IPL 2026 ના ઈતિહાસમાં ગુજરાતી ખેલાડીનો ડંકો, ઉર્વિલ પટેલે IPL માં ફાસ્ટેસ્ટ ફિફ્ટીની કરી બરાબરી
- પાલનપુરના ઉર્વિલ પટેલની IPL 2026 માં ફાસ્ટેસ્ટ ફિફ્ટી
- ઉર્વિલે સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી
- ઉર્વિલ પટેલે LSG સામે 13 બોલમાં ફિફ્ટી ફટકારી
- CM ભૂપેન્દ્રભાઇએ ટ્વીટ કરી ઉર્વિલને શુભકામના પાઠવી
- ગુજરાતના યુવાનો રમતગમતમાં ગૌરવ વધારી રહ્યાં છે: CM
- ઐતિહાસિક ઇનિંગ્સ પાલનપુર અને ગુજરાત માટે ગૌરવ સમાન
પાલનપુર (Palanpur) ના યુવા અને તેજસ્વી ક્રિકેટર ઉર્વિલ પટેલે (Urvil Patel) આઈપીએલ 2026 (IPL 2026) ના મંચ પર પોતાની બેટિંગથી તરખાટ મચાવી દીધો છે. લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) સામે રમાયેલી મેચમાં ઉર્વિલે માત્ર 13 બોલમાં ફિફ્ટી (Fastest Fifty in 13 Balls) ફટકારીને આઈપીએલના ઈતિહાસના સૌથી ઝડપી અડધી સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ઉર્વિલની આ આક્રમક બેટિંગને કારણે સ્ટેડિયમમાં બેઠેલા હજારો દર્શકો સ્તબ્ધ થઈ ગયા હતા.
Heartiest congratulations to Urvil Patel on his remarkable achievement of smashing a 13-ball half-century and equalling the record for the fastest fifty in IPL history.
I am happy to see a young talent from Palanpur, Gujarat making the state proud through his outstanding…
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 10, 2026
CM ભૂપેન્દ્રભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી
ઉર્વિલ પટેલની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટ્વીટ કરીને તેને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સીએમએ લખ્યું હતું કે, ગુજરાતના યુવાનો રમતગમતના ક્ષેત્રે સતત દેશ અને દુનિયામાં રાજ્યનું ગૌરવ વધારી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ ઐતિહાસિક ઈનિંગ્સ માત્ર પાલનપુર માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાનું પ્રતિક છે.
🚨JOINT FASTEST 50 in TATA IPL!🚨#UrvilPatel takes Chepauk by a storm as he reaches his half-century in 13 balls! 🙌🤩👏💛#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvLSG | LIVE NOW 👉 https://t.co/niGR0vFDDY pic.twitter.com/7dcVHtROoW
— Star Sports (@StarSportsIndia) May 10, 2026
IPL 2026: ઈનિંગમાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ
ઉર્વિલની આ ઈનિંગમાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી હતી, જેનાથી વિરોધી ટીમના બોલરો લાચાર દેખાતા હતા. રમતગમતના નિષ્ણાતો આ ઇનિંગને આઈપીએલની અત્યાર સુધીની સૌથી રોમાંચક બેટિંગમાંની એક ગણાવી રહ્યા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે યુવાનો માટે આ સિદ્ધિ આત્મવિશ્વાસ અને સખત પરિશ્રમથી મળતી સફળતાનો શ્રેષ્ઠ સંદેશ છે. ઉર્વિલ પટેલની આ સિદ્ધિએ તેને રાતોરાત ક્રિકેટ જગતનો નવો સ્ટાર બનાવી દીધો છે.


