ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Himatnagar માં સાસરિયાના માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાધો, 6 સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

Himatnagar ના મોતીપુરા દિવાળીબાગ સોસાયટીમાં સાસરિયાના  માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
11:46 PM Aug 29, 2025 IST | Mustak Malek
Himatnagar ના મોતીપુરા દિવાળીબાગ સોસાયટીમાં સાસરિયાના  માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
Himatnagar......

હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોતીપુરા જીઆઈડીસીની દિવાળીબાગ સોસાયટીમાં એક મહિલાને અવારનવાર ઘરકામ બાબતે ઝઘડા કરી તને જમવાનું બનાવતા આવડતુ નથી તેમ વારંવાર શારિરીક અને માનસિક ત્રાસ આપી મરી જવા સુધીની દુષ્પ્રેરણા આપતા આ મહિલાએ કંટાળીને ત્રણ દિવસ અગાઉ પોતાની જાતે ગળાફાંસો ખાઈ મોતને વ્હાલુ કરી દીધું હતુ. ત્યારબાદ મૃતકના પિતાએ છ જણા વિરૂધ્ધ શુક્રવારે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Himatnagar માં સાસરિયાઓના ત્રાસથી કંટાળીને કરી આત્મહત્યા

આ અંગે ભોલેશ્વર વિસ્તારમાં આવેલ દશામા મંદિરની પાછળ રહેતા દિપકભાઈ મશરૂભાઈ ભાટએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેમની બહેન રેખાબેનના લગ્ન દિવાળીબાગ સોસાયટીમાં રહેતા હિંમતભાઈ પોપટલાલ વ્યાજ સાથે કરાયા હતા. ત્યારબાદ રેખાબેનના પતિ, સસરા પોપટભાઈ જેહાજી ભાટ, સાસુ મફીબેન ભાટ, દિયર ગોવિંદભાઈ ભાટ તથા નણંદ ભાવનાબેન અને આરતીબેન ધ્વારા રેખાબેનને અવારનવાર ઘરકામ બાબતે ઝઘડો કરવામાં આવતો હતો.એટલુ જ નહી પણ આ છ જણાએ નાની બાબતોમાં વાંક કાઢી રેખાબેનને મારઝુડ કરવામાં આવતી હતી. તથા રેખાબેન સીલાઈના સંચા પર બેસે તો તેણીના સાસુ તથા નણંદો આ સંચો અમારો છે, તેમજ ઘર પણ અમારૂ છે તેમ કહી ઘરેથી નીકળી જવા મહેણા ટોણા મારી શારિરીક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

Himatnagar માં મહિલા આત્મહત્યા કેસમાં 6 સામે નોંધાઇ ફરિયાદ 

જેથી સાસરીયાઓનો આ ત્રાસ સહન થતાં રેખાબેન ગત તા. ર૬ ઓગસ્ટની રાત્રે ઘરમાં ગળાફાંસો ખાઈને મોતને વ્હાલુ કરી દીધું હતુ જેથી દિપકભાઈ ભાટએ છ જણા વિરૂધ્ધ ગુરૂવારે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

 

આ પણ વાંચો:   અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ હોસ્ટ કરવા ગુજરાતની મોટી પહેલ : Harsh Sanghvi ની આગેવાનીમાં લંડનમાં પ્રપોઝલ સબમિટ

Tags :
Gujarat Crime NewsGujarat FirstHimatnagarHimatnagar NewsHimmatnagar PoliceWoman Suicide
Next Article