US Tariff on India : ભારત પર શું થશે અસર ? Gujarat first પર નિષ્ણાતો, ઉદ્યોગપતિઓએ આપી પ્રતિક્રિયા
- અમેરિકાની ટ્રમ્પ સરકારે ભારત પર 25 ટકાના ટેરિફની જાહેરાત કરી (US Tariff on India)
- અમેરિકા કરે છે દબાણની રાજનીતિઃ અર્થશાસ્ત્રી અશ્વિની રાણા
- ભારત સુપર પાવર નેશન છે અમેરિકાની ધમકી સામે નહીં ઝૂકે : NRG GCCI નાં ચેરપર્સન
- ગુજરાત ફર્સ્ટે રાજ્યનાં વિવિધ જિલ્લાઓનાં ઉદ્યોગકારો સાથે કરી વાતચીત
US Tariff on India : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ભારત પર 1 લી ઓગસ્ટ, 2025 થી 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ તેની ભારત પર અસર અંગે દેશભરમાંથી અર્થશાસ્ત્રીઓ, નિષ્ણાતોની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ અમેરિકાનાં આ નિર્ણય અંગે ગુજરાતની જનતા અને વિદ્વાનો શું વિચારે છે તેને જાણવાની કોશિશ કરવામાં આવી છે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાંથી ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat first News) દ્વારા લોકોની પ્રતિક્રિયા લેવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા જવાનો ડર સતાવી રહ્યો છે : અર્થશાસ્ત્રી અશ્વિની રાણા
અમેરિકા દ્વારા ભારત પર 25 ટકાના ટેરિફની જાહેરાત (US Tariff on India) બાદ અર્થશાસ્ત્રી અશ્વિની રાણાનું (Economist Ashwini Rana) મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા કરે છે તે દબાણની રાજનીતિ છે. અમેરિકા જાણી જોઈને આવું કરે છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા જવાનો ડર સતાવી રહ્યો છે આથી, તેઓ આ પ્રકારનાં નિર્ણય લઈ રહ્યા છે. અશ્વિની રાણીએ આગળ કહ્યું કે, 25 ટકા ટેરિફથી અમેરિકાને જ નુકસાન થશે ભારતને નહીં. ટ્રમ્પ માત્ર ભારત પર દબાણ બનાવી રાખવા માગે છે.
આ પણ વાંચો - રશિયા સાથેની 'દોસ્તી' પર ટ્રમ્પની ધમકીથી ભારત માટે ચાર મોટા પડકાર
ભારત સુપર પાવર નેશન છે US ની ધમકી સામે નહીં ઝૂકે : NRG GCCI નાં ચેરપર્સન
અમેરિકાનાં આ નિર્ણય અંગે NRG GCCI નાં ચેરપર્સન વિતાસ્તા કોલ વ્યાસ (Vitasta Kol Vyas) સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી. દરમિયાન, તેમણે કહ્યું કે, ટ્રમ્પ ધમકી આપવા માટે જાણીતા છે. એક ઓગસ્ટથી ટેરિફ લાગુ કરવાની વાત કરી છે જો કે, તે પહેલા તેમનું ડેલિગેશન આ મુદ્દે ચર્ચા કરવા ભારત આવવાનું છે. ભારત હવે સુપર પાવર નેશન છે. અમેરિકાની ધમકી સામે ભારત નહીં ઝૂકે અને યોગ્ય રણનીતિ અપનાવશે. આ સાથે તેમણે 25 ટકા ટેરિફ નહીં લાગે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રશિયા-ભારતનાં સારા સંબંધોનાં કારણે અમેરિકાને બળતરા : સુરતનાં વેપારીઓ
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (US President Donald Trump) ભારતીય નિકાસ પર 25 ટકા ટેરિફની જાહેરાત અંગે સુરતનાં (Surat) અગ્રણી વેપારીઓએ ગુજરાત ફર્સ્ટ ચેનલના (Gujarat first News) માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાતને માત્ર ધમકી ગણાવી. પરંતુ, આ સાથે જ ભારતનાં ફાર્માસ્યુટિકલ, ઓટો મોબાઈલ સહિતનાં સેક્ટર્સની નિકાસ પર અસર થવાની ભીતિ પણ વ્યક્ત કરી છે. ઉદ્યોગકારોએ કહ્યું કે, રશિયા સાથે ભારતનાં સારા સંબંધોનાં કારણે અમેરિકાને બળતરા થયા છે. આવી ધમકીઓથી ઉદ્યોગકારો ડરવાના નથી. તેમણે કહ્યું કે, ડાયમંડ, જેમ્સ અને જ્વેલરી, ટેક્સટાઇલ્સ સહિતનાં વેપાર પર અસર થશે પરંતુ, આ અસર ટૂંકા ગાળાની રહેશે, તેવી આશા છે. તેમણે આગળ કહ્યું કે, અમે આપદાને અવસરમાં બદલીશું. ભારતનાં નિકાસ પર જેટલી અસર થશે, તેટલી જ અસર અમેરિકા રિટેલ બજારમાં પણ થશે. અમેરિકા ફેર વિચારણા કરશે તેવી આશા છે.
આ પણ વાંચો - અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ! ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, જાણો વિપક્ષે શું કહ્યું!
ભારત-ગુજરાતનાં અલગ-અલગ સેક્ટર્સની નિકાસને અસર થશે : રાજકોટ વેપારીઓ
રાજકોટનાં (Rajkot) ઉદ્યોગકારોએ કહ્યું કે, અમેરિકાનાં આ નિર્ણયથી (US Tariff on India) હવે ઇન્જિનિયરિંગ, ખેત પેદાશની નિકાસ, મેડિકલ ઇન્ડસ્ટ્રી, પ્લાસ્ટિક ઉધ્યોગ સાથે ગુજરાતનાં વેપારીઓ જોડાયેલ છે તેમને પણ અસર થશે. પ્લાસ્ટિક ઉદ્યોગમાં ગુજરાત દેશમાં ઘણું આગળ છે ત્યારે આ નિર્ણયથી તેને પણ મોટી અસર થઈ શકે છે.
વ્યાપક હુમલાથી ઉદ્યોગકારોને મુશ્કેલીઓ થશે : ભાવનગરનાં વેપારીઓ
ટ્રમ્પ સરકાર દ્વારા 25 ટકા ટેરિફની ભાવનગરને (Bhavnagar) પણ મોટી અસર થશે તેમ ભાવનગરનાં વેપારીઓએ જણાવ્યું છે. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં 500 થી વધારે મોટા ઉદ્યોગો ચાલે છે. હાલ, તમામ ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. આવા માહોલમાં અમેરિકાની ટ્રમ્પ સરકારનાં 25 ટકા ટેરિફ લાદવાનાં નિર્ણયથી સૌથી મોટી અસર જોવા મળશે. જો ટેરિફ 10 ટકા હોય તો ઉદ્યોગકારોનાં ઉદ્યોગ સારી રીતે ચાલે પણ હાલ 25 ટકા ટેરિફનાં કારણે ઉદ્યોગો ભાંગી પડશે. ઉદ્યોગ વ્યાપક હુમલાથી ઉદ્યોગકારોને મુશ્કેલીઓ થશે.
આ પણ વાંચો - ‘હિન્દુ ક્યારેય આતંકવાદી ન હોઈ શકે, હિન્દુ આતંકવાદની થિયરી કોંગ્રેસની રચના’: રાજ્યસભામાં અમિત શાહનો હુંકાર