Gujarat News Today : આજે 28 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today : રાજ્યમાં આગામી સમયમાં વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની વરણી કરવાની પ્રક્રિયા તેજ બની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના બે દિવસીય ગુજરાત પ્રવાસની સાથે જ વાપી, ભાવનગર, રાજકોટ, આણંદ અને સુરેન્દ્રનગર સહિતની મનપામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટેના નામો જાહેર થવાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ભાજપની રણનીતિ અને સ્થાનિક રાજકીય સમીકરણો વચ્ચે આજે વિવિધ મહાનગરપાલિકાઓમાં સત્તાના નવા સુકાનીઓની નિમણૂક કરવામાં આવશે.
Gujarat News Today : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના (Union Home Minister Amit Shah) ગુજરાત પ્રવાસની સાથે જ રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદમાં તેમના કાર્યક્રમોની સાથે રાજ્યની મહત્વપૂર્ણ મહાનગરપાલિકાઓમાં વહીવટી અને રાજકીય નિમણૂકોનો દોર શરૂ થશે.
મુખ્ય મહાનગરપાલિકામાં નિમણૂકોની વિગત
વાપી મહાનગરપાલિકા (Vapi Municipal Corporation): અહીં મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના (Standing Committee) ચેરમેનની મહત્વપૂર્ણ નિમણૂકો કરવામાં આવશે.
ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation): નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી આવતીકાલે કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation): રાજકોટમાં ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવશે.
આણંદ મહાનગરપાલિકા (Anand Municipal Corporation): કરમસદ સ્થિત સભાગૃહ ખાતે અઢી વર્ષની મુદત માટે મેયર, ડેપ્યુટી મેયર અને ૧૨ કાઉન્સિલરોને સ્થાયી સમિતિના સભ્ય બનાવવા અંગેની કાર્યવાહી હાથ ધરાશે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation): ભાજપની ભવ્ય જીત બાદ મનપાની પ્રથમ સામાન્ય સભા પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે યોજાશે, જે રાજકીય રીતે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
આ પણ વાંચો : Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ


