ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 6751 કરોડની જોગવાઇ, રિન્યુએબલ એનર્જી સૌથી સુરક્ષીત

રિન્યુએબલ ઊર્જામાં નવીનતા, સમાવેશીતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપીને ઊર્જાની જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે.
03:40 PM Feb 20, 2025 IST | KRUTARTH JOSHI
રિન્યુએબલ ઊર્જામાં નવીનતા, સમાવેશીતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપીને ઊર્જાની જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે.
6751 careore

ગાંધીનગર : રિન્યુએબલ ઊર્જામાં નવીનતા, સમાવેશીતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપીને ઊર્જાની જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. પી.એમ. સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત ૪૦%ના યોગદાન સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે.

ગ્લોબલ રિઇનવેસ્ટ સમિટ

ગ્લોબલ RE ઇન્‍વેસ્ટ સમિટ-2024 માં રાજ્યને રિન્યુએબલ પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા બદલ અલગ અલગ કેટેગરીમાં હાઇએસ્ટ અચિવર સ્ટેટ તરીકેનો પુરસ્કાર મળેલ છે. જે સાબિત કરે છે કે ગુજરાતે પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹2175 કરોડની જોગવાઇ કરી છે.

આ પણ વાંચો : વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3140 કરોડની જોગવાઇ, ઇકોસેન્સિટિવ ઝોનનો ખાસ ખ્યાલ રખાયો

આદિજાતી વિસ્તારોનું જોડાણ થશે

આદિજાતિ તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹987 કરોડની જોગવાઇ છે. સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના હેઠળ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹132 કરોડ અને નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે ₹250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે ₹૯૩૬ કરોડની જોગવાઇ.

આદિવાસી વિસ્તારોમાં સબ સ્ટેશન સ્થપાશે

આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે ₹160 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ ₹ 245 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ પૂરા પાડવા માટે ₹103 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સરકારી કર્મચારીઓ લાલીયાવાડી નહીં ચાલે, કાગળ પર હાજર સાહેબોને 10.30 એ પહોંચવું જ પડશે

દરિયાકાંઠાના વિસ્તારોને જોડવામાં આવશે

દરિયાકાંઠાના વિસ્તારોમાં આપત્તિ પ્રતિરોધક વીજ માળખું ઊભું કરવા ₹100 કરોડની જોગવાઇ છે. હયાત ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે ₹100 કરોડની જોગવાઇ છે. ગુજરાતમાં એનર્જી સ્ટોરેજ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે ₹100 કરોડની જોગવાઇ છે. રસ્તાઓના વિસ્તૃતિકરણ અથવા રસ્તાઓ પર અડચણરૂપ હયાત ટ્રાન્સમિશન લાઇન અને સંલગ્ન વીજ માળખાનું શિફટીંગ/રિપ્લેસમેન્ટ કરવા માટે ₹95 કરોડની જોગવાઇ છે.

વીજળીની સલામતી માટે જાગૃતિ ફેલાવાશે

વીજળીની સલામતી અંગે જાગૃતિ ફેલાવવા, ગ્રીન એનર્જી ડેટા સેન્ટરના વિકાસ, એનર્જી ટ્રાન્ઝિશન અને ગ્રીન જોબ્સ માટે ક્ષમતા વિકાસ, પાયલટ પ્રોજેક્ટ, શક્યતા અધ્યયન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ₹26 કરોડની જોગવાઇ છે.

આ પણ વાંચો : ગુજરાતવાસીઓ ગરમીથી શેકાવા રહેજો તૈયાર! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ગુજરાતમાં ગ્રીન ફીડર્સ પાયલોટ પ્રોજેક્ટ

ગુજરાતમાં ગ્રીન ફીડર્સ પાયલટ પ્રોજેક્ટ માટે, ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સ્થાપવા અર્થે અનુકૂળ સ્થળો માટે પ્રાથમિક પરીક્ષણ હાથ ધરવા, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન માટે કોમન ટ્રાન્સમિશન કોરીડોર તથા બાયો-ફ્યુઅલ ઉદ્યોગના વિકાસ માટે ₹4 કરોડની જોગવાઇ છે.

Tags :
Energy and Petrochemicals DepartmentGujarat Budget 2025Gujarat FirstGUJARAT FIRST NEWSRenewable EnergyTotal provision of ₹6751 crore for Energy and Petrochemicals Department
Next Article