ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પદાધિકારીઓની બિનહરીફ વરણી

અહેવાલ - યશ ઉપાધ્યાય હિંમતનગર તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પુરી થતા બાકી રહેતી અઢી વર્ષની ટર્મ માટે પદાધિકારીઓની ચૂંટણી કરવા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ગુરૂવારે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતાની બિનહરીફ...
10:50 AM Sep 15, 2023 IST | Hardik Shah
અહેવાલ - યશ ઉપાધ્યાય હિંમતનગર તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પુરી થતા બાકી રહેતી અઢી વર્ષની ટર્મ માટે પદાધિકારીઓની ચૂંટણી કરવા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ગુરૂવારે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતાની બિનહરીફ...

અહેવાલ - યશ ઉપાધ્યાય

હિંમતનગર તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પુરી થતા બાકી રહેતી અઢી વર્ષની ટર્મ માટે પદાધિકારીઓની ચૂંટણી કરવા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ગુરૂવારે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતાની બિનહરીફ વરણી થતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ર્નિવિવાદ સંપન્ન થઈ હતી.

હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા ગુરૂવારે ચૂંટણી અધિકારી તેમજ અન્ય પદાધિકારી અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભૂમિકાબેન જયંતિભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે હિતેષકુમાર શામળભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે દિલીપસિંહ મકવાણા અને પક્ષના નેતા તરીકે દક્ષાબેન પટેલની બિનહરીફ વરણી થતા સદસ્યો સહિત ભાજપના પદાધિકારીઓએ નવનિયુકત થયેલા હોદેદારોને અભિનંદન આપ્યા હતા. ઉપરાંત વરણી પામેલા હોદ્દેદારોના મતવિસ્તારમાંથી આવી પહોંચેલા તેમના ટેકેદારો સહિત શુભચિંતકોએ નવનિયુકત પદાધિકારીઓને શુભેચ્છા સાથે અભિનંદન આપી મોં મીંઠા કરાવ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
General AssemblyGeneral Assembly of Himmatnagar Taluka PanchayatHimmatnagar Taluka Panchayatoffice bearersUncontested election
Next Article