Triple Accident : અમદાવાદ-મહેસાણા હાઈવે પર ટ્રિપલ અકસ્માત, એકનું મોત, 4 ઘવાયા
- અમદાવાદ-મહેસાણા હાઈવે પર અકસ્માતમાં એકનું મોત (Triple Accident)
- ઉમાનગર નજીક ટ્રિપલ અકસ્માતનો બનાવ બન્યો
- ટ્રક, કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં કારમાં સવાર એકનું ઘટનાસ્થળે મોત
- 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા
Triple Accident : અમદાવાદ-મહેસાણા હાઈવે (Ahmedabad-Mehesana Highway) પર ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. ઉમાનગર નજીક ટ્રક, કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એકનું મોત નીપજ્યું છે. જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : પેસેન્જરના સ્વાંગમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગના મુખ્ય આરોપી સહિત એક મહિલાની ધરપકડ
અકસ્માતમાં કારમાં સવાર એકનું ઘટનાસ્થળે મોત
પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદ-મહેસાણા હાઇવે પર ત્રિપલ અકસ્માતની (Triple Accident) ગોઝારી ઘટના બની છે. હાઇવે પર એક ટ્રક, કાર અને પિકઅપ ડાલા એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર 1 વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે, 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે હાઇવે પર લોકોની ભીડ ભેગી થઈ હતી. સ્થાનિક લોકોએ આ બાબતે પોલીસને જાણ કરી હતી અને ઇજાગ્રસ્તોની મદદે આવ્યા હતા.
આ પણ વાંચો -GUJARAT કેડરના IAS અધિકારી વિક્રાંત પાંડે બન્યા CMO પ્રિન્સિપલ સેક્રેટરી
અકસ્માતમાં કારનાં ફુરચેફુરચા બોલાયા
માહિતી અનુસાર, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે મૃત્યુ થયેલ વ્યક્તિનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની (traffic jam) સ્થિતિ પણ સર્જાઈ હતી. જો કે, પોલીસે લોકોની ભીડને દૂર કરી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો. અકસ્માતમાં કારનાં ફુરચેફુરચા બોલાયા છે. જ્યારે, ટ્રક પલટી મારી જતાં તેમાં રહેલ સામાન રોડ પર પથરાયો હતો.
આ પણ વાંચો -Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય