ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભરૂચના સિંધવાઇ મંદિરે દશેરાએ દેવું ઉતારવા લોકો દ્વારા અનોખી પૂજા, વાંચો અહેવાલ

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા ભરૂચમાં સૈકાઓથી સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા પ્રમાણે દૂર દૂરથી લોકો પોતે ઋણ મુક્ત થવા દોડી આવી આંગણામાં રહેલા સમી વૃક્ષની નખથી છાલ ઉતારી માતાજીને અર્પણ કરે છે.અને ચુંદડીમાં...
05:24 PM Oct 24, 2023 IST | Maitri makwana
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા ભરૂચમાં સૈકાઓથી સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા પ્રમાણે દૂર દૂરથી લોકો પોતે ઋણ મુક્ત થવા દોડી આવી આંગણામાં રહેલા સમી વૃક્ષની નખથી છાલ ઉતારી માતાજીને અર્પણ કરે છે.અને ચુંદડીમાં...

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા ભરૂચમાં સૈકાઓથી સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા પ્રમાણે દૂર દૂરથી લોકો પોતે ઋણ મુક્ત થવા દોડી આવી આંગણામાં રહેલા સમી વૃક્ષની નખથી છાલ ઉતારી માતાજીને અર્પણ કરે છે.અને ચુંદડીમાં મૂકી ઘરની તિજોરીમાં મૂકે છે. જેથી ધન વૃદ્ધિ થાય તેવી માન્યતા છે.વિજયાદશમીના પર્વએ ભરૂચમાં દેવું ઉતારવા અનોખી પૂજા થાય છે.શહેરમાં સિંધવાઇ માતાના મંદિરમાં સમી વૃક્ષની છાલ હાથથી ઉખાડી માતાને અર્પણ કરવાથી દેવું ઉતરતું હોવાની માન્યતા સાથે ધનની વૃદ્ધિ પણ થાય છે.જેથી સેંકડો લોકો નશીબ અજમાવવા ઉમટી પડે છે.

દેવું ઉતારવાની અને ઘર-પરિવારમાં કાયમ બરકત રહે તેવી એક માન્યતા વિજયાદશમીએ ભરૂચ શહેરમાં આવેલા સિંધવાઇ માતાનાં 300 વર્ષ જૂના પ્રાચીન મંદિર સાથે સંકળાયેલી છે.માન્યતા મુજબ સિંધવાઇ માતાનાં મંદિરમાં આવેલા સમી વૃક્ષની છાલ હાથથી ઉખાડી તે આસતરીના પાન સાથે માતાને અર્પણ કરવામાં આવે તો શ્રદ્ધાળુનું દેવું દૂર થવા સાથે ધન લાભ થાય છે.માન્યતાને અનુસરીને માતાનાં આશીર્વાદ સાથે દેવા મુકત થવા જિલ્લા ઉપરાંત અન્ય મોટા શહેરોમાંથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડી શ્રદ્ધામાં ગળાડૂબ બની માન્યતા મુજબ પૂજાવિધી કરે છે.વિજયાદશમી અને અગિયારસે પણ અપાર શ્રદ્ધા સાથે મંદિરે ટુચકો અજમાવી મોંઘવારીનાં સમયમાં માતાજી સમક્ષ પ્રાર્થના કરવા ભરૂચમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો – શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાનું વિષેશ મહત્વ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BharuchDussehraGujaratPoojaSindhwai Temple
Next Article