ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના હસ્તે 188 લોકોને અપાઈ ભારતીય નાગરિકતા, જાણો CAA અંગે ગૃહમંત્રીએ શું કહ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 188 લોકોને અપાઈ ભારતીય નાગરિકતા પાટણ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને વડોદરામાં વસતા નાગરિકોને અપાઈ નાગરિકતા દેશનું વિભાજન ધર્મના નામે ન થવું જોઇએ - ગૃહમંત્રી Amit Shah કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે અમદાવાદમાં છે.અમદાવાદમાં ગૃહમંત્રીએ...
02:28 PM Aug 18, 2024 IST | Harsh Bhatt
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 188 લોકોને અપાઈ ભારતીય નાગરિકતા પાટણ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને વડોદરામાં વસતા નાગરિકોને અપાઈ નાગરિકતા દેશનું વિભાજન ધર્મના નામે ન થવું જોઇએ - ગૃહમંત્રી Amit Shah કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે અમદાવાદમાં છે.અમદાવાદમાં ગૃહમંત્રીએ...

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે અમદાવાદમાં છે.અમદાવાદમાં ગૃહમંત્રીએ શહેરના વિકાસના વિકાસને વેગ આપવા માટે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના હસ્તે 188 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. CAA અંતર્ગત આ તમામ લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. પાટણ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને વડોદરામાં વસતા નાગરિકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહએ CAA અંગે ઘણી વાત લોકો સમક્ષ પણ રાખી હતી. ચાલો જાણીએ Amit Shah એ સમગ્ર બાબત અંગે શું કહ્યું

દેશનું વિભાજન ધર્મના નામે ન થવું જોઇએ - ગૃહમંત્રી Amit Shah

ગૃહમંત્રીએ CAA અંગે વાત કરતા કહ્યું કે આજનો દિવસ ભાવુક ક્ષણ છે.CAA દેશમાં વસતા લોકોને અધિકાર આપવાનો કાર્યક્રમ છે, 1947 થી 2014 સુધી દેશની શરણમાં આવ્યા તેમને ન્યાય મળ્યો નથી. પરંતુ 2014 બાદ પાડોશી દેશમાં વસતા હિન્દુ લોકોને ન્યાય મળી રહ્યો છે. ઇન્ડી એલાયન્સની નીતિએ તેમને કોઈ દિવસ ન્યાય નથી આપ્યો.વધુમાં તેમણે કહ્યું હતું કે - દેશનું વિભાજન ધર્મના નામે ન થવું જોઇએ.ભારતની આઝાદી વખતના સમયમાં ધર્મના નામે વિભાજન કરવામાં આવ્યું હતું.આ વિભાજન વખતે અનેક લોકો વિરોધ કર્યો હતો અને ભારતના કરોડો લોકો આ ઘટના ભૂલી નહિ શકે.

2014 બાદ જે યાત્રા શરૂ થઈ તે દેશના લોકોએ જીવનભર યાદ રાખશે - ગૃહમંત્રી Amit Shah

વધુમાં ગૃહમંત્રી અમિત શાહએ પાકિસ્તાનમાં વસતા અલ્પસંખ્યકો વિશે વાત કરતાં કહ્યું હતું કે - હિન્દુ,બૌદ્ધ,જૈન લોકોએ પાકિસ્તાનમાં રહેતા લોકોએ ખુબ સહન કરી રહ્યા હતા.કોંગ્રેસના તમામ નેતાઓ વચન આપ્યું હતું પાડોશી દેશમાંથી આવતા હિન્દુને ભારતીય નાગરિકત્વ આપવાની વાત કરી હતી.કોંગ્રેસ ચૂંટણી નજીક આવે ત્યારે તે ભૂલી જતા હતા,જો આ લોકોને ભારતીય નાગરિકત્વ આપશું તો કોંગ્રેસની વોટ બેન્ક જતી રહેશે. 2014 બાદ જે યાત્રા શરૂ થઈ તે દેશના લોકોએ જીવનભર યાદ રાખશે. 2014 માં જે વચન આપ્યું હતું CAA લાવશું ,આપેલું વચન પૂરું કરી હિન્દુને નાગરિકત્વ આપવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં 2019 ના સમયને યાદ કરતા કહ્યું હતું કે - CAA 2019માં લાવવામાં આવ્યું હતું અને તે વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ મુસ્લિમ વિરોધી કાનૂન માનવામાં આવતું હતું.2019 માં CAA કાનૂન લાવી હવે પાડોશી દેશના ભારતીય લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : વડોદરાથી STATUE OF UNITY ને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે, CM એ આપી 382 કરોડ રુપિયાની મંજૂરી

Tags :
AhmedabadAmit ShahBangladeshCAAcitizenshipGujaratGujarat FirstHindu nationHome MinisterPakistan
Next Article