Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tiranga Yatra : ગાંધીનગર, સુરત અને રાજકોટમાં વિશાળ જનમેદની સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના (C.R. Patil) હસ્તે ભાગળ વિસ્તારથી તિરંગાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.
tiranga yatra   ગાંધીનગર  સુરત અને રાજકોટમાં વિશાળ જનમેદની સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
Advertisement
  1. ઓપરેશન સિંદૂર' ની (Operation Sindoor) સફળતા બાદ ઠેર ઠેર Tiranga Yatra
  2. પાટનગર ગાંધીનગર, સુરત અને રાજકોટમાં યોજાઈ તિરંગા યાત્રા
  3. ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં જોડાયા
  4. સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
  5. રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તિરંગા યાત્રામાં જોડાયા

Tiranga Yatra : 'ઓપરેશન સિંદૂર' ની (Operation Sindoor) સફળતા બાદ BJP દ્વારા ગુજરાત સહિત દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 13 થી 23 મે સુધી 10 દિવસ તિરંગા યાત્રા યોજાશે. ત્યારે આજે પાટનગર ગાંધીનગર, સુરત અને રાજકોટ સહિત વિવિધ જિલ્લાઓમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નેતા, સંસ્થા અને નાગરિકોએ ભાગ લીધો હતો.

ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં જોડાયા

પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) આજે 'ઓપરેશન સિંદૂર' ની (Operation Sindoor) સફળતાની ઉજવણીનાં ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), કલેકટર, DGP, ભાજપ પ્રમુખ આશિષ દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન (Mayor Miraben) સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વાંચો સંપૂર્ણ કાર્યક્રમ

સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

સુરતમાં (Surat) પણ આજે તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન કરાયું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના (C.R. Patil) હસ્તે ભાગળ વિસ્તારથી તિરંગાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જ્યારે, ચોક બજાર ચાર રસ્તા ખાતે યાત્રાનું સમાપન થયું હતું. આ તિરંગા યાત્રામાં શહેરી સામાજિક સંસ્થાઓ, હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્', 'ભારતીય સેના જિન્દાબાદ' નાં નાદથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. ભારતીય સેનાનો (Indian Army) હોંસલો વધારવા અને પાકિસ્તાન (Pakistan) સામે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી માટે તેમનું અભિનંદન કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરાયું.

આ પણ વાંચો - Gujarat Govt. કરશે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી, જાણી લો રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનાં કોંગ્રેસ પર પ્રહાર

રાજકોટમાં (Rajkot) પણ આજે તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં પૂર્વ મુખ્યમત્રી વિજય રુપાણી (Vijay Rupani) જોડાયા હતા. તેમની સાથે રાજકોટના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલા, વજુભાઈ વાળા (Vajubhai Vala), ધારાસભ્યો તેમ જ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ તિરંગા યાત્રાનું આયોજન રાજકોટ શહેરનાં બહુમાળી ભવન ચોક ખાતે કરાયું હતું. દરમિયાન, પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, બોમ્બ ધડાકા થયા હતા ત્યારે કોંગ્રેસ (Congress) ક્યાં હતી ? મુંબઈમાં આતંકવાદીઓ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો ત્યારે કેમ કોંગ્રેસે કોઈ જવાબ ન આપ્યો ?

આ પણ વાંચો - BZ Groups Scam : આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીઓમાં વધારો, સરકારની મોટી કાર્યવાહી!

Tags :
Advertisement

.

×