Dahod News: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દાહોદની મુલાકાતે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના કામની કરી સમીક્ષા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાહોદમાં દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. લીમખેડા અને હાથિયાવાન ખાતે સ્થળ મુલાકાત બાદ, તેમણે કામમાં વિલંબ બદલ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ઠપકો આપ્યો હતો. મંત્રીએ નિર્ધારિત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર અને NHAI ને કડક સૂચનાઓ આપીને કામગીરીમાં ગતિ લાવવા આદેશ કર્યો છે.
Advertisement
Union Minister Nitin Gadkari Dahod visit: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આજે દાહોદ જિલ્લામાં મહત્વની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યંત મહત્વાકાંક્ષી 'દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' ના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરવાનો હતો.

