Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઉત્તરાયણ પર્વે ઇમરજન્સી કેસોમાં પહોંચી વળવા 108 ની ટીમ તૈયાર

VADODARA : અમે વિતેલા ત્રણ વર્ષનો ઉત્તરાયણ સમયને ડેટા એનાલીસીસ કર્યું છે. તેમાં, ઇમરજન્સી વધવા જઇ રહી છે, તેની સંભાવનાઓ જાણી - મેનેજર
vadodara   ઉત્તરાયણ પર્વે ઇમરજન્સી કેસોમાં પહોંચી વળવા 108 ની ટીમ તૈયાર
Advertisement

VADODARA : ઉત્તરાયણ (UTTARAYAN - 2025) પર્વને ધ્યાને રાખીને વડોદરા શહેર-જિલ્લા (VADODARA CITY - DISTRICT) માં કાર્યરત 108 ઇમરજન્સી સેવાઓ દ્વારા વિતેલા ત્રણ વર્ષનું ડેટા એનાલિસીસ કરવામાં આવ્યું છે. અને તેના આધારે આ ઉત્તરાયણ પર્વ પર અકસ્માતના કેસોના સંભવિત આંક મેળવીને તેના આધારે તૈયારીઓ કરવામાં આવી છે. મેનેજરે કહ્યું કે, ઇમરજન્સી કેસોને પહોંચી વળવા માટે 43 એમ્બ્ચુલન્સ સાથે 218 સ્ટાફ તૈનાત છે. આમ, વડોદરામાં 108 ઇમરજન્સી સેવાઓ ટેક્નોલોજી અને ડેટા એનાલિસીસ કરીને ચોક્કસ વ્યવસ્થા ગોઠવી રહી છે.

ઇમરજન્સી કેસો વધવાની શક્યતા 270 જેટલી સંભવિત

108 ઇમરજન્સી સેવાના મેનેજર બીપીન બેતરિયાએ મીડિયાને જણાવ્યું કે, વર્ષ 2025 ની ઉત્તરાયણની સૌ કોઇને શુભકામનાઓ. લોકો સુરક્ષિત ઉત્તરાયણ મનાવે તેની શુભકામનાઓ. છતાં ઉત્તરાયણમાં ઇમરજન્સી કેસોમાં વધારો જોવા મળે છે. વડોદરા શહેર જિલ્લામાં 210 થી 215 સુધીની ઇમરજન્સી મેનેજ કરી રહ્યા છે. અમે વિતેલા ત્રણ વર્ષનો ઉત્તરાયણ સમયને ડેટા એનાલીસીસ કર્યું છે. તેમાં, ઇમરજન્સી વધવા જઇ રહી છે, તેની સંભાવનાઓ 260 સુધીની ઉત્તરાયણના દિવસે છે, તથા વાસી ઉત્તરાયણ પર ઇમરજન્સી કેસો વધવાની શક્યતા 270 જેટલી સંભવિત પહોંચે છે. જેમાં રોડ એક્સીડન્ટ, ધાબા પરથી પડવું, મારામારીના કેસોમાં વધારો થાય છે, જેને પહોંચી વળવા માટે 43 એમ્બ્ચુલન્સ સાથે 218 સ્ટાફ તૈનાત છે.

Advertisement

કોઇ અનિચ્છનિય ઘટના નિવારી શકાય

વધુમાં જણાવ્યું કે, પતંગના દોરીથી ચીરાઇ જવાના કારણે વાહન પર જતા સમયે અકસ્માત થાય છે. જેમાં સરકારની ગાઇડલાઇન તમામે અનુસરવી જોઇએ. જેની સૌ ને અપીલ છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં પોતાનું અને પરિવારનું ધ્યાન રાખો, જેથી કોઇ અનિચ્છનિય ઘટના નિવારી શકાય.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પોળમાં ધાબુ ભાડે રાખીને NRI પરિવાર ધૂમધામથી ઉત્તરાયણ ઉજવશે

Tags :
Advertisement

.

×