ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadnagar : યોગ મુદ્રામાં મળેલા 1000 વર્ષ જૂના પુરુષ કંકાળ અને ખોપરીનું શું છે રહસ્ય ?

ઉત્તર પ્રદેશનાં લખનૌનાં (Lucknow) બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીમાં બંનેનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
06:36 PM Mar 28, 2025 IST | Vipul Sen
ઉત્તર પ્રદેશનાં લખનૌનાં (Lucknow) બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીમાં બંનેનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
Vadangar_gujarat_first
  1. વડનગરમાં વર્ષ 2019 માં યોગ મુદ્રામાં 1000 વર્ષ જૂનું કંકાળ મળી આવ્યું હતું (Vadnagar)
  2. યોગ્ય મુદ્રામાં રહેલા એક પુરુષ કંકાળની ખોપરી પણ મળી આવી હતી
  3. બંનેનાં લખનૌનાં બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીમાં DNA ટેસ્ટ થયાં
  4. બીજી ખોપરી પણ 2 હજાર વર્ષ જૂની હોવાનો ચોંકાવનારો ખુલાસો
  5. કંકાળ મળ્યું તે જગ્યા બૌદ્ધ ધર્મનું કેન્દ્ર રહ્યું હોવાની સંભાવના

ગુજરાતનાં મહેસાણા જિલ્લાનાં (Mehsana) વડનગરમાં વર્ષ 2019 માં યોગ મુદ્રામાં 1000 વર્ષ જૂનું કંકાળ મળી આવ્યું હતું, જેનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, વડનગરમાંથી (Vadnagar) યોગ્ય મુદ્રામાં રહેલા એક પુરુષ કંકાળની ખોપરી પણ મળી આવી હતી. ઉત્તર પ્રદેશનાં લખનૌનાં (Lucknow) બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીમાં બંનેનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

બીજી ખોપરી પણ 2 હજાર વર્ષ જૂની હોવાનો ચોંકાવનારો ખુલાસો

લખનૌનાં ડૉ. નીરજ રાયે બંનેનાં ડીએનએ ટેસ્ટ કર્યા હતા. ડીએનએ પરીક્ષણ માટે દાંત અને કાનનાં હાડકામાંથી નમૂના લેવામાં આવ્યા હતા. જો કે, ચોંકાવનારી વાત એ છે કે આ ડીએનએ ટેસ્ટમાં (Skeleton DNA Test in Lucknow) એક અનોખું રહસ્ય ખુલ્યું છે. બીજી ખોપરી જે મળી આવી છે તે પણ 2000 વર્ષ જૂની હોવાનું બહાર આવ્યું છે.

કંકાળ મળ્યું તે જગ્યા બૌદ્ધ ધર્મનું કેન્દ્ર રહ્યું હોવાની સંભાવના

જે જગ્યાએથી યોગ મુદ્રામાં કંકાળ મળી આવ્યું છે તે જગ્યા જે તે સમયે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર (Center of Buddhism) રહ્યું હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભારતનાં વિવિધ રાજ્યો અને મધ્ય એશિયામાંથી પણ લોકો અહીં આવી ચૂક્યા છે. કંકાળનાં કાર્બન ડેટિંગ અને અન્ય વૈજ્ઞાનિક પરિક્ષણો પણ કરવામાં આવી રહ્યા છે. વિગતવાર DNA રિપોર્ટ આવતા મહિને આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો - Banaskantha : સંભલ મસ્જિદ વિવાદમાં મુખ્ય અરજદાર મહંત ઋષિરાજગીરી મહારાજ અંબાજીની મુલાકાતે

કંકાળ અને ખોપરી બહાર ખુલ્લામાં રહ્યા

વર્ષ 2019 થી, આ કંકાળ સંગ્રહાલયમાં રાખ્યા વિના બહાર પડેલું રહ્યું. ખોપરી પણ ખુલ્લી જગ્યાએ પડી રહી. સંગ્રહાલયમાં કંકાળ રાખવા જરૂરી બની ગયા છે. જણાવી દઈએ કે, વડનગરમાં (Vadnagar) 400 કરોડ રૂપિયાનાં ખર્ચે પુરાતત્વીય સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો - Nursing Exam Scam : મોટી સંખ્યામાં ઉમેદવારોનો ગાંધીનગરમાં 'હલ્લાબોલ'! કરી આ માગ

ખોદકામમાં બુદ્ધ સાથે સંકળાયેલા અવશેષો પણ મળ્યા

તાજેતરમાં ગુજરાતનાં વડનગરમાં એક મહત્ત્વપૂર્ણ પુરાતત્વીય શોધ થઈ છે, જ્યાં ખોદકામ દરમિયાન એક પુરુષ કંકાળ (Vadnagar Yoga Posture Skeleton) મળી આવ્યું છે. જે યોગ મુદ્રામાં હોય તેવું પ્રતીત થાય છે. ખોદકામમાં ગૌતમ બુદ્ધ સંબંધિત અવશેષો પણ મળી આવ્યા છે, જેમાં બે રૂમ અને ચાર દિવાલોનો સમાવેશ થાય છે. દિવાલો એક મીટર પહોળી અને બે મીટર ઊંચી છે, જે એ સમયની મજબૂત રચનાનાં સંકેત આપે છે. આ પુરુષ કંકાળની ખાસિયત એ છે કે તે યોગ મુદ્રામાં છે, જે બુદ્ધનાં ધ્યાન મુદ્રા જેવું લાગે છે. કેટલાક પુરાતત્વવિદો તેને યોગ મુદ્રામાં લેવામાં આવેલી સમાધિ માને છે, જે પ્રાચીન ભારતમાં યોગ અને ધ્યાનની ઊંડી પરંપરાને દર્શાવે છે.

આ પણ વાંચો - સેવકોને મળ્યું સન્માન...વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સેવકો સાથે આઈસ્ક્રીમની મોજ માણી

Tags :
Archaeological MuseumArchaeological Museum in VadnagarBirbal Sahni Institute of ArcheologyCenter of BuddhismGUJARAT FIRST NEWSLucknowMehsanaskeletonSkeleton DNA Test in LucknowThe BuddhaTop Gujarati NewsUttar PradeshVadnagarVadnagar Yoga Posture Skeleton
Next Article