવેદન, સરકારના પદાધિકારીઓ પર પ્રહારો કર્યા