ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : ગાંધીધામ ખાતે આજથી ત્રિદિવસિય 'આર્ટ દે ફિએસ્ટા' ફેસ્ટીવલનું આયોજન

કચ્છના ગાંધીધામ ખાતે આજથી ત્રિદિવસિય 'આર્ટ દે ફિએસ્ટા' ફેસ્ટીવલનું આયોજન કરાયું છે. જેમાં દેશના 20 રાજ્યથી અલગ અલગ કળાના તજજ્ઞોનું આગમન થયું છે. આ વર્કશોપમાં વિવિધ લલિત કળાઓનું લાઈવ વર્કશોપ યોજાશે ઉપરાંત તમામ લોકો તેને નિહાળી પોતાની અદરની કળાની જાગૃત...
02:57 PM Jul 28, 2023 IST | Viral Joshi
કચ્છના ગાંધીધામ ખાતે આજથી ત્રિદિવસિય 'આર્ટ દે ફિએસ્ટા' ફેસ્ટીવલનું આયોજન કરાયું છે. જેમાં દેશના 20 રાજ્યથી અલગ અલગ કળાના તજજ્ઞોનું આગમન થયું છે. આ વર્કશોપમાં વિવિધ લલિત કળાઓનું લાઈવ વર્કશોપ યોજાશે ઉપરાંત તમામ લોકો તેને નિહાળી પોતાની અદરની કળાની જાગૃત...

કચ્છના ગાંધીધામ ખાતે આજથી ત્રિદિવસિય 'આર્ટ દે ફિએસ્ટા' ફેસ્ટીવલનું આયોજન કરાયું છે. જેમાં દેશના 20 રાજ્યથી અલગ અલગ કળાના તજજ્ઞોનું આગમન થયું છે. આ વર્કશોપમાં વિવિધ લલિત કળાઓનું લાઈવ વર્કશોપ યોજાશે ઉપરાંત તમામ લોકો તેને નિહાળી પોતાની અદરની કળાની જાગૃત કરી શકશે.

આવક અનાથઆશ્રમના વિકાસ માટે વપરાશે

ગાંધીધામ ખાતે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અનાત બાળકોના બાળ્યાશ્રમ ઉપરાંત આગામી સમયમાં બાલ્યાશ્રમની સાથે વૃદ્ધાશ્રમ બનાવવાની દિશામાં આ કદમ રાખવામાં આવ્યું છે સાથે સાથે ફાઈન આર્ટ ક્ષેત્રે કચ્છના લોકોને એક પ્લેટફોર્મ મળે અને સાથે સાથે કલાકારોને પણ તેમની કળાના કદરદાન મળે તેવું આયોજન કરાયું છે. બે દિવસીય વર્કશોપ સાથે એક દિવસીય એકઝીબીશન રખાશે અને તેવી આવકનો ઉપયોગ અનાથશ્રમના વિકાસ માટે કરાશે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કલાકારો

દેશના વિવિધ રાજયોમાંથી આવેલા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કલાકારો તેમની વિવિધ કલાઓને લાઈવ લોકોને બતાવશે સાથે રસ ધરાવતા નાના મોટાં સૌને કળા શીખવવામાં આવશે આ ઉપરાંત બે દિવસમાં તૈયાર થનાર તમામ કલાકૃતિ અનાત બાળકોના વિકાસ માટે વેચાણ કરાશે. 28 થી 30 જુલાઈ સુધી રેડીસન હોટલ આ આયોજન કરાયું છે.

વિવિધ કલાનો સમાવેશ

અનેકતામાં એકતાની મીશાલ સમા ભારત દેશના દરેક પ્રાંતમાં અલગ ભાષા, અલગ સંસ્કૃતિ અને અલગ કળાવારસો જોવા મળે છે. 'ઈન્ક્રેડેબલ ઈન્ડીયા' ના આ તમામ રંગોને એક મંચમાં સાથે લાવવાનો પ્રયાસ કચ્છમાં સૌપ્રથમ વારમા ગાંધીધામમાં કરાયો છે થવા જઈ રહ્યો છે. બપોરે 12 થી રાત્રીના 9 વાગ્યા સુધી ભારતના 20 થી વધુ શહેરોથી વિવિધ કળાના નિષ્ણાંત કલાકારો પોતાની કળાનું જીવંત નિર્માણ કરશે. જેમાં પેઈન્ટીંગ, કેરીકેચર, સ્કપ્રચર, એરાબીક કેરીગ્રાફી, ફોટોગ્રાફી, હસ્તકલા, ક્લે, પોટ્રી, સહિતના વિવિધ આર્ટનો સમાવેશ થાય છે.

ટ્રેનિક વર્કશોપ યોજાશે

30 જુલાઈના બન્ની હોલ, ક્લબ રેડીસનમાં આ તમામ નિર્માણ પામેલી કલાકૃતિઓનું પ્રદશન રખાશે. દરેક કલાકાર પાસેથી શીખવા માંગતા જીજ્ઞાસુઓ તેમની પાસેથી ટ્રેઈનીંગ પણ મેળવી શકે તે માટે અલાયદા વર્કશોપનું પણ આયોજન કરાયું છે. કળાના દરેક રંગો લોકો સુધી પહોંચે અને જનતા કલાકારો પાસેથી દરેક આયામો વિશે જાણકારી મળે તે માટે ટોર્ક શો, સંવાદ પણ યોજાશે. આ સાથે નૃત્ય, સંગીત, કવીતા પઠન, થીએટર પર્ફોમન્સ પણ યોજાશે. શહેરના દરેક નાગરિકો આ કળા ઉત્સવમાં નિઃશુલ્ક પ્રવેશ મેળવીને તેનો આનંદ ઉઠાવી શકે છે.

અહેવાલ : રાકેશ કોટવાલ, ગાંધીધામ

આ પણ વાંચો : SEMICON INDIA 2023 : ભારતે કોઈને નિરાશ નથી કર્યું, 21મી સદીના ભારતમાં તમારા માટે તકો જ તકો છે : PM MODI

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Art de FiestaGandhidhamGujarati NewsKutchKutch newsManav Seva Trust
Next Article