Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં પ્રમુખ સ્વામી મહારાજને કર્યા યાદ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’
- ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ માં અમિત શાહને ખાસ સંબોધન
- અમિત શાહે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીને પણ અનેક વાતોને વાગોળી
Ahmedabad: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજાયો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કાર્યક્રમમાં અનેક મહાનુભવોએ હાજરી આપી હતી. ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ કાર્યક્રમમાં પીએમ મોદીએ પણ વર્ચ્યઅલ હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધિત પણ કર્યો હતો.
BAPS स्वामीनारायण संस्था भारतीय संस्कृति के प्रचार-प्रसार में अद्वितीय योगदान दे रहा है। अहमदाबाद में BAPS के 'कार्यकर सुवर्ण महोत्सव' से लाइव...
અમદાવાદ ખાતે BAPS ના 'કાર્યકર સુવર્ણ જયંતિ મહોત્સવ' કાર્યક્રમથી લાઈવ... https://t.co/4uOwXtfgyL
— Amit Shah (@AmitShah) December 7, 2024
સૌને પ્રણામ કરીને અમિત શાહે સંબોધિનની શરૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં સૌને પ્રણામ કરીને પોતાનાં સંબોધિનની શરૂઆત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, આજે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 103 મી જન્મ જયંતી છે. પૂજ્ય મહંત સ્વામીજી, પૂજ્ય ડૉ. સ્વામી, કોઠારી સ્વામીજી, વિવેક સ્વામીજી અને બ્રહ્મ વિહારી સ્વામીજી અને 01 લાખથી વધુ કાર્યકરોને જય શ્રી રામ.’ આ કાર્યક્રમને લઈને વધુમાં કહ્યું કે, આ પહેલા પણ અહીં એક સ્ટેડિયમ હતું,નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનતું હતું ત્યારે પણ હું આવ્યો હતો અને બની ગયું ત્યારે પણ હું આવ્યો હતો. અહીં અનેક મેચોમાં હાર અને જીતને મેં જોઈએ છે. પરંતુ આજનો આ કાર્યક્રમ મણિકંચન યોગ છે અને પ્રમુખ સ્વામી મહારાજની 103 મી જયંતિ છે, અને કાર્યકર્તાઓને સૂવર્ણ મહોત્સવ છે. અહીં ના તો જય છે ના પરાજય છે.પ્રમુખ સ્વામીના આશીર્વાદથી વિજય જ વિજય છે.’
Addressing the Karyakar Suvarna Mahotsav being held in Ahmedabad. https://t.co/RDEcw84NRi
— Narendra Modi (@narendramodi) December 7, 2024
આ પણ વાંચો: ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વડાપ્રધાન મોદીએ કર્યું વર્ચ્યુઅલ સંબોધન, BAPS મંદિરો અને સંતોના કર્યા ખુબ વખાણ
પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીને પણ અનેક વાતોને વાગોળી
નોંધનીય છે કે, BAPS સંસ્થાના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુબ જ વખાણ કર્યાં હતાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીને પણ અનેક વાતોને વાગોળી હતી. એટલું જ નહીં પરંતુ તેમણે કરેલા સેવાના કાર્યોને પણ આ ક્ષણે યાદ કર્યાં હતાં. તેમણે કહ્યું કે, જ્યારે પણ કોઈ સમસ્યા આવી છે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો ફોન આવ્યો છે અને સેવાના કાર્ય માટે આગળ આવ્યાં છે.
આ પણ વાંચો: BAPS SUVARNA MAHOTSAV:આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભક્તિમય બનશે
અમિત શાહે પ્રમુખ સ્વામી મહારાજના કર્યા ભરપૂર વખાણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે. આ સંપ્રદાયએ અલગ પ્રકાર ભક્તિની સાથે સમાજ સેવાનું પણ બીડું ઉપાડ્યું છે. હું તમારી સામે સ્વીકારું છું જ્યારે જ્યારે મારે વિકટ પરિસ્થિતિ આવે મને પ્રમુખ સ્વામી માર્ગદર્શન આપતા રહ્યાં છે. અમિત શાહે કહ્યું કે, જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ‘ભગવાન બધુ બરોબર કરશે, ચિંતા ના કરતો’. નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં અમિત શાહે પ્રમુખ સ્વામી મહારાજ અને BAPS સંસ્થાના ભરપૂર વખાણ કર્યાં હતા.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં વિવિધ વિકાસ કાર્યોનો કર્યો શિલાન્યાસ