Amitbhai Shah : કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે નવનિર્મિત બગીચા, યોગ સ્ટુડિયો, રેલવે ઓવરબ્રિજ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) ગાંધીનગરની મુલાકાતે
- અમિતભાઈના હસ્તે ગાંધીનગરને વિવિધ વિકાસકાર્યોની ભેટ
- સેક્ટર 22 ખાતે નવનિર્મિત બગીચા-યોગ સ્ટુડિયોનું લોકાર્પણ
- સેક્ટર 27 ખાતે નવનિર્મિત બગીચાનું લોકાર્પણ
- સેક્ટર 24 પાસે નવીન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ
Amitbhai Shah in Gujarat : આજે ગાંધીનગર (Gandhinagar) સંસદીય ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમ જ સહકારમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Gandhinagar Municipal Corporation) દ્વારા નવનિર્મિત બગીચાઓ, યોગ સ્ટુડિયો, રેલવે ઓવરબ્રિજ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવીનીકરણ બાદ લોકર્પિત થયેલા સેક્ટર-22 અને સેક્ટર-27 ના ઉદ્યાનોમાં જનતા યોગ, વ્યાયામ અને વોક દ્વારા શારીરિક અને માનસિક સુખ અનુભવી શકશે. ઉદ્યાનનાં નવલીકરણથી શહેરની સુંદરતા અને હરિયાળી વધશે.
આ પણ વાંચો - Arth Summit 2025: સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અર્થ સમિટ 2025 નું સમાપન સમારોહ યોજાયો
1.31 કરોડના ખર્ચે નિર્મિત યોગ સ્ટુડિયોમાં લોકર, ચેન્જિંગ રૂમ, યોગ હોલ જેવી સુવિધા
આ ઉપરાંત સેક્ટર 22 માં રૂપિયા 1.31 કરોડના ખર્ચે નિર્માણ થયેલ યોગ સ્ટુડિયોમાં લોકર, ચેન્જિંગ રૂમ, 50 વ્યક્તિ ક્ષમતા ધરાવતો યોગ હોલ (Yoga Hall), શૌચાલય, ટેરેસ કૂલર સિસ્ટમ, કંપાઉન્ડ વોલ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યોગ સ્ટુડિયોના (Yoga Studios,) માધ્યમથી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિકાસ, યોગ દ્વારા તણાવમુક્ત જીવનશૈલી, યોગ, પ્રાણાયામ જેવી જીવનદાયી પ્રવૃત્તિઓ માટે લોકોમાં જાગૃતિ આવશે. આસપાસના વડીલોને નજીકમાં જ યોગ કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો -Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ
Amitbhai Shah, રૂ. 2.7 કરોડના ખર્ચે સ્પોર્ટસ અરેના પણ વિકસિત કરવામાં આવ્યું
ઉપરાંત ખ-છ સર્કલ પાસે રેલવે લાઈન ઓવરબ્રિજ નીચે રૂ. 2.7 કરોડના ખર્ચે સ્પોર્ટસ અરેના પણ વિકસિત કરવામાં આવ્યું છે, જેમાં આઉટડોર રમતો–પિકલ બૉલ, બાસ્કેટબૉલ, વોલિબૉલ અને ઇન્ડોર રમતો–ટેબલ ટેનિસ, શતરંજ, કેરમ, બોર્ડ ગેમ્સની સુવિધા વિકસાવવામાં આવી છે. ઉપરાંત રૂ. 58.17 કરોડના ખર્ચે લોકાર્પણ કરેલ ગાંધીનગર–કોલવડા B.G. રેલવે લાઇન LC-11C, રોડ નં. 6–ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજ ગાંધીનગર, કલોલ, કોલવડ, સાંધેજા, ઢાબોલ, માણસા–મહેસાણા હાઈવે અને GIDC જેવા વિસ્તારોને જોડે છે. આ રેલવે ઓવરબ્રિજને પરિણામે લેવલ ક્રોસિંગ પરનો સમય અને ભીડ ઘટાડશે, યાત્રા સમય ઘટાડશે, ઇંધણ બચાવશે, અકસ્માત જોખમમાં ઘટાડો થશે.
આ પણ વાંચો - Amit Shah Gujarat Visit: અમિતભાઈ શાહ ગુજરાતને આપશે વિકાસકાર્યોની મોટી ભેટ