ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટના ગોંડલના વાસાવડ ગામે બે કિશોર ડૂબી જતા મોત

વેકેશનના સમયમાં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે ગોંડલ તાલુકાના વાસાવડમા વાસાવડી નદીમા આવેલી કુંભારી પાટના ઉંડા પાણીમા ગઇ કાલે બે પિતરાઈ ભાઈઓ નાહવા પડ્યા હતા  યાસીન મજીદભાઈ બાવનકાનુ અને મોહીન રજાકભાઇ કારવા બન્નેનું ડૂબી જવાથી...
02:40 PM May 22, 2023 IST | Hiren Dave
વેકેશનના સમયમાં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે ગોંડલ તાલુકાના વાસાવડમા વાસાવડી નદીમા આવેલી કુંભારી પાટના ઉંડા પાણીમા ગઇ કાલે બે પિતરાઈ ભાઈઓ નાહવા પડ્યા હતા  યાસીન મજીદભાઈ બાવનકાનુ અને મોહીન રજાકભાઇ કારવા બન્નેનું ડૂબી જવાથી...
વેકેશનના સમયમાં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે ગોંડલ તાલુકાના વાસાવડમા વાસાવડી નદીમા આવેલી કુંભારી પાટના ઉંડા પાણીમા ગઇ કાલે બે પિતરાઈ ભાઈઓ નાહવા પડ્યા હતા  યાસીન મજીદભાઈ બાવનકાનુ અને મોહીન રજાકભાઇ કારવા બન્નેનું ડૂબી જવાથી મોત નિપજ્યુ હતુ જેમાં મોહીન રજાકભાઇ કારવા નવાગઢ થી વાસાવડ તેમના મામાના ઘરે આવ્યો હતો પરંતુ આ તેનું છેલ્લુ વેકેશન સાબિત થયું હતુ.
આજે સવારે બન્ને પિતરાઇભાઇ ના મૃતદેહ મળ્યા
બન્ને તરુણો પિતરાઇ ભાઇ હતા. જેમા મોહીન પરીવાર મા એક નો એક પુત્ર હતો ગત સાંજે બન્ને ઘરે થી કહ્યા વગર ન્હાવા નીકળી ગયા હતા મોડી સાંજ સુધી પરત નહી ફરતા પરીવાર દ્વારા શોધખોળ શરુ કરાઇ હતી જે દરમ્યાન સવારે બન્નેના મૃતદેહ નદીમાથી મળી આવતા પરીવાર મા રોકકળ મચી જવા પામી હતી.
અહેવાલ -વિશ્વાસ ભોજાની, ગોંડલ 
આપણ  વાંચો-વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિક્લયુક્ત ઝેરી પાણી પીવાથી 25 થી વધુ ઊંટના મોત નિપજ્યા
Tags :
drownedGondalRAJKOTTwo teenagersVasawad village
Next Article