Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મારા એકાઉન્ટમાં કરોડો માતા-બહેનોનાં આશીર્વાદ છે : PM મોદી

PM મોદીએ કહ્યું કે, 'દેશની માતા-બહેનોને મહિલા દિવસની શુભકામનાઓ.
મારા એકાઉન્ટમાં કરોડો માતા બહેનોનાં આશીર્વાદ છે   pm મોદી
Advertisement
  1. આજે PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
  2. નવસારી પહોંચ્યા પીએમ મોદી, લખપતિ દીદી કાર્યક્રમમાં આપી હાજરી
  3. દેશની માતા-બહેનોને મહિલા દિવસની શુભકામનાઓ : PM મોદી
  4. શાસ્ત્રમાં નારીને નારાયણી કહેવાય છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે સુરત (Surat) અને સેલવાસમાં (Silvassa) કાર્યક્રમ યોજ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી (PM Modi in Navsari) ખાતે યોજાયેલ લખપતિ દીદી કાર્યક્રમમાં પહોંચ્યા છે. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ (CR Patil) પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આજે 'મહિલા દિવસ' નિમિત્તે પીએમ મોદીએ 41 હજાર લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું સન્માન કર્યું છે. PM મોદીએ કહ્યું કે, 'દેશની માતા-બહેનોને મહિલા દિવસની શુભકામનાઓ. હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું. કારણ કે મારા એકાઉન્ટમાં કરોડો માતા-બહેનોનાં આશીર્વાદ છે.'

આ પણ વાંચો - Gandhinagar : આજથી બે દિવસ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે

Advertisement

Advertisement

આજનો દિવસ મહિલાઓને સમર્પિત છે : પીએમ મોદી

નવસારી ખાતે યોજાયેલ 'લખપતિ દીદી' કાર્યક્રમમાં (Lakshpati Didi) PM મોદીએ કહ્યું કે, 'થોડા દિવસ પહેલા મહાકુંભમાં (Mahakumbh-2025) મા ગંગાનાં આશીર્વાદ મળ્યા હતા. ત્યારે આજે માતૃશક્તિનાં મહાકુંભમાં માતા-બહેનોનાં આશીર્વાદ મળ્યા છે. આજે મહિલા દિવસ છે, દેશની માતા-બહેનોને મહિલા દિવસની (International Women's Day) શુભકામનાઓ... આજનો દિવસ મહિલાઓને સમર્પિત છે. હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું, કારણ કે મારા એકાઉન્ટમાં કરોડો માતા-બહેનોનાં આશીર્વાદ છે.'

આ પણ વાંચો - PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો તેમનું આજનું શિડ્યુલ

'આજે 'ગુજરાત સફલ' અને 'ગુજરાત મૈત્રી' બે યોજનાનો શુભારંભ થયો'

પીએમ મોદીએ આગળ કહ્યું કે, આજે 'ગુજરાત સફલ' અને 'ગુજરાત મૈત્રી' આ બે યોજનાઓનો શુભારંભ પણ થયો છે. અનેક યોજનાઓનાં રૂપિયા સીધા મહિલાઓનાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આજનો દિવસ અમારી માટે મહિલાઓથી પ્રેરણા મેળવવાનો છે. શાસ્ત્રમાં નારીને નારાયણી કહેવાય છે. વિકસિત ભારત બનાવવા મહિલાઓનો સહયોગ પણ જરૂરી છે.' પીએમ મોદીએ આગળ કહ્યું કે, 'મહિલાઓને સન્માન અને સુવિધા આપવી એ અમારી સરકારીની પ્રાથમિકતા છે. અમારી સરકારે ઘરે ઘરે શૌચાલય બનાવીને મહિલાઓને સન્માન આપ્યું છે. કરોડો મહિલાઓને બેંકિંગ વ્યવસ્થા સાથે પણ જોડી છે.'

આ કાર્યક્રમની સુરક્ષા-વ્યવસ્થા પણ મહિલાઓનાં હાથમાં છે : પીએમ મોદી

વડાપ્રધાને (PM Modi in Navsari) કહ્યું કે, 'ત્રણ તલાકની વિરૂદ્ધમાં કાયદો લાવ્યા, જેથી મુસ્લિમ બહેનોનું જીવન તબાહ થતા બચાવી શકાય. કાશ્મીરની મહિલાઓ પહેલા અન્ય રાજ્યમાં લગ્ન નહોતી કરી શકતી પરંતુ, 370 હટ્યા બાદ હવે તેમને તે અધિકાર પણ મળ્યો છે.' પીએમ મોદીએ આગળ કહ્યું કે,' વર્ષ 2019 માં પહેલીવાર સંસદમાં 78 મહિલા સાંસદ ચૂંટાઇને આવી હતી. ન્યાયપાલિકામાં પણ મહિલાઓની ભાગીદારી વધી છે. જ્યારે આ કાર્યક્રમની સુરક્ષા-વ્યવસ્થા પણ મહિલાઓનાં હાથમાં છે.'

'નમો ડ્રોન દીદી યોજનાથી દેશમાં નવી ક્રાંતિ આવી છે'

પીએમ મોદીએ કહ્યું કે,'વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ થશે જ અને આ સંકલ્પમાં નારીશક્તિનો મોટો હાથ હશે. લિજ્જત પાપડ એક મહિલાએ શરૂ કરી હતી. આજે લિજ્જત પાપડનું કરોડોનું ટર્નઓવર છે.' વડાપ્રધાને કહ્યું કે,'હાલ 15.5 કરોડ ઘરોમાં પાઇપલાઇનથી પાણી પહોંચાડ્યું. પાણી સમિતિ મોડલથી પાણીનાં સંકટને દૂર કરાયું. સી.આ.પાટીલની (CR Patil) આગેવાનીમાં અભિયાન શરૂ થયું છે.' PM મોદીએ (PM Narendra Modi) આગળ કહ્યું કે,'નમો ડ્રોન દીદી યોજનાથી દેશમાં નવી ક્રાંતિ આવી છે. નાગરિકોને 20 લાખ સુધીની વગર ગેરંટીએ લોન અપાઇ છે.'

આ પણ વાંચો - PM Modi in Surat : ગરીબનાં ઘરમાં ચૂલો સળગતો રહે તે માટે અમારી સરકાર કટિબદ્ધ : PM મોદી

Tags :
Advertisement

.

×