Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod: માતૃભાષા અભિયાન અંતર્ગત દાહોદના શિક્ષક મિત્રોએ શરૂ કરી પુસ્તક પરબ

દર મહિનાના પહેલા રવિવારે યોજાય છે પુસ્તક પરબ શ્રેષ્ઠ લેખકો અને કવિઓના પુસ્તકો રાખવામાં આવ્યા યુવાનોને વાંચન તરફ લાવવા માટે અનોખો પ્રયત્ન Dahod: આજના આધુનિક યુગમાં ઈન્ટરનેટના માધ્યમથી જ દરેક વસ્તુ જ્ઞાન મેળવવામાં આવે છે. વાંચવાનું હોય કે કોઈ...
dahod  માતૃભાષા અભિયાન અંતર્ગત દાહોદના શિક્ષક મિત્રોએ શરૂ કરી પુસ્તક પરબ
  1. દર મહિનાના પહેલા રવિવારે યોજાય છે પુસ્તક પરબ
  2. શ્રેષ્ઠ લેખકો અને કવિઓના પુસ્તકો રાખવામાં આવ્યા
  3. યુવાનોને વાંચન તરફ લાવવા માટે અનોખો પ્રયત્ન

Dahod: આજના આધુનિક યુગમાં ઈન્ટરનેટના માધ્યમથી જ દરેક વસ્તુ જ્ઞાન મેળવવામાં આવે છે. વાંચવાનું હોય કે કોઈ જાણકારી દરેક બાબતે મોબાઈલનો ઉપયોગ વધુને વધુ જોવા મળે છે. વાંચન લેખન કાર્ય ક્યાંકને ક્યાંક લુપ્ત થતું જોવા મળી રહ્યું છે. આ સાથે જ અંગ્રેજી માધ્યમનો વ્યાપ પણ વધુને વધુ વિસ્તરતો જોવા મળી રહ્યો છે. દરેક વસ્તુ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.

Advertisement

આ પણ વાંચો: Panchmahal: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા! ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો બોગસ ડૉક્ટર

દર મહિનાના પહેલા રવિવારે પુસ્તક પરબ

આજની પેઢીમાં માતૃભાષાનુ અસ્તિત્ત્વ ટકેલું રહે મહાન લેખકો દ્વારા લખાયેલા લેખ, નવલકથા, સહિતના પુસ્તકોનું લોકો સિંચન કરે અને પુસ્તકો પ્રત્યેની રુચિ વધે તેવા ઉમદા વિચાર સાથે દાહોદ (Dahod)ના સરકારી શાળાના છ શિક્ષકો - શિક્ષિકાઓએ ભેગા મળી અમદાવાદની માતૃભાષા અભિયાન અંતર્ગત ચાલી રહેલી સંસ્થાના સહયોગથી દાહોદ (Dahod)માં ગોવર્ધનાથજીની હવેલી પાસે દર મહિનાના પહેલા રવિવારે પુસ્તક પરબ શરૂ કરવામાં આવી છે. હાલ આશરે અલગ અલગ 200 જેટલા પુસ્તકો રાખવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Panchmahal: ડાળી કાપવાના વાંકે યુવકને તાલિબાની સજા આપી મોત ઘાટ ઉતાર્યો

લોકોમાં જાગૃતિ લાવવા માટે થઈ રહ્યો છે પ્રયત્ન

લોકો અહીંથી મનપસંદ પુસ્તક લઈ જઈ શકે અને બીજા મહિને જમાં કરાવી જાય છે કોઈને પુસ્તકો દાન કરવા હોય તો પણ મૂકી શકે છે. લોકોમાં જાગૃતિ આવે અને પુસ્તકો પ્રત્યે રુચિ વધે તે માટે પુસ્તક પરબ શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ રજાના દિવસે કામગીરીથી અળગા રહીં પારિવારિક કે સામજિક કામને પ્રાધાન્ય આપતા હોય છે. પરંતુ આ શિક્ષકોના ગ્રુપ દ્વારા પોતાના રજાના દિવસનો ઉપયોગ આ રીતે કરી નવી પહેલ શરૂ કરી છે જેને લોકોએ આવકારી છે અને પુસ્તક પરબ નો લાભ સ્થાનિકો લઈ રહ્યા છે.

Advertisement

અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો: Gujarat Rains Update: હવામાન વિભાગે આપી આગાહી, રાજ્યમાં વરસાદને લઈને આપ્યું રેડ એલર્ટ

Tags :
Advertisement

.