ઉમરેઠના ધારાસભ્ય Govindbhai Parmar નું નિધન, આણંદમાં લીધા અંતિમ શ્વાસ
- ઉમરેઠના ધારાસભ્ય Govindbhai Parmar નું નિધન!
- આણંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ
- વર્ષ 2017 અને 2022માં ઉમરેઠ બેઠક પરથી જીત્યા હતા ચૂંટણી
- ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ X પર વ્યક્ત કર્યું દુઃખ
- બે ટર્મથી વિધાનસભામાં ઉમરેઠ પંથકનું કરતા હતા પ્રતિનિધિત્વ
- પીઢ નેતાના અવસાનથી સમગ્ર આણંદ જિલ્લામાં શોકની લહેર
Govindbhai Parmar Umreth MLA Death : ગુજરાતના રાજકારણ અને આણંદ (Anand) જિલ્લા માટે આજે માઠા સમાચાર સામે આવ્યા છે. ઉમરેઠ વિધાનસભા બેઠકના (Umreth Assembly Seat) લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું (Govindbhai Parmar) ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેઓ આણંદની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર વહેતા થતા જ સમગ્ર ઉમરેઠ પંથક અને ભાજપ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Govindbhai Parmar બે ટર્મથી ઉમરેઠનું પ્રતિનિધિત્વ કરતા હતા
ગોવિંદભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીના (BJP) એક નિષ્ઠાવાન અને પાયાના કાર્યકર હતા. તેઓ અત્યાર સુધીમાં બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે સૌપ્રથમ વર્ષ 2017 માં અને ત્યારબાદ વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election) ઉમરેઠ બેઠક પરથી ભવ્ય વિજય મેળવ્યો હતો. લોકપ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા ગોવિંદભાઈએ પંથકના વિકાસ કાર્યોમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
રાજકીય નેતાઓની શ્રદ્ધાંજલિ
ગોવિંદભાઈના નિધન પર ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ (Jagdish Vishwakarma) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે, "ગોવિંદભાઈનું નિધન એ પક્ષ અને વિસ્તાર માટે મોટી ખોટ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના." સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ પણ તેમના નિધનને આણંદ જિલ્લાના રાજકારણમાં એક યુગનો અંત ગણાવ્યો
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ. 🙏
— Jagdish Vishwakarma (@iJagdishBJP) March 6, 2026
ગોવિંદભાઈ પરમારની રાજકીય સફર
રાજકીય સફરની વાત કરીએ તો, ગોવિંદ પરમાર સૌપ્રથમ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બની ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં ભાજપેએ તેમના પર ફરી ભરોસો મૂક્યો હતો, જેમાં તેમણે ઉમરેઠ બેઠક પર 95,639 મતો મેળવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. સામાન્ય પરિવારમાંથી આવતા ગોવિંદ પરમારેના નિધનથી ઉમરેઠ પંથકમાં શોકની લહેર પ્રસરી છે.
આ પણ વાંચો : Baroda Dairy Controversy: કેતન ઈનામદારે ફરી આલાપ્યો રાજીનામાનો રાગ!


