Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જે લોકો બહેનોનું સિંદૂર ભૂસવાની કોશિશ કરશે તેઓ ભૂંસાઈ જશે - PM Modi

વડાપ્રધાન મોદી (PM Modi) 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. દાહોદમાં વડાપ્રધાને આતંકવાદીઓને ચેતવણી આપી છે. વાંચો વિગતવાર
જે લોકો બહેનોનું સિંદૂર ભૂસવાની કોશિશ કરશે તેઓ ભૂંસાઈ જશે   pm modi
Advertisement
  • દાહોદમાં PM Modi ભવ્ય સ્વાગત કરાયું
  • CM Bhupendra Patel એ વડાપ્રધાનને બિરસા મુંડાની પ્રતિમા ભેટ આપી
  • વડાપ્રધાનને ઓપરેશન સિંદૂરની ફોટો ફ્રેમ ભેટ અપાઈ

PM Modi : ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 2 દિવસીય પોતાના હોમસ્ટેટના પ્રવાસે છે. તેમણે વડોદરામાં ભવ્ય રોડ શોમાં ભાગ લીધો હતો. આ રોડ શોમાં સિંદૂર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને આવકારવા મોટી સંખ્યામાં મેદની ઉમટી પડી હતી. જેમાં કર્નલ સોફિયા (Colonel Sophia)ના પરિવારજનો સાથે પણ વડાપ્રધાને મુલાકાત કરી હતી. આ રોડ-શો બાદ હવે વડાપ્રધાન દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. દાહોદમાં વડાપ્રધાન 24000 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવાના છે.

બિરસા મુંડાની પ્રતિમા ભેટ અપાઈ

દાહોદમાં PM Modi નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. દાહોદમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત મહાનુભાવો ઉપસ્થિત છે. વડાપ્રધાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડા (Birsa Munda) ની પ્રતિમા ભેટ આપીને ભાવભીનું સ્વાગત કર્યુ છે. સભાસ્થળે મોટી સંખ્યામાં મહાનુભાવો અને નાગરિકો એકત્ર થયા છે. તેમણે એક અવાજે વડાપ્રધાનને આવકાર્યા છે. સ્ટેજ પર વડાપ્રધાનની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનિ વૈષ્ણવ (Ashwini Vaishnaw) પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીનું દાહોદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. દાહોદમાં સભા સ્થળે વડાપ્રધાન મોદીને ઓપરેશન સિંદૂરની ફોટો ફ્રેમ ભેટ અપાઈ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ    PM Modi in Gujarat : લોકોમોટિવ એન્જિન પર લખાશે મેઈડ ઈન દાહોદ, 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું નિર્માણ

વિરોધીઓ પર આકરા વાકપ્રહાર

વડાપ્રધાન મોદીએ દાહોદ ખાતે પોતાના સંબોધનમાં કહ્યું કે, મેં આજના દિવસે જ વર્ષ 2014માં વડાપ્રધાન પદના શપથ લીધા હતા. આજે 2024માં તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. મને દેશવાસીઓએ ભરપૂર આશીર્વાદ આપ્યા છે. મેં રાત દિવસ દેશની સેવા કરી છે. 2014 પછી દેશ દસકાઓ જૂની બેડીઓમાંથી બહાર આવ્યો છે. વર્ષ 2014 પછી દેશે જે નિર્ણયો લીધા છે તે અકલ્પનીય છે. દેશ દરેક સેક્ટરમાં આગળ વધી રહ્યો છે. દેશ આજે નિરાશાના અંધકારમાંથી વિશ્વાસના અજવાળામાં તિરંગો ફરકાવી રહ્યો છે. વડાપ્રધાને આ પ્રસંગે વિરોધીઓ પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર આપણી ભાવનાઓની અભિવ્યક્તિ છે. આતંકના આકાઓને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે મોદીનો મુકાબલો કરવો કેટલું અઘરુ છે. પહલગામ આતંકી હુમલાની તસવીરો જોઈએ છીએ ત્યારે લોહી ઉકળી ઉઠે છે. આતંકીઓએ 140 કરોડ ભારતીયોને પડકાર ફેંક્યો હતો. મેં પણ તે જ કર્યુ જેની દેશવાસીઓએ મને પ્રધાનસેવક તરીકે જવાબદારી સોંપી હતી. આપણાં બહાદુર જવાનોએ જે પરાક્રમ કરી બતાવ્યું તે દુનિયાએ દાયકાઓથી જોયું નહોતું. ભારતીય જવાનોએ સીમા પારના 9 આતંકી અડ્ડાઓને શોધી લીધા અને 6 તારીખે રાત્રે માત્ર 22 મિનિટમાં તેને માટીમાં ભેળવી દીધા.

આ પણ વાંચોઃ  VADODARA : ભવ્ય રોડ શો બાદ PM નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું, 'Thank You Vadodara!'

Tags :
Advertisement

.

×