Unity March : સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, CM, રાજ્યપાલ, કેન્દ્રીયમંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
- સરદાર@150 અંતર્ગત રાષ્ટ્રીય એકતા પદયાત્રા Unity March ની પૂર્ણાહુતિ
- કરમસદથી નીકળેલી પદયાત્રાની કેવડિયામાં પૂર્ણાહુતિ
- 11 દિવસના પરિભ્રમણ બાદ પદયાત્રા કેવડિયા પહોંચી
- સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન ઉપસ્થિત રહ્યા
- CM ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા
- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા SOU પરિસરમાં યાત્રા પૂર્ણ થઈ
Narmada દેશનાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્યજંયતી નિમિત્તે 'યુનિટી માર્ચ રાષ્ટ્રીય એકતા પદયાત્રા' નું (Unity March) આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 11 દિવસના પરિભ્રમણ બાદ આ પદયાત્રા આજે કેવડિયા એકતાનગર (Kevadia Ektanagar) ખાતે પહોંચી છે, જ્યાં પદયાત્રાની પૂર્ણાહુતિ થઈ. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન (C.P. Radhakrishnan), CM ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendrabhai Patel), કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા (Mansukhbhai Mandaviya), રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બાળકો, લોકો ઉપસ્થિત રહ્યા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા SOU પરિસરમાં આ યાત્રા પૂર્ણ થઈ.
આજે એકતાનગરમાં Unity March પદયાત્રાની પૂર્ણાહુતિ થઈ
આઝાદ ભારતનાં પહેલા ગૃહપ્રધાન અને લોહપુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel) 150 મી જન્યજંયતી નિમિત્તે 'યુનિટી માર્ટ રાષ્ટ્રીય એકતા પદયાત્રા' નું આયોજન કરવામાં આવ્યું હતું. 26 નવેમ્બરે સરદાર સાહેબનાં જન્મ સ્થાને કરમસદથી આ પદયાત્રાની શરૂઆત થઈ હતી. છેલ્લા 11 દિવસ દરમિયાન આ પદયાત્રા આણંદ, વડોદરા, નર્મદામાં પરિભ્રમણ કરીને આજે કેવડિયા એકતાનગર ખાતે પહોંચી છે. એકતાનગરમાં પદયાત્રાની પૂર્ણાહુતિ થઈ. યુનિટ માર્ચ સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, CM ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બાળકો, લોકો ઉપસ્થિત રહ્યા.
આ યાત્રામાં દેશભરમાંથી લાખો લોકો જોડાયા : ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન
સમારોહમાં લોકોને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન (C.P. Radhakrishnan) એ કહ્યું કે, 'મારા માટે ગર્વની વાત છે કે મને સરદાર પટેલની 150 મી જન્મજયંતીની ઉજવણીમાં સામેલ થવાનો મોકો મળ્યો છે. ઉપરાષ્ટ્રપતિ બન્યા પાછી આ મારી પહેલી યાત્રા છે. આ યાત્રામાં દેશભરમાંથી લાખો લોકો જોડાયા. સંવિધાનને દિવસ શરૂ થયેલી યાત્રાનું આજે સમાપન થયું છે.'
એક ભારત, શ્રેષ્ઠ ભારત બને તે માટે વડાપ્રધાનના સતત પ્રયત્નો : CM ભૂપેન્દ્રભાઇ પટેલ
CM ભૂપેન્દ્રભાઇ પટેલે (CM Bhupendrabhai Patel) સંબોધનમાં કહ્યું કે, 'રાષ્ટ્રગીત અને બિરસા મુંડા તેમ જ સરદાર પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે યુનિટી માર્ચનું અદ્ભુત આયોજન થયું. આ વર્ષે 150 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થઈ. હજારો લોકો પદયાત્રામાં ચાલતા હતા. 150 જેટલા કાયમી પદયાત્રીઓ કરમસદથી લઈ કેવડિયા સુધી ચાલ્યા.' મુખ્યમંત્રીએ કહ્યું કે, 'ભારત સતત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સતત પ્રયત્નો કરી રહ્યા છે. આત્મનિર્ભર ભારતનું સપનું પૂરું થાય એ માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાનો છે.'
સરદાર પટેલના દ્રઢ નિર્ણયને કારણે અંગ્રેજોએ પાછી પાની કરી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Acharya Devvrat) તેમના નિવેદનમાં કહ્યું કે, 'દેશને આઝાદી અપાવવા માટે જે પ્રકારે દેશવાસીઓએ પોતાનો જુસ્સો અને દીવાનગી બતાવી હતી, તે પ્રકારનો જુસ્સો અને દીવાનગી આ પદયાત્રામાં જોવા મળી છે. આ યાત્રા દરમિયાન હું પણ એક દિવસ માટે જોડાયો હતો, ત્યારે જોયું કે દેશનાં વિવિધ સ્થળેથી લોકો આ પદયાત્રામાં જોડાયા છે. અંગ્રેજો દેશને લૂંટવા માટે આવ્યા હતા. અંગ્રેજોએ દેશને ગરીબ બનાવ્યો હતો તેમના રાજમાં બારડોલીમાં ખેડૂતો પર જે અત્યાચાર થયા તે જોતા સરદાર વલ્લભભાઈ પટેલે આંદોલન શરૂ કર્યું હતું. સરદાર પટેલ વકીલ હતા, તેઓ ઇચ્છતા તો સારું જીવન જીવી શકતા હતા. પરંતુ, તેમણે ખેડૂતો માટે લડવાનું પસંદ કર્યું અને બારડોલીનાં દરેક ગામમાં જઈ લોકોને શિક્ષણ આપી એકતાનો ભાવ જગાડ્યો હતો. સરદાર પટેલના દ્રઢ નિર્ણયને કારણે અંગ્રેજોએ પાછી પાની કરી હતી. તેમનું આ આંદોલન ખેડૂતોની મોટી જીત હતી.' તેમણે સ્વદેશીયુક્ત અને વિકસિત ભારત તરફ આગળ વધવા અપીલ પણ કરી હતી.
આ યાત્રાએ દેશમાં એકતા, એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપ્યો : મંત્રી મનસુખભાઈ માંડવિયા
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ (Mansukhbhai Mandaviya) તેમનાં સંબોધનમાં કહ્યું કે, 'સરદાર પટેલના જન્મસ્થળ કરમસદથી નીકળેલી એકતા યાત્રાનું (Unity March) આજે સમાપન થયું છે. 182 કિમીની આ પદયાત્રામાં દેશભરમાંથી લોકો જોડાયા. દેશભરમાંથી લાખો યુવાનોએ માય ભારત પ્લેટફોર્મ પર જઈને આ પદયાત્રામાં જોડાવવા માટે રજિસ્ટ્રેશન કર્યું હતું. 5 લાખથી વધુ લોકોએ આ પદયાત્રા માટે રજિસ્ટ્રેશન કર્યું હતું. દેશનાં 718 જિલ્લામાંથી આવેલા 8 હજારથી વધુ યુવાઓમાં કોઈ ડોક્ટર, કોઈ વકીલ તો કોઈ IIT સ્ટુડન્ટ હતું. કોઈ એક, કોઈ બે કોઈ 3 દિવસ માટે આ યાત્રામાં જોડાયા.' મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આગળ કહ્યું કે, 'યુનિટી માર્ચ રાષ્ટ્રીય એકતા પદયાત્રાએ દેશભરમાં એકતા, એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંદેશ પ્રસરાવ્યો છે. યુવાઓએ આ પદયાત્રા દરમિયાન સરદાર સાહેબના વિચારો જણાયા અને સમજ્યા. પદયાત્રા દરમિયાન, ગુજરાતની મહેમાનગતિ, સાંસ્કૃતિક બાબતોથી તેઓ પરિચિત થયા છે. કોઈ પણ પદયાત્રીને તકલીફ ન પડે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ તમામ વ્યવસ્થા કરી હતી. આ યાત્રા આયોજનની દ્રષ્ટિએ પણ સિમાચિહ્નરૂપ બની છે. '
આ પણ વાંચો - Sardar @150 :સરદાર વિશ્વ ઇતિહાસનું અનોખું પ્રકરણ!-યુએન એમ્બેસેડર