Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath: ઉનામાં કાળજું કંપાવતી ઘટના, માતાની નજર સામે સિંહ 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

ગીરસોમનાથના ઉનામાં પ્રકૃતિના ખોળે વસેલું ડમાસા ગામ આજે લોહીલુહાણ બન્યું છે. એક હિંસક વનરાજે એવી રીતે તરાપ મારી કે એક માતાએ તેની નજર સામે જ પોતાની વહાલસોયી દીકરીને ગુમાવી દીધી. અંધારામાં ગુંજેલી એ ચીસો અને એક કલાક મોડું પહોંચેલું તંત્ર હવે અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.
gir somnath  ઉનામાં કાળજું કંપાવતી ઘટના  માતાની નજર સામે સિંહ 4 વર્ષની બાળકીને ફાડી ખાધી
Advertisement
  • Gir Somnath ના ઉનામાં સિંહે 4 વર્ષની બાળકીને ફાડી ખાધી!
  • ડમાસા ગામમાં વાડીમાં માતાની નજર સામે જ સિંહ બાળકીને ઉઠાવી ગયો
  • સિંહ માસૂમને થોડે દૂર લઈ ગયો અને ક્રૂરતાપૂર્વક શિકાર બનાવ્યો
  • ઘટનાના એક કલાક બાદ વન વિભાગ પહોંચતા ગ્રામજનોમાં ભારે આક્રોશ
  • વન્યજીવના આતંકથી સમગ્ર ઉના પંથકમાં ભય અને ફફડાટનો માહોલ
  • વન વિભાગ દ્વારા સિંહને પાંજરે પૂરવા માટે ઓપરેશન હાથ ધરાયું

Gir Somnath News: ગીરના પ્રવેશદ્વાર ગણાતા ગીરસોમનાથ જિલ્લાના ઉના (Una) તાલુકાના ડમાસા (Damasa) ગામમાં એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે, જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. એક વનરાજ એટલે કે સિંહે (Lion) રાત્રિના સમયે વાડી વિસ્તારમાં સૂતેલી 4 વર્ષની માસૂમ બાળકીને પોતાની શિકાર બનાવી છે.

Gir Somnath_gujarat_first

Advertisement

માતા સામે જ બાળકીને ઉઠાવી ગયો સિંહ

ઘટનાની કરુણતા એ છે કે, જ્યારે સિંહ બાળકી પર ત્રાટક્યો ત્યારે તેની માતા ત્યાં જ હાજર હતી. માતાની નજર સામે જ સિંહ બાળકીને જડબામાં દબાવીને અંધારામાં જતો રહ્યો હતો. માતાએ બૂમરાણ મચાવી હતી, પરંતુ વનરાજ સામે લાચાર માતા કશું જ કરી શકી નહોતી. સિંહ બાળકીને વાડીમાંથી ઉઠાવી થોડે દૂર લઈ ગયો હતો, જ્યાં તેણે 4 વર્ષની આ માસૂમ જીવને ફાડી ખાધી (Killed and Mauled) હતી.

Advertisement

Gir Somnath: ઘટના બાદ ગ્રામજનોમાં વન વિભાગ સામે રોષ

આ ઘટના બાદ ગ્રામજનોમાં વન વિભાગ (Forest Department) પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ઘટનાની જાણ કર્યાના એક કલાક બાદ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. જો તંત્ર વહેલું જાગ્યું હોત, તો કદાચ બાળકીનો જીવ બચી શક્યો હોત. વન્યજીવોના વધતા જતા રહેણાંક વિસ્તારોમાં પ્રવેશને કારણે માનવ-વન્યજીવ સંઘર્ષ (Human-Wildlife Conflict) ની ઘટનાઓ સતત વધી રહી છે. હાલ વન વિભાગે સિંહને પાંજરે પૂરવા માટે તજવીજ હાથ ધરી છે, પરંતુ ડમાસા ગામમાં અત્યારે માત્ર માતમ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો; Vadodara: Savli માં માનવતા લજવાઈ, 7 વર્ષની માસૂમ બાળકી પર નરાધમે આચર્યું દુષ્કર્મ

Tags :
Advertisement

.

×