ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કમોસમી વરસાદથી કૃષિ પાકોને નુકસાન, Kisan Sangh એ ઉઠાવી વળતર અને સહાયની માગ

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિ વચ્ચે કિસાન સંઘે સરકાર સમક્ષ યોગ્ય સહાય અને વળતર ચૂકવવાની માંગ કરી છે. સંઘના નેતા આર.કે. પટેલે કહ્યું કે દેવા માફી નહીં, પરંતુ દરેક ખેડૂતોને તેમના વાસ્તવિક ખર્ચના આધારે ન્યાયપૂર્ણ વળતર આપવું જરૂરી છે. ખાસ કરીને નાના અને લોન વિના ખેતી કરતા ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે સરકારે અસરકારક વ્યવસ્થા કરવી જોઈએ.
12:34 PM Nov 04, 2025 IST | Hardik Shah
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિ વચ્ચે કિસાન સંઘે સરકાર સમક્ષ યોગ્ય સહાય અને વળતર ચૂકવવાની માંગ કરી છે. સંઘના નેતા આર.કે. પટેલે કહ્યું કે દેવા માફી નહીં, પરંતુ દરેક ખેડૂતોને તેમના વાસ્તવિક ખર્ચના આધારે ન્યાયપૂર્ણ વળતર આપવું જરૂરી છે. ખાસ કરીને નાના અને લોન વિના ખેતી કરતા ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે સરકારે અસરકારક વ્યવસ્થા કરવી જોઈએ.
Kisan_Sangh_Demand_Farmers_Protest_Gujarat_First

Kisan Sangh Demand : રાજ્યમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પડેલા અતિરિક્ત વરસાદથી કપાસ, મગફળી, તલ અને ધાન જેવા પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઘણા ખેડૂતોના પાક બરબાદ થયા છે. આ પરિસ્થિતિને લઈ કિસાન સંઘે રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય સહાય અને વળતર ચૂકવવાની માગ કરી છે.

કિસાન સંઘની શું છે માગ?

કિસાન સંઘના આગેવાન આર.કે. પટેલે જણાવ્યું કે, સરકાર મદદ કરે તે આવકાર્ય બાબત છે, પરંતુ સહાયની ચૂકવીણી દરમિયાન એવી વ્યવસ્થા રાખવી જોઈએ કે વાસ્તવમાં નુકસાન ભોગવનાર ખેડૂત પાછળ ન રહી જાય. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘણા નાના ખેડૂતો પાસે પૂરતા દસ્તાવેજો નથી કે તેઓ લોન લેનારા નથી, પરંતુ તેમને પણ પાકનું મોટું નુકસાન થયું છે. તેથી સહાયનો હકદાર દરેક ખેડૂત સુધી વળતર પહોંચાડવામાં આવે તે સરકારની ફરજ છે.

દેવા માફી નહીં, યોગ્ય વળતર જરૂરિયાત : Kisan Sangh

આર.કે. પટેલે કેટલાક લોકોની માગ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે “દેવા માફી એ તમામ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નથી.” તેમણે કહ્યું કે બધા જ ખેડૂતો લોન લેતા નથી. ઘણા એવા ખેડૂત છે જેમને બેન્કો અથવા સહકારી સંસ્થાઓ લોન આપતી જ નથી, છતાં તેઓ પોતાની બચત અને ઉધારના આધારે ખેતી કરે છે. આવા ખેડૂતો માટે દેવા માફીનો પ્રશ્ન ઊભો જ થતો નથી. તેથી ખેડૂતોને થયેલા વાસ્તવિક ખર્ચના આધારે વળતર આપવું વધુ યોગ્ય રહેશે.

ખેડૂતોએ કર્યો મોટો ખર્ચ, પરંતુ આવક અનિશ્ચિત

કિસાન સંઘે આંકડા રજૂ કરતાં જણાવ્યું કે, હાલમાં ખેડૂતો એક વીઘા જમીન પર 15 થી 28 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. તેમાં બીજ, ખાતર, જંતુનાશક, મજૂરી અને સિંચાઈનો ખર્ચ સામેલ છે. પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે પાક બરબાદ થતાં ખેડૂતોને ભારે આર્થિક આંચકો આવ્યો છે. ખેડૂતો હવે સરકાર પાસેથી યોગ્ય દરે વળતર મળવાની અપેક્ષા રાખી રહ્યા છે.

ફસલ વીમા યોજના અંગે પણ ઉઠ્યા પ્રશ્નો

આર.કે. પટેલે ફસલ વીમા યોજના અંગે પણ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે “ફસલ વીમા મરજિયાત કરવાથી રાજ્ય સરકારને આશરે 18 હજાર કરોડ રૂપિયાનો આર્થિક ફાયદો થયો છે.” તેમણે ઉમેર્યું કે જો આ યોજનાનો હેતુ ખેડૂતોના હિત માટે હતો, તો તેના લાભો સાચા અર્થમાં ખેડૂતો સુધી પહોંચવા જોઈએ. ફક્ત નીતિગત ફાયદો નહીં પરંતુ વાસ્તવિક સહાય ખેડૂતોને મળવી જરૂરી છે.

સરકારને સંઘની અપીલ

કિસાન સંઘે અંતમાં સરકારને અપીલ કરી છે કે જે ખેડૂતને ખરેખર નુકસાન થયું છે તે સહાયથી વંચિત ન રહે. ખાસ કરીને એવા નાના અને અંત્યોદય વર્ગના ખેડૂત, જેઓ લોન કે વીમા યોજનાના આવરણ બહાર છે, તેઓને પણ વળતર આપવાની વ્યવસ્થા થવી જોઈએ. ખેતરમાં ખેડૂતનો કરેલો દરેક ખર્ચ ગણતરીમાં લઈ સહાયની રકમ નક્કી કરવામાં આવે તો તે જ ખરેખર ન્યાયપૂર્ણ નિર્ણય ગણાશે.

આ પણ વાંચો :   ખેડૂતોની વ્હારે કોંગ્રેસ! Pareshbhai Dhanani એ સમજાવ્યું વળતરનું ગણિત

Tags :
Agricultural Crisis GujaratCotton Crop LossCrop Insurance SchemeCrop Loss AssessmentDebt Waiver DebateFarmer Relief Packagefarmer's crop damageFarmers CompensationGovernment Aid for FarmersGujarat Farmers ProtestGujarat FirstKisan SanghKisan Sangh DemandR.K. PatelSaurashtra Agriculture LossSmall Farmers SupportUnseasonal rain Gujarat
Next Article