કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ AMC સંચાલિત શાળાની વિદ્યાર્થીનીનું સ્વપ્ન કરશે સાકાર
- કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દિકરીનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરશે
- પ્રગતિ ચૌહાણે ગૃહમંત્રી સમક્ષ સંગીત શીખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી
- દિકરીના માતા-પિતા સિવણ કામ કરતા હોવાથી તેઓને પરવડે તેમ નથી
Union Home Minister Amit Shah : તાજેતરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા (Union Home Minister Amit Shah). તે દરમિયાન તેઓ અમદાવાદમાં આયોજીત આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલની મુલાકાતે ગયા હતા. જેમાં સંગીતમાં ઇનામ જીતનાર પ્રગતિ ચૌહાણે હાર્મોનિયમ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. દિકરીના માતા-પિતા સિલાઇ કામ કરતા હોવાથી દિકરીની ઇચ્છા પુરી કરી શકે તેમ નથી, હવે આ દિકરીનું સ્વપ્ન કેન્દ્રય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાકાર કરવા જઇ રહ્યા છે. ટેલેન્ટેડ દિકરી પ્રગતિ ચૌહાણ સિંગર બનવા માટે હાલ 3 - 4 કલાક રીયાઝ કરી રહી છે.
દિકરીની ધગશ જોઇને મદદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળામાં 11 વર્ષની પ્રગતિ ચૌહાણ અભ્યાસ કરી રહી છે. તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં પ્રગતિ ચૌહાણ સંગીતમાં ઇનામ જીતી હતી. દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ (Union Home Minister Amit Shah) પણ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં પુસ્તકો નિહાળવા માટે પહોંચ્યા હતા. જ્યાં દિકરીએ અમિતભાઇ શાહ સમક્ષ હાર્મોનિયમ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. દિકરીની ધગશ જોઇને અમિતભાઇ શાહે તેની મદદ કરવાનું નક્કી કર્યું છે.
માસિક રૂ. 20 હજારની જરૂરત પડે તેમ છે
પ્રગતિ ચૌહાણના માતા-પિતા સિલાઇ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. બીજી તરફ પ્રગતિને હાર્મોનિયમ અને સંગીત શીખવા માટે માસિક રૂ. 20 હજારની જરૂરત પડે તેમ છે. જે તેના માતા-પિતાને પરવડી શકે તેમ નથી. ટેલેન્ટેડ દિકરીનું સ્વપ્ન પુરૂ કરવા માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ (Union Home Minister Amit Shah) આગળ આવ્યા છે. હવે દિકરી આસાનીથી તેનું સ્વપ્ન પૂર્ણ કરી શકશે.
આ પણ વાંચો ------ બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ વિકાસ નિમાર ઉર્ફે મિસ્ટીને CBI એ ઝડપ્યો, મિસ્ટીએ અમદાવાદને ગઢ બનાવ્યો હતો