Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલ : વાવાઝોડા સામે લડવા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની બે રેસક્યુ ટીમ સ્ટેન્ડ બાય

"બિપોરજોય" વાવાઝોડાની પરિસ્થિતિનો સામનો કરવા માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગોંડલ નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા સંભવિત "બીપરજોય" વાવાઝોડા સામે લડવા માટે ઈમરજન્સી રેસ્ક્યુ ટીમ તૈયાર કરાઈ છે. આ ટીમને અત્યાધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી છે. ઈલેક્ટ્રીક...
ગોંડલ   વાવાઝોડા સામે લડવા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની બે રેસક્યુ ટીમ સ્ટેન્ડ બાય
Advertisement

"બિપોરજોય" વાવાઝોડાની પરિસ્થિતિનો સામનો કરવા માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગોંડલ નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા સંભવિત "બીપરજોય" વાવાઝોડા સામે લડવા માટે ઈમરજન્સી રેસ્ક્યુ ટીમ તૈયાર કરાઈ છે. આ ટીમને અત્યાધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી છે. ઈલેક્ટ્રીક કટર, વુડન કટર, લિફ્ટિંગ બેગ, લાઈફ જેકેટ, લાઈફ બોટ, હાઇડ્રોલિક કટર, ત્રીકમ, પાવડા, કુહાડી વગેરે સાધનોથી ટીમને સુસજ્જ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર પર સંભવિત બીપરજોય વાવાઝોડા સામે લડવા માટે તંત્ર તૈયાર થયું છે. ગોંડલ નગરપાલિકામાં પણ સંભવિત વાવાઝોડાને લઈને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગોંડલ નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની બે રેસક્યુ ટીમ તૈયાર કરવાનો નિર્ણય કરાયો છે. આજે આ બંને ટીમ વાવાઝોડા સામે લડવા માટે તૈયાર થઈ છે.

Advertisement

બંને ટીમમાં અત્યાધુનિક સાધન સામગ્રીઓ પણ ઉમેરવામાં આવી છે. આ ટીમ પાસે અતિ આધુનિક સાધનો જેવા કે ઈલેક્ટ્રીક કટર, વુડન કટર, હાઇડ્રોલિક કટર, લિફ્ટિંગ બેગ, લાઈફ જેકેટ, લાઇફ બોટ વગેરે આધુનિક સાધનો છે. તે ઉપરાંત ત્રિકમ, પાવડા, કોદાળી, કુહાડી સહિતના તોડફોડના સાધનો પણ રેસ્ક્યુ ટીમને આપવામાં આવ્યા છે.

Advertisement

સંભવિત બીપરજો વાવાઝોડાને કારણે ગોંડલ નગરપાલિકાએ તમામ ફાયર કર્મચારીઓની રજા કેન્સલ કરી છે. ફાયર કાફલાને સ્ટેન્ડબાય રહેવાની સૂચના આપવામાં આવે છે. વાવાઝોડાને લઈને ફાયરની 2 ટીમ રેસ્ક્યુમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાની, ગોંડલ

આ પણ વાંચો : વરસાદની આગાહી, 12થી 16 જૂન વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની વકી

Tags :
Advertisement

.

×