Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

K.C.Rathod: ઉનાના ધારાસભ્ય કે.સી.રાઠોડનું જાહેરમાં નિવેદન! કહ્યું, ‘ભરતી મેળો ચાલું છે...’

K.C.Rathod: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તમામ રાજકીય પાર્ટીઓ અત્યારે પ્રચાર કરવા માટે તાડમાર તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા પડી રહ્યા છે. કોંગ્રેસમાંથી ઘણા નેતાઓ અત્યારે ભાજપમાં જોડાવાની હોડ લગાવી રહ્યા છે....
k c rathod  ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડનું જાહેરમાં નિવેદન  કહ્યું  ‘ભરતી મેળો ચાલું છે   ’
Advertisement

K.C.Rathod: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તમામ રાજકીય પાર્ટીઓ અત્યારે પ્રચાર કરવા માટે તાડમાર તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા પડી રહ્યા છે. કોંગ્રેસમાંથી ઘણા નેતાઓ અત્યારે ભાજપમાં જોડાવાની હોડ લગાવી રહ્યા છે. આથીં લોકસભાની ચૂંટણીને લઈને ઉનાના ધારાસભ્ય કે.સી.રાઠોડનું જાહેરમાં નિવેદન સામે આવ્યું છે. કે.સી રાઠોડે જાહેર સભામાં આપેલું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. પોતાના નિવેદનમાં નામ લીધા વિના જ વિરોધીઓ પર કે.સી.રાઠોડના વાકબાણ સાંભળવા મળ્યા હતાં.

જનતા માટે કામ કરવાની તૈયારી રાખવી પડેશે: કે.સી.રાઠોડ

કે.સી.રાઠોડે જાહેરમાં નિવેદન આપતા કહ્યું કે, ‘ભરતી મેળો ચાલુ છે, આવવું હોય તો આવી જાજો. કાલે આવતા હો તો આજે આવી જાઓ. અમે તમને હાર પહેરાવી સ્વાગત કરી લેશું. ભાજપમાં આવવું હોય તો જનતા માટે કામ કરવાની તૈયારી રાખવી પડેશે.’ વધુમાં તેમણે કહ્યુ કે, ‘હું ખાતો પણ નથી અને કંઈ લેતો પણ નથી, તેવું કહેનારા મુકતા પણ નથી, જો "ભાજપમાં આવવું હોય તો લોકસેવા કરવી પડશે,’ આ નિવેદનમાં તેમણે નામ લીધા વગર વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું.

Advertisement

Advertisement

2024ની ચૂંટમીને લઈને ચૂંટણી પ્રચાર શરૂ

ઉલ્લેખનીય છે કે, અત્યારે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેના માટે રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસ પર શંકાના વાદળો છે. કોંગ્રેસના ઘણા નેતાઓ અત્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે. કે.સી રાઠોડે (K.C.Rathod) જાહેરમાં નિવેદન આપતા વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું કે, જો કે, જનતા માટે કામ કરવાની તૈયારી હોય તો અત્યારે ભરતી મેળો ચાલું છે. કાલે આવતા હો તો આજે આવી જાઓ. પણ અહીં (ભાજપમાં) આવવું હોય તો લોકસેવા કરવી પડશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે અમર પાલનપુરીને વલી ગુજરાતી એવોર્ડ એનાયત

Tags :
Advertisement

.

×