ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Weather Update : રાજ્યમાં હજુ પણ 24 કલાક માવઠાંનું સંકટ

Weather Update : રાજ્યમાં શિયાળો (winter) જામી રહ્યો છે તેવામાં હવામાન (Weather ) વિભાગે 8થી 10 તારીખ દરમિયાન માવઠાની આગાહી કરી હતી. Weather Update મુજબ જયારે છેલ્લા 24 કલાકમાં કચ્છમાં 8MM, પંચમહાલમાં 22MM વરસાદ નોંધાયો હતો. જ્યારે આણંદ, વડોદરા, છોટાઉદેપુર,...
05:16 PM Jan 10, 2024 IST | Vipul Pandya
Weather Update : રાજ્યમાં શિયાળો (winter) જામી રહ્યો છે તેવામાં હવામાન (Weather ) વિભાગે 8થી 10 તારીખ દરમિયાન માવઠાની આગાહી કરી હતી. Weather Update મુજબ જયારે છેલ્લા 24 કલાકમાં કચ્છમાં 8MM, પંચમહાલમાં 22MM વરસાદ નોંધાયો હતો. જ્યારે આણંદ, વડોદરા, છોટાઉદેપુર,...
Unseasonal rain

Weather Update : રાજ્યમાં શિયાળો (winter) જામી રહ્યો છે તેવામાં હવામાન (Weather ) વિભાગે 8થી 10 તારીખ દરમિયાન માવઠાની આગાહી કરી હતી. Weather Update મુજબ જયારે છેલ્લા 24 કલાકમાં કચ્છમાં 8MM, પંચમહાલમાં 22MM વરસાદ નોંધાયો હતો. જ્યારે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, ડાંગમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને આગાહી પણ કરી

રાજ્યમાં શિયાળાની ઋતુ દરમિયાન થયેલા માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે અને બીજી તરફ ખેતરોમાં પાક પણ ઉભા છે. ગત મોડી રાત અને આજે વહેલી સવારે પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને આગાહી પણ કરી છે. જેમાં આગામી પાંચ દિવસના હવામાન અંગે અનુમાન લગાવવામાં આવ્યું છે. આ આગાહી પ્રમાણે હજુ 24 કલાક સાચવવું પડે તેમ છે. આ દરમિયાન ક્યાં-ક્યાં વરસાદ પડી શકે છે તે પણ જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અમુક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, આણંદ, દાહોદ, છોડાઉદેપુર, નર્મદા, પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.

24 કલાક બાદ રાજ્યમાં હવામાન મોટાભાગે સૂકું રહેશે

આ 24 કલાક બાદ રાજ્યમાં હવામાન મોટાભાગે સૂકું રહેશે. બીજી બાજુ, તાપમાનની વાત કરીએ તો, આગામી ચાર દિવસ દરમિયાન એક-બે ડિગ્રી તાપમાન વધી શકે છે. તે પછી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. ઉપરાંત, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌથી ઓછું તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું હતું. તેમણે માવઠાનું કારણ આપતાં જણાવ્યું કે, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રથી ગુજરાત સુધી એક ટ્રફ છે. જેના લીધે વાદળો બંધાઇ રહ્યા છે અને વરસાદ જોવા મળી રહ્યો છે.

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો---KHODALDHAM : કાછડીયા પરિવારે ખોડલધામમાં બે દિકરીઓની રજતતુલા કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

Tags :
GujaratGujarat FirstMeteorological Departmentunseasonal rainWeatherweather updatewinter
Next Article