Dr. Mansukh Mandaviya : કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા ગુજરાતનાં ત્રિદિવસીય પ્રવાસે
Ahmedabad : કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા (Dr. Mansukh Mandaviya) આગામી 4 જૂનથી 6 જૂન 2026 દરમિયાન ગુજરાતનાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે રાજ્યનાં પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ અને ભાવનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
'વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026' માં ઉપસ્થિત રહેશે Dr. Mansukh Mandaviya
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા (Dr. Mansukhbhai Mandaviya) તેમના પ્રવાસના પ્રથમ દિવસે, 4 જૂનના રોજ અમદાવાદ પહોંચશે. તેઓ અમદાવાદનાં એકા એરેના (Eka Arena) ક્લબ ખાતે પ્રથમ વખત આયોજિત થનાર 'વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026' ના ભવ્ય શુભારંભ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
Correct Answer: C. Ahmedabad, Gujarat
The first-ever World Yogasana Championship 2026 will… https://t.co/FmQKDl5Tez— MyGovIndia (@mygovindia) May 8, 2026
ભાવનગરમાં વિકાસકાર્યોની સમીક્ષા, ખાતમુહૂર્ત અને વિવિધ બેઠકોમાં લેશે ભાગ
ત્યારબાદ 5 જૂનનાં રોજ ડૉ. માંડવિયા ભાવનગર (Bhavnagar) જિલ્લાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ભાવનગર શહેર મહાનગર કાર્યાલય ખાતે અગત્યની બેઠક કરશે. આ જ દિવસે તેઓ પાલીતાણાનાં હણોલ ખાતે આયોજિત ચૂંટાયેલા પ્રતિનિધિઓનાં સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને રાત્રિનાં સમયે હણોલ ગ્રામ વિકાસ સમિતિની બેઠકમાં પણ ભાગ લેશે.
પ્રવાસનાં અંતિમ દિવસે, 6 ઠ્ઠી જૂનનાં રોજ મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોની મુલાકાત લેશે, જેમાં વાળુકડ હોસ્પિટલ અને સંસ્થાની મુલાકાત તેમ જ પાલીતાણા નગરપાલિકા ખાતેની મુલાકાતનો સમાવેશ થાય છે. આ સાથે તેઓ મોટી પાણીયાળી સંસ્થા અને શેત્રુંજય ડેમ સંસ્થાની મુલાકાત પણ લેશે. મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા વાણીયાવીડી ખાતે ઠાકરદુવારોનાં દર્શન કર્યા બાદ જુનાપાદર મુકામે આયોજિત મોડેલ સ્કૂલ-જેસરનું ખાતમુહૂર્ત કરશે.
આ પણ વાંચો - World Bicycle Day : સાયકલ-માત્ર વાહન નહીં, આજના યુગની અનિવાર્ય જરૂરિયાત


