ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : BCA ના ક્રિકેટ સ્ટેડિયમનું નામ "સ્વ. હિરાબા સ્ટેડિયમ" કરવા માગ

VADODARA : હાલ કોટંબી ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાઇ રહી છે. વડોદરાના ફાળે ત્રણ ODI આવી હતી, જે પૈકી એક મેચ રમાઇ ગઇ છે
05:49 PM Dec 23, 2024 IST | PARTH PANDYA
VADODARA : હાલ કોટંબી ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાઇ રહી છે. વડોદરાના ફાળે ત્રણ ODI આવી હતી, જે પૈકી એક મેચ રમાઇ ગઇ છે

VADODARA : બરોડા ક્રિકેટ એસો.ના (BARODA CRICKET ASSOCIATION - VADODARA) કોટંબી ક્રિકેટ સ્ટેડિયમનું નામ સ્વ. હિરાબા સ્ટેડિયમ કરવાની માગ સાથે ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. હાલ કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ઇન્ટરનેશનલ ODI મેચ ચાલી રહી છે. આ વચ્ચે નામ બદલવાની માગ મુકવામાં આવી છે. સાથે જ સ્ટેડિયમના પ્રવેશ દ્વારના બંને તરફને ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર નું નામ આપવાની માગ પોસ્ટર મારફતે મુકવામાં આવી છે.

માગ ક્રિકેટ હીત રક્ષક સમિતી - વડોદરા દ્વારા કરવામાં આવી

કરોડો રૂપિયાના ખર્ચે વડોદરાનું સુવિધાસભર કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. અનેક પ્રયાસો બાદ વડોદરાના ક્રિકેટ સ્ટેડિયમને પ્રથમ ઇન્ટરનેશનલ મેચ મળી છે. હાલ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાઇ રહી છે. વડોદરાના ફાળે ત્રણ ODI આવી હતી, જે પૈકી એક મેચ રમાઇ ગઇ છે. જેમાં ભારતીય ટીમનો વિજય થયો છે. બીસીએના ક્રિકેટ મેદાનને સ્વર્ગીય હિરાબા (LATE HIRABA) સ્ટેડિયમનું નામ આપવા માટેની માગ ક્રિકેટ હીત રક્ષક સમિતી - વડોદરા શહેર-જિલ્લા દ્વારા કરવામાં આવી છે.

પ્રવેશ કરનારાઓ બંધારણનું રાજ છે, તેવો સંદેશ લઇને જશે

સંસ્થાના અગ્રણી દેવેન્દ્ર સુરતીએ મીડિયાને જણાવ્યું કે, બરોડા ક્રિકેટ સ્ટેડિયમનું નામ સ્વ. હિરાબા સ્ટેડિયમ એટલા માટે રાખવાનું કારણકે તેઓ ઉર્જાના દેવી છે. ઉર્જાની દેવી એટલા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) એ દેશમાં નામ રોશન કર્યું છે. તેઓ તેમના માતા છે. ભારત દેશનો ઝંડો લઇને તમે બહાર નિકળો તો લોકો સલામ મારે છે. આ સાથે જ પ્રવેશ દ્વારનું બંને તરફ નામ બાબા આંબેડકર એટલા માટે રાખવાનું, તેઓ બંધારણના ઘડવૈયા છે. તેમાં પ્રવેશ કરનારાઓ બંધારણનું રાજ છે, તેવો સંદેશ લઇને જશે.

ક્વોટા વેચેલા હોવાનું અત્યારે આપણને લાગી રહ્યું છે

વધુમાં તેમણે જણાવ્યું કે, બીસીએ માં પાંચ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુકીને તેની હિસાબી વહી તપાસવી જોઇએ. ખેલાડીઓના સિલેક્શનમાં મેનેજમેન્ટ ક્વોટા, સિલેક્ટર ક્વોટા, અમ્પાયરના ક્વોટા વેચેલા હોવાનું અત્યારે આપણને લાગી રહ્યું છે. ચકલી સર્કલ, કમાટી બાગ અને કારેલીબાગ વિસ્તારમાં લોકજાગૃતિ માટે મેં પોસ્ટરો લગાવ્યા છે.

આ પણ વાંચો -- ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરે રચ્યો ઇતિહાસ

Tags :
ActivistasaskBCAbelovedCricketforGujarat FirstGujarat NewsGujarati NewsHirabalatemodimotherofPMrenamestadiumVadodara
Next Article