Ahmedabad શહેરમાં એક રાત્રે આગના બે બનાવ, બોપલમાં લાગેલી આગમાં 50 લોકો ફસાયાની આશંકા
- બે જગ્યાઓએ આગ લાગવાના બે મોટા બનાવો સામે આવ્યા
- બોપલ ખાતે ઈસ્કોન પ્લેનિયમમાં લાગી ભયાનક આગ
- ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાની જગ્યા પર પહોંચી
Ahmedabad: અમદાવાદમાં આજે બે જગ્યાઓએ આગ લાગવાના બે મોટા બનાવો સામે આવ્યા છે. બોપલ ખાતે ઈસ્કોન પ્લેનિયમમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાની જગ્યા પર પહોંચી. 22 માળની બિલ્ડીંગમાં આગ લાગતાં કેટલાક લોકો ફસાયાની આશંકા હતી. નોંધનીય છે કે, 22 માળની બિલ્ડીંગમાં આગ હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: રાજ્યના અનેક જિલ્લામાં ભૂકંપથી ધરા ધણધણી ઉઠી, પાટણથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર
ફટકડાના કારણે આગ લાગી હોવાનુ અનુમાન
આજે એક દિવસમાં બે જગ્યાએ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. એકબાજુ ઈસ્કોન પ્લેનિયમમાં આગ લાગી તો બીજી બાજું શહેરના મોટારે એએમસીના દબાણશાખાના વંડામાં પણ ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે અહી ફટકડાના કારણે આગ લાગી હોવાનુ અનુમાન થઈ રહ્યું છે. જો કે, આગના બંને બનાવમાં કોઈ જાનહાનીના સમાચાર તો મળ્યા નથી, પરંતુ નુકસાન પૂરું પોઈટ કરવા માટે તાત્કાલિક કામગીરી ચાલુ છે. આગ લાગતાની સાથે આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ અને બનાસકાંઠા સહિત પાટણમાં અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો ક્યા નોંધાયું કેન્દ્રબિંદુ?
કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી
અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જેથી લોકોએ અત્યારે રાહતનો શ્વાસ લીધો છે. જો કે, બોપલમાં લાગેલી આગમાં 50 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા હોવાનું સામે આવ્યું છે. અહીં 7 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી દીધી છે. આજુ મોટેરામાં પણ આગ વિકરાળ બની હોવાનું સામે આવ્યું છે. જો કે, અહીં પણ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો: Veraval: એક પરિવારના 9 સભ્યોની ગેંગે રાજ્યભરમાં આચર્યા 11 ગુનાઓ, આખરે પોલીસે કર્યો પર્દાફાશ અને...


