Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અગોરા મોલ જોડેથી વસુલાત મામલે LIC ને મોટો ફટકો, જાણો વિગતવાર

VADODARA : NSE-BSE ને જણાવ્યું કે, મેસર્સ માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. ને સીએફએમ એસોટ રિકન્સ્ટ્રક્શન પ્રા. લિ.ને હસ્તાંતરિત કરી દેવામાં આવે છે
vadodara   અગોરા મોલ જોડેથી વસુલાત મામલે lic ને મોટો ફટકો  જાણો વિગતવાર
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના બહુચર્ચિત અગોરા સિટી સેન્ટર મોલ (AGORA CITY CENTER MALL - VADODARA) ના રૂ. 711 કરોડની બાકી વસુલાતનો મામલો તાજેતરમાં સપાટી પર આવ્યો હતો. આ મામલે એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ (LIC HOUSING FINANCE) દ્વારા મિલ્તકોનું ઇ પઝેશન લઇને તેની હરાજી કરવામાં આવી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. જે બાદ હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, બાકી લેણાના રૂ. 711 કરોડ પૈકી માત્ર રૂ. 250 કરોડ જ હરાજી બાદ મળી શકે તેમ છે. જેથી આ મામલે એલઆઇસી હાઉસિંગને મોટો ફટકો (AGORA CITY CENTER MALL - VADODARA, FAIL TO REPPAY LOAN) પડવાનો હોવાનો અંદાજ છે.

સંચાલકો બાકી લેણૂં ચૂકવવામાં નિષ્ફળ

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજાર પાછળ અગોરા સિટી સેન્ટર મોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ મોલ બનવાની શરૂઆત થઇ ત્યારથી લઇને આજદિન સુધી વિવાદમાં રહ્યો છે. આ મોલ વિશ્વામિત્રી નદીના પટમાં બનાવવામાં આવતો હોવાથી શરૂઆતમાં વિવાદ થયો હતો. ત્યાર બાદ આજે મોલના સંચાલકો બાકી લેણૂં ચૂકવવામાં નિષ્ફળ રહેતા ફાઇનાન્સ કંપની એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સને મોટો ફટકો પડવાનો છે, જેથી વિવાદમાં આવ્યું છે.

Advertisement

મોલનું ઇ-ઓક્શન રાખવામાં આવ્યું હતું

અગોરા સિટી સેન્ટર મોલને તૈયાર કરવામાં એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ કંપની દ્વારા કરોડો રૂપિયાની લોન આપવામાં આવી હતી. હાલમાં સંચાલકો આર્થિક ભીંસમાં મુકાઇ જતા હવે લોન ભરપાઇ કરી શકે તેમ નથી. આ રકમ રૂ. 711 કરોડ હોવાનું અત્યાર સુધી સપાટી પર આવવા પામ્યું છે. બાકી લેણાની વસુલાત મામલે એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા મોલનું ઇ-ઓક્શન રાખવામાં આવ્યું હતું. જે બાદ હાલ મહત્વની વિગતો સપાટી પર આવી રહી છે.

Advertisement

2017 માં રૂ. 401 કરોડની લોન આપવામાં આવી હતી

એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા NSE-BSE ને પત્ર લખીને જણાવ્યું છે કે, મેસર્સ માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. ને સીએફએમ એસોટ રિકન્સ્ટ્રક્શન પ્રા. લિ.ને હસ્તાંતરિત કરી દેવામાં આવે છે. જેના બદલામાં એલઆઇસીને રૂ. 250 કરોડ મળી શકે છે. પ્રાથમિક સુત્રોએ જણાવ્યું કે, વર્ષ 2017 માં એલઆઇસી દ્વારા રૂ. 401 કરોડની લોન આપવામાં આવી હતી. તૈ પૈકી મુળ રકમમમાં જ રૂ. 150 કરોડનો ફટકો પડવા જઇ રહ્યો છે. અને મુળ રકમ પર અત્યાર સુધીના વ્યાજ લટકી જાય તેમ લાગી રહ્યું છે. આ મામલે હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : પારૂલ યુનિ.ની મેસમાં ચા-સેન્ડવીચ આરોગ્યા બાદ અનેકની તબિયત લથડી

Tags :
Advertisement

.

×