VADODARA : પાલિકાના લાંચિયા એન્જિનિયર વિરૂદ્ધ ACB માં ફરિયાદ
- વર્ષ 2018 ના મામલે વર્ષ 2025 માં કાર્યવાહી
- એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પાલિકાના એન્જિનિયર વિરૂદ્ધ કાર્યવાહી
- લાંચનું છટકું નિષ્ફળ રહેતા ખુલ્લી તપાસની માંગ કરવામાં આવી હતી
VADODARA : વડોદરા (VADODARA) પાલિકા (VMC) ના લાંચિયા એન્જિનિયર કૌશિક પરમાર વિરૂદ્ધ આખરે 7 વર્ષ બાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB - VADODARA) માં ફરિયાદ નોંધાઇ છે. લાંચિયાએ ફરિયાદી પાસેથી કોન્ટ્રાક્ટર પાસેથી દોઢ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જો કે, લાંચિયાને આશંકા આવતા છટકું નિષ્ફળ રહ્યું હતું. આખરે આ મામલે ખુલ્લી તપાસની માંગ કરવામાં આવી હતી. જેમાં વાતચીતના રેકોર્ડીંગ અને ટેમ્પરીંગ સર્ટીફીકેટ આવ્યા બાદ તેના વિરૂદ્ધ એસીબીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે લાંચિયાઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
દોઢ લાખ આપ્યા બાદ પણ કામ ના થયું
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીએ વર્ષ 2018 માં વડોદરા મહાનગર પાલીકા ખાતે આજવા રોડ બેલેન્સીંગ રીજવાયરનું ઓપરેશન અને મેન્ટનન્સનું ત્રણ વર્ષનું કામ આશરે રૂ. 60 લાખ નું પાલિકાનું ટેન્ડર ભર્યું હતું. જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક પરમારે ફરિયાદીને સંપર્ક કરીને તમારુ ટેન્ડર મંજુર થયેલ છે તેમ જણાવ્યું હતું, સાથે જ પાંચ ટકા પ્રમાણે રૂપિયા ત્રણ લાખની માંગણી કરી હતી. જેમાં ફરિયાદીએ રૂ. 1.50 લાખ આરોપીને આપી દિધા હોવા છતા કામ ના થતા ફરી સંપર્ક કર્યો હતો.
છટકુ નિષ્ફળ જાહેર કરવામાં આવ્યું હતું
જેમાં આરોપીએ બાકીના રૂ. 1.50 લાખ આપવા જણાવ્યું હતું. જેનું ફરિયાદીએ રેકોર્ડીંગ કરી લીધું હતું. જો કે, ફરિયાદી આરોપીને લાંચ આપવા માંગતા ના હોવાથી વર્ષ 2019 માં વડોદરા શહેર એ.સી.બી. માં ફરીયાદ આપી હતી. ફરીયાદ અનુસંધાને તા. ૨૧/૧૧/૨૦૧૮ ના રોજ બે સરકારી પંચો સાથે આરોપી વિરુધ્ધ ટ્રેપીંગ અધિકારીએ છટકુ ગોઠવતા આરોપીએ લાંચની સ્વીકારી ન્હતી. અને છટકુ નિષ્ફળ જાહેર કરવામાં આવ્યું હતું. આ મામલે ખુલ્લી તપાસ માંગતા તપાસ દરમ્યાન આરોપી અને ફરિયાદી વચ્ચે થયેલી વાતચીતના રેકોર્ડીંગના નો ટેમ્પરીંગ સર્ટીફીકેટ સામે આવ્યું હતું. જેમાં આરોપીએ ફરિયાદી પાસે રૂ. 1.50 લાખ ની લાંચની માંગણી કરેલ હોવાનું વૈજ્ઞાનીક ઢબે સાબીત થયું હતું. આ મામલે તાજેતરમાં આરોપી કૌશીક શાંતીલાલ પરમાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : લિસ્ટેડ બુટલેગરો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો