UPSC IFS Mains Result : ભારતીય વનસેવા પરીક્ષાનું પરિણામ જાહેર, અત્યાર સુધીનો સૌથી વધુ સફળતા દર
- ભારતીય વન સેવા પરીક્ષાનાં પરિણામો જાહેર (UPSC IFS Mains Result)
- ગુજરાતનાં 6 ઉમેદવારોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો
- ગુજરાતનાં SPIPA નાં 6 ઉમેદવારો ઝળક્યાં
- ગુજરાતનાં સોનિશે સમગ્ર દેશમાં 8મો રેન્ક મેળવ્યો
UPSC IFS Mains Result : ભારતીય વનસેવા પરીક્ષાનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં ગુજરાતનાં 6 ઉમેદવારોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ગુજરાતનાં SPIPA નાં 6 ઉમેદવારો ચમક્યા છે. ગુજરાતનો સોનિશે સમગ્ર દેશમાં 8 મો રેન્ક હાંસલ કર્યો છે. ગત વર્ષે 24 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન વનસેવા પરીક્ષા યોજાઈ હતી.
આ પણ વાંચો - Gandhinagar : વિકાસ ઝંખતા ગિરનારની સમસ્યાઓનાં હલ માટે જુનાગઢનાં અગ્રણી સંતો ગાંધીનગર પહોંચ્યા
ગુજરાતનાં સોનિશે સમગ્ર દેશમાં 8મો રેન્ક મેળવ્યો
ગત વર્ષે એટલે કે 2024 માં નવેમ્બર-ડિસેમ્બર યોજાયેલ UPSC IFS (ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) પરીક્ષાનું પરિણામ (UPSC IFS Mains Result) જાહેર થયું છે. આ પરીક્ષામાં ગુજરાતનાં 6 ઉમેદવારોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી પરિવાર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. માહિતી અનુસાર, ગુજરાતનાં SPIPA નાં 6 ઉમેદવારો ઝળક્યા છે. ગુજરાતનો સોનિશે સમગ્ર દેશમાં 8 મો રેન્ક મેળવ્યો છે. જ્યારે, તન્મય 32 મો રેન્ક, કૌશિક- 75 રેન્ક, દિપાલી - 82 રેન્ક, ભાવેશ- 86 રેન્ક અને ઉત્સવ- 97 રેન્ક મેળવ્યો છે. જણાવી દઈએ કે, એકસાથે ગુજરાતનાં 6 ઉમેદવારો ટોપ 100 માં આવ્યા છે. આ અત્યાર સુધીનો રાજ્યનો સૌથી સારો દેખાવ છે.
આ પણ વાંચો - Ahmedabad : 45 વર્ષીય હેમંત સોની બ્રેઇન ડેડ થતાં પરિવારજનોએ અંગદાન કર્યું
UPSC ભારતીય વન સેવા (IFoS) ના પરિણામો
2024 જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે, ગુજરાતના 6 ઉમેદવારોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
> પ્રારંભિક પરીક્ષા : 16 જૂન, 2024
> મુખ્ય પરીક્ષા : 24 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024
> ઇન્ટરવ્યૂં : 21 એપ્રિલ થી 2 મે, 2025
* IFoS પરીક્ષાનાં પરિણામો આ વર્ષે ગુજરાત માટે મહત્ત્વપૂર્ણ છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ સફળતા દર દર્શાવે છે.
ગુજરાતના ટોચના પ્રદર્શનકર્તાઓ:
1 સોનિશ - રેન્ક 8
2 તન્મય - રેન્ક 32
3 કૌશિક - રેન્ક 75
4 દિપાલી - રેન્ક 82
5 ભાવેશ - રેન્ક 86
6 ઉત્સવ - રેન્ક 97
આ પણ વાંચો - Vadodara : કોર્પોરેશનની સામાન્ય સભામાં યૂથ કોંગ્રેસનાં કાર્યકરો-BJP કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી!