Surat: વાબાંગ જામીરે સંભાળ્યો ઇન્ચાર્જ પોલીસ કમિશનરનો પદભાર, સુરક્ષા મજબૂત બનાવવાની નેમ
સુરત પોલીસ કમિશનર તરીકે વાબાંગ જામીરે નવી જવાબદારી સંભાળી છે. શહેરની કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે તેમણે ગુનેગારોને કડક ચેતવણી આપી છે. અગાઉ સુરતમાં કામ કરી ચૂકેલા જામીર શહેરના ગુનાખોરીના ઈતિહાસથી વાકેફ હોવાથી, તેમના નેતૃત્વમાં પોલીસની કામગીરી વધુ વેગવાન બનવાની અપેક્ષા છે. નિર્દોષ નાગરિકોની સુરક્ષા અને ન્યાય તેમની પ્રાથમિકતા રહેશે
Advertisement
Vabang Jamir Surat: સુરત (Surat) શહેરના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહલોતની બદલી બાદ વાબાંગ જામીરે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન અને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વબાંગ જામીર અગાઉ સુરતમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા હોવાથી તેમને શહેરના ભૂગોળ અને ગુનાખોરીના પ્રકારોની સારી એવી સમજ છે, જે તેમને નવી જવાબદારીમાં ખૂબ જ કામ આવશે.

