TSE-2025 : 13 નવેમ્બરે પોરબંદરનાં માધવપુર બીચ ખાતે ત્રિ-સેવા કવાયત “ત્રિશુલ” નું સમાપન
- પોરબંદરનાં માધવપુર બીચ ખાતે 13 નવેમ્બરે ત્રિ-સેવા કવાયત (TSE-2025) “ત્રિશુલ” નું સમાપન થયું
- દક્ષિણ પશ્ચિમી વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ નગેશ કપૂરે મીડિયાને સંબોધિત કર્યું
- ભારતીય નૌકાદળ દ્વારા ભારતીય ભૂમિસેના અને ભારતીય વાયુસેના સાથે મળીને સંયુક્ત રીતે આ કવાયત યોજાઈ
- સંરક્ષણ દળો વચ્ચે તાલમેલ વધારવા, ત્રણેય સેવાઓમાં મલ્ટી-ડોમેન સંકલિત ઓપરેશનલ પ્રક્રિયાઓને માન્ય કરવા પર ધ્યાન કેન્દ્રિત
Porbandar : માધવપુર ખાતે 13 નવેમ્બર 2025ના રોજ ત્રિ-સેવા કવાયત (TSE-2025) “ત્રિશૂલ”ના સમાપન પ્રસંગે યોજવામાં આવેલા એક ડેમોસ્ટ્રેશનમાં દક્ષિણ પશ્ચિમી વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ નગેશ કપૂરે મીડિયાને સંબોધિત કર્યું હતું.
નવેમ્બર 2025 ની શરૂઆતમાં મુખ્ય સેવા તરીકે ભારતીય નૌકાદળ (Indian Navy) દ્વારા ભારતીય થલસેના (Indian Army) અને ભારતીય વાયુસેના (Indian Air Force) સાથે મળીને સંયુક્ત રીતે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન્સની પાછળ કેટલાય મહિનાઓનું પ્લાનિંગ અને તૈયારીઓ હતી. આ સંવાદ પૂરો થયા પછી, એમ્ફિબિયસ ઓપરેશન્સનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણેય સેવાઓનાં ઘટકો સામેલ કરીને સંયુક્ત પ્લાનિંગ અને અમલીકરણની પરાકાષ્ઠા રજૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - TSE-2025 : Tri-Services Exercise-2025 "ત્રિશુલ" નું સફળ આયોજન
ભારતીય નૌકાદળનાં પશ્ચિમી નૌકાદળ કમાન્ડ દ્વારા TSE-2025 નું નેતૃત્વ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય ભૂમિસેનાનાં દક્ષિણ કમાન્ડ અને ભારતીય વાયુસેનાનાં (Indian Air Force) દક્ષિણ પશ્ચિમી હવાઇ કમાન્ડ મુખ્ય સહભાગી ફોર્મેશન હતા. આ કવાયતમાં રાજસ્થાન અને ગુજરાતના ખાડી (ક્રીક) અને રણ ક્ષેત્રોમાં મોટા પાયે ઓપરેશન્સ, તેમ જ ઉત્તર અરબી સમુદ્રમાં એમ્ફિબિયસ ઓપરેશન્સ સહિત વ્યાપક દરિયાઈ ઓપરેશન્સને સામેલ કરવામાં આવ્યા હતા.
આ કવાયતમાં મુખ્યરૂપે સંરક્ષણ દળો વચ્ચે તાલમેલ વધારવા પર અને ત્રણેય સેવાઓમાં (Indian Army) મલ્ટી-ડોમેન સંકલિત ઓપરેશનલ પ્રક્રિયાઓને માન્ય કરવા અને સમન્વયિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેથી સંયુક્ત પ્રભાવ-આધારિત ઓપરેશન્સ સક્ષમ કરી શકાય. GOC-ઇન-C, SC, AOC-ઇન-C, SWAC અને FOC-ઇન-C, WNC દ્વારા 13 નવેમ્બર 2025 નાં રોજ બપોરે પત્રકાર પરિષદને સંબોધિત કરવામાં આવી હતી, જેમાં તેમણે કવાયત દરમિયાન સંબંધિત સેવાઓનાં ઓપરેશન્સ વિશે પરિપ્રેક્ષ્ય આપ્યો હતો.
આ પણ વાંચો - Pedal to Plant 2025 : અરુણાચલથી ગુજરાત સુધી 'પેડલ ટુ પ્લાન્ટ 2025' અભિયાન