Una : જુના સિક્કા અને ચલણી નોટોથી બનેલો 25 ફૂટનો હાર ગણપતિ બાપાને કરાશે અર્પણ
- Una ના ભક્તનો 25 ફૂટનો સિક્કા-નોટોનો હાર ગણપતિ બાપાને કરાશે અર્પણ
- લાલબાગના રાજા માટે ઉનાના ભક્તનો અનોખી ભેટ
- 33 વર્ષથી ભક્તિ, આ વર્ષે ખાસ અર્પણ
- જુના સિક્કા-નોટોથી બનેલો ભવ્ય હાર ગણપતિને અર્પણ કરાશે
- નરેન્દ્રભાઈ સોરઠીયાની અનોખી ભક્તિની ઝલક
- 9 દિવસની મહેનતથી બનેલો 25 ફૂટનો હાર
Una : ઉનાના ગણેશભક્ત નરેન્દ્રભાઈ સોરઠીયાએ આ વર્ષે પોતાની ભક્તિનું અનોખું પ્રતિક રજૂ કર્યું છે. તેઓ છેલ્લા 33 વર્ષથી દર વર્ષે મુંબઈના લાલબાગના રાજાના દર્શન કરવા જતા જાય છે. પરંતુ આ વખતે નરેન્દ્રભાઈએ એક ખાસ વિચાર કર્યો કે તેઓ જે કંઈ આજે છે તે બધું ગણેશજીના આશીર્વાદથી જ છે, તેથી પોતાના સંગ્રહમાં રહેલા જૂના દેશ-વિદેશના સિક્કા અને ચલણી નોટોને બાપાને અર્પણ કરવાનું નક્કી કર્યું.
25 ફૂટનો વિશાળ હાર તૈયાર
નરેન્દ્રભાઈએ પોતાના લાંબા સમયથી ભેગા કરેલા સિક્કા અને ચલણી નોટોને લઈ 25 ફૂટની લંબાઈનો હાર તૈયાર કર્યો છે. આ હારને કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં જુદા-જુદા સમયના ચલણનો સમાવેશ છે. ખાસ વાત એ છે કે આ હારમાં શુભશકુન રૂપે 1 રૂપિયાનો સિક્કો અને 25 પૈસાનો સિક્કો પણ જોડવામાં આવ્યો છે, જેને "સવાયુ" માનવામાં આવે છે.
Una ના ભક્તની સતત 9 દિવસની મહેનત
આ હાર બનાવવામાં નરેન્દ્રભાઈએ સતત 9 દિવસ સુધી અવિરત મહેનત કરી છે. સિક્કા અને નોટોના સંગ્રહમાંથી તેને સાવધાનીપૂર્વક પસંદ કરીને એક-એક ટુકડાને યોગ્ય રીતે જોડી કલાત્મક કૃતિનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
અનોખી ભક્તિનું પ્રતિક
આ હાર ન માત્ર નરેન્દ્રભાઈના શોખનો પ્રતિબિંબ છે, પરંતુ તેમની ભક્તિનો પણ એક અનોખો દાખલો છે. દર વર્ષે તેઓ લાલબાગના રાજાના દર્શન કરવા જાય છે, પરંતુ આ વર્ષે તેઓ 25 ફૂટ લાંબો સિક્કા અને નોટોથી બનેલો હાર લઈને બાપાના ચરણોમાં અર્પણ કરશે. આ અનોખી અર્પણાથી ભક્તિની સાથે સાથે એક સંદેશ પણ મળે છે કે ભક્ત પોતાના સર્વસ્વને બાપાના ચરણોમાં સમર્પિત કરે તો તેનું જીવન સાચા અર્થમાં ધન્ય બને છે.
અહેવાલ - ભાવેશ ઠાકર
આ પણ વાંચો : નગરપાલિકાની બેદરકારી સામે MLA Kirit Patel નું સફાઈ અભિયાન