ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પાદરા કરજણ રોડ પર બાઈક અને ટેમ્પા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક યુવકે ગુમાવ્યો જીવ

અહેવાલ - વિજય માલી, પાદરા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા કરજણ રોડ પર બાઈક અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે પાછળ થી આવી રહેલ એક ટેમ્પા ચાલકે યુવકની બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે જ...
11:45 PM Oct 20, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - વિજય માલી, પાદરા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા કરજણ રોડ પર બાઈક અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે પાછળ થી આવી રહેલ એક ટેમ્પા ચાલકે યુવકની બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે જ...

અહેવાલ - વિજય માલી, પાદરા

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા કરજણ રોડ પર બાઈક અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે પાછળ થી આવી રહેલ એક ટેમ્પા ચાલકે યુવકની બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. યુવકના મોતના પગલે પરિવાર સહીત ગામમાં માતમ છવાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ કરજણ તાલુકાના માતર ગામમાં રહેતો યુવક બાઈક પર સવાર થઇ પાદરા કરજણ રોડ પર હુસેપુર અને કોઠવાળા ગામ વચ્ચે પેટ્રોલપંપ પાસે થી પસાર થઇ રહ્યો હતો. જે દરમિયાન પુરઝડપે પાછળ થી આવી રહેલ સફેદ કલરના ટેમ્પા ચાલકે યુવકની બાઈકને ટક્કર મારતા યુવક બાઈક સાથે રોડ ઉપર ઘસડાતો બે રોડની સાઈડ પર ફંગોળાયો હતો. યુવકને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો ઉપર ગંભીર ઇર્જાઓ પહોંચતા યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે ગમખ્વાર અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પો લઇ ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે 

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/10/CCTV-PADRA.mp4

ગમખ્વાર અકસ્માતના પગલે લોકટોળા ઉમટી પડતા અકસ્માત અંગે પાદરા પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવકના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે પાદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે CCTV ફૂટેજ મેળવી ફરાર ટેમ્પા ચાલકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો -- RAJPIPLA : પ્રસિદ્ધ માં હરસિધ્ધિ મંદિરે રાજપૂત સમાજ દ્વારા ભવ્ય તલવાર આરતી યોજાઇ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

Tags :
AccidentEmergencyGujarat PolicePadraVadodara
Next Article