સાબરકાંઠાના ઈડરમાં એક સાથે ત્રણ બાળકનો જન્મ.!
અહેવાલ---હસમુખ પટેલ, સાબરકાંઠા ઈડરની સિવિલ હોસ્પિટલમાં વડાલીના ડોભાડા ગામની મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો.સંતાનોમાં બે દીકરી અને એક દીકરાનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.સાથોસાથ ડોક્ટરોએ સફળતાપૂર્વક પ્રસુતી કરાવી માતા અને ત્રણેય બાળકો સ્વસ્થ હોવાનું જણાવ્યું...
Advertisement
અહેવાલ---હસમુખ પટેલ, સાબરકાંઠા
ઈડરની સિવિલ હોસ્પિટલમાં વડાલીના ડોભાડા ગામની મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો.સંતાનોમાં બે દીકરી અને એક દીકરાનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.સાથોસાથ ડોક્ટરોએ સફળતાપૂર્વક પ્રસુતી કરાવી માતા અને ત્રણેય બાળકો સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.
ઈડરની સિવિલમાં થયો ત્રણ બાળકોનો જન્મ
વડાલી તાલુકાના ડોભાડા ગામના કપિલાબેન ચેનવાને ઘરે ત્રણ બાળકોનો જન્મ થયો છે જેમાં બે દીકરી અને એક દીકરો છે.કપિલાબેન ના પતિ સુરેશભાઈ નું કહેવું છે કે,કપિલાબેનને રવિવાર રાત્રે 2:00 વાગ્યે જ પ્રસવપીડા ઉપડી હતી.જે બાદ તેમને ઈડરની લાલોડા ગામ પાસે આવેલી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સોમવાર બપોરે 12 વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલના મુખ્ય ગાયનેક જુહીબેન પટેલ અને તેમની સાથે બાળ રોગ ચિકિત્સક પાર્થ પંચાલ અને તેમની ટીમે મહિલાની ડિલિવરી કરી ત્રણ બાળકોને જન્મ અપાવ્યો હતો.

એક સાથે ત્રણ બાળકોનું જન્મવું દુલર્ભ છે
ડોક્ટર જુહી પટેલના કહેવા પ્રમાણે, ત્રણમાંથી બે બાળક ઊંધા હતા અને એક બાળક સીધું હતું. આ પ્રસુતી થોડીક અટપટી હતી પરંતુ અમે અમારા અનુભવ અને નિપુણતાને આધારે મહિલાનું ઓપરેશન કરી સફળ રીતે ડિલીવરી કરાવી હતી.આ કોમ્પ્લીકેટેડ કેસ હજારોમાં એકાદ જોવા મળે છે જેમાં બેથી વધુ બાળકો એ જન્મ લીધો હોય.![]()

આર્થિક સક્ષમ ન હોવાથી સિવીલનો વિચાર આવ્યો
આ બાબતે બાળકોના પિતા સુરેશભાઈ ચેનવા કહે છે કે,તેમને પહેલાથી જ પાંચ વર્ષની એક દીકરી છે અને હવે બીજી વાર આ ડિલીવરી આવતા પોતે આર્થિક રીતે સક્ષમ ન હતા.તેથી તેમણે સિવિલ હોસ્પિટલમાં પોતાની પત્નીની પ્રસુતી કરાવવાનું નક્કી કર્યું હતું.
ડિલીવરી અગાઉ કપીલાબેનને ગર્ભાશયમાં ગાંઠ થઈ હતી
અગાઉ ચેકઅપ કરાવ્યું હતું ત્યારે પત્નીના ગર્ભાશયમાં ગાંઠ હોવાના રિપોર્ટ આવ્યા હતા. આથી તેઓ ખૂબ ચિંતામાં હતા પરંતુ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર જુહી બેન પટેલ(ગાયનેક),પાર્થ પંચાલ (બાળ રોગ ચિકિત્સક) અને અંકિત પટેલ(એનેથેસીયોલોજીસ્ટ) એ તેમના પત્નીની સફળ રીતે પ્રસુતી કરાવી તે બદલ તેઓ ડોક્ટરોના અને અન્ય સહકર્મીઓના આભારી છે. ત્રણે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમનું વજન 1.3 કિલોગ્રામ આસપાસનું છે.


